Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 718
________________ ७१४ - શાસનપ્રભાવક નેહમિલન પણ પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ છે. પૂજ્યશ્રી પ્રસિદ્ધ લેખક પણ છે; તેઓશ્રીનાં ૧૧ પુસ્તક કથા-વાર્તાનાં બહાર પડી ચૂક્યાં છે. છેલ્લાં નવ વર્ષોમાં નાના-મોટા ૩૦૦ ઉપરાંત લેખો લખ્યા છે, જે મહાવીરશાસન, ગુણભારતી. વિતરાગસંદેશ, આત્માનંદપ્રકાશ, સાંવત્સરિક ક્ષમાપના, મંગલ મંદિર, સુષા આદિમાં પ્રગટ થયા છે. “નીર સરિતાનાં મીઠાં મધુરાં', ઝળહળતાં જિનશાસનનાં મહામૂલાં મોતીઓ” અને “મૂરજાતાં લૈને ખીલવા દો” એ નામે સુંદર શૈલીમાં ત્રણ પુસ્તકો લખ્યાં છે. પૂજ્યશ્રીએ બાર વર્ષમાં બત્રીસ હજાર કિ. મી.નો ઉગ્ર વિહાર કરીને ભારતવર્ષનાં લગભગ બધા જ તીર્થોની યાત્રા કરેલ છે. પૂજ્યશ્રી પાસે જૈન ઇતિહાસને સારો ખજાને છે. પ્રાચીન-અર્વાચીન ધર્મકથાઓ દ્વારા નાના-મોટા સૌને આશ્ચર્યમુગ્ધ કરી દેવાની અજબની વ્યાખ્યાનશક્તિ તેઓશ્રી ધરાવે છે. ચિંતનશીલ પ્રકૃતિથી સારા લેખક અને કલ્પનાશીલ વ્યક્તિત્વથી સારા કવિ પણ છે. શાસનની જાગૃતિ માટે સતત ઉત્કટ લગની ધરાવતા પૂજ્યશ્રીએ ૨૦૪૮માં ભુજથી શ્રી શંખેશ્વર મહાતીર્થના છ'રીપાલક પદયાત્રા સંઘમાં, માંડલથી ઉપરિયાળાજી પદયાત્રા સંઘમાં, તુંબડી (કચ્છ)ના ભવ્ય જૈન નૂતન આરાધના ભવનના ઉદ્ઘાટનમાં, બેરજા-લુણી જૈન આશ્રમ રામાણિયા-પ્રતાપપુરના ભવ્ય મહોત્સવમાં તેઓશ્રીની તારક નિશ્રા અને પાવન પ્રેરણા હતી. છેલ્લે વિરમગામ પાસે માંડલનગરમાં ભવ્ય ઐતિહાસિક ચાતુર્માસ અને ધર્મચક્ર મહાતપની તપશ્ચર્યા (પૂજ્યશ્રીની તથા ૪૫ શ્રાવક-શ્રાવિકાઓની) ખૂબ જ આનંદમંગલ સાથે સુસંપન્ન થયેલ. અધિકાધિક શાસનસેવા માટે શાસનદેવ નિરામય દીર્ધાયુષ્ય બક્ષે એ જ અભ્યર્થના સહ પૂજ્યશ્રીના ચરણકમલમાં મેટિશ વંદના ! (શ્રી અમી સત્સાહિત્ય સંવર્ધન કેન્દ્ર (મુંબઈ) હ. મહેન્દ્રભાઈ કે. વેરા (વંથલીવાળા ) હાલ વડાલા-મુંબઈ-૩૧ તથા શ્રી માંડલ અચલગચ્છ જૈન શ્રીસંઘ-માંડલ (ગુજરાત)-૩૮૨૧૩૦ના સૌજન્યથી) STEIGHESEGEEEEEEEEEIGEIGGSEB ને આચાર્ય શ્રી નીતિસૂરિ સમુદાયના પ. પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મ. સા. ૯ પ. પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મ. સા. Tal પ. પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ. સા આ શાસનપ્રભાવક શ્રમણભગવંતો ગ્રંથ-દ્વિતીય આવૃત્તિના પ્રથમ UTI ભાગમાં પ્રગટ થયેલા પૂજ્યશ્રીઓની ઉપરોક્ત શુભનામવાળી તસવીર સૌજન્ય – શ્રી સાગર જૈન ઉપાશ્રય શ્રીસંઘ, પાટણ (ઉ. ગુજરાત) તરફથી પ્રાપ્ત થયેલ છે. GGREENEGREEBENEFITTIRIBE — — TH DEESEEEEEEEEE Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 716 717 718 719 720 721 722 723 724 725 726