________________
શ્રમણભગવંતો-ર
૭૧૧
પૂ. મુનિશ્રી વિદ્યાચન્દ્રવિજયજી મહારાજ
શ્રી ભક્તિસૂરિ સમુદાયમાં પ. પૂ. આ. શ્રી સુબોધસૂરિજી મ. સા.ના દેવલોક થયા પછી એમની પાવન સ્મૃતિ નિમિત્તે એમના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી વિદ્યાચન્દ્રવિજયજી મહારાજે અમદાવાદમાં એક ઉપાશ્રય બનાવવાની પૂ. ગુરુદેવની અંતિમ ઈચ્છાને સાર્થક કરવા અથાગઅવિરત પ્રયત્ન કર્યો. અમદાવાદના આશ્રમરેડ-ઉસ્માનપુરા વિસ્તારમાં કર્ણાવતી સંસાયટીમાં શ્રી ધર્મ-ભક્તિ-પ્રેમ સુબોધસૂરિ આરાધના ભુવન ઊભું કરવામાં મુનિશ્રીએ ખૂબ જ ખંત અને લાગણીથી કામ કર્યું. મુનિશ્રી પાસે શાનું ભલે કંઈ ઊંડું જ્ઞાન ન હોવા છતાં એક તપસ્વી ભદ્રપુરુષના જરૂર દર્શન થયાં.
પૂ. મુનિરાજશ્રી કવીન્દ્રસાગરજી મહારાજ
સ્વયંભૂ વૈરાગ્યના સ્વામી મુનિવરશ્રીને દીક્ષા લેવાની પ્રેરણા કોઈ એ નથી આપી; પણ એમના વૈરાગ્યની ઘટના તે એમના જ પરિવારમાંથી વડીલ બંધું જયંતીભાઈની ૧૪ વર્ષની ઉંમરે થયેલી દીક્ષામાંથી મળી. કુમળી વયે સંસારમાંથી ચાલી નીકળેલા ભાઈના વિયોગે સંસારની અસારતા દેખાડી દીધી. શું મારા વડીલ બંધુના દર્શન કદાપિ નહીં થાય? શું મારે પણ સંસારમાંથી જવું? આવા ગૂઢ વિચારથી આ કિશોર કાયમી બેચેન રહેતો. જીવન અંદરથી શુષ્ક બની ગયું. એવામાં એક પ્રચંડ પ્રતિભાશાળી મહાપુરુષ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના પ્રથમ દેશને-સ્પર્શને વૈરાગ્યની વાટે ચાલવાને નિર્ણય લઈ લીધે. જ્યારે જુઓ ત્યારે નિર્દોષ ચહેરો, બ્રહ્મચર્યના અઠંગ ઉપાસક, સમયનાં વહેણ સાથે શ્રમણજીવનના સાધનાપથ પર સંચરતાં સંચરતાં ૨૧-૨૧ વર્ષ વીતી ગયાં. અચલગચ્છના અભ્યદયને એકડો ઘૂંટવા ગચ્છાધિપતિ ગુરુદેવ પ્રચંડ પુરુષાર્થ સાથે મથી રહ્યા હતા ત્યારે અનેક સૈકાઓની પ્રતીક્ષા બાદ ગચ્છમાં બે કિશોર-કિશોર કુમાર રતનશી સાવલા દુર્ગાપુરવાળા, હાલ પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ અને બીજા કિશોરચંદ્ર કાકુભાઈ દેઢિયા અને નવા વર્ષના બાળક વિરચંદ્ર કાકુભાઈ દેઢિયા –આ ત્રણ મુમુક્ષુ આત્માઓએ મુનિજીવનના માંડવે પ્રવેશ કરવા કમર કસી. એ ત્રણમાંના એક આ મુનિશ્રી કવીન્દ્રસાગરજી મહારાજ.
પૂજ્યશ્રીનું સંસારી નામ કિશોરચંદ્ર, પિતાનું નામ કાકુભાઈ અને માતાનું નામ મણિબેન હતું. જન્મભૂમિ જખી અબડાસા– હાલેરાયણ મટી. બાર વર્ષની વયે ભુજપુરમાં સં. ૨૦૨૭ના કારતક વદ ૧૩ના દિવસે પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીનું શિષ્યત્વ સ્વીકાર્યું. સંસ્કૃત, વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિ તથા કર્મચં-ચરિત્રોનું અધ્યયન કર્યું. પૂજ્યશ્રીને ચાન્નિધર્મ પ્રત્યે ખૂબ જ પક્ષપાત છે, ક્રિયા પ્રત્યે વિશેષ રુચિ છે, તપ પ્રત્યે અદ્ભુત સદ્ભાવ છે. પૂજ્યશ્રી અનેકવિધ નાની-મેટી તપસ્યા કરી ચૂક્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં અચલગચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૯૯ મહાયાત્રા સંઘનું ભવ્યાતિભવ્ય આયેાજન થયેલ છે, જેને લેકે
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org