________________
૭૧૦
શાસનપ્રભાવક
સાહિત્યોપાસક પૂ. મુનિશ્રી સંયમસાગરજી મહારાજ
વર્તમાનમાં શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાયમાં જૈન સાહિત્ય અને ગહન શાસ્ત્રાભ્યાસ આદિમાં ખૂબ જ પ્રગતિ સાધનાર નાની વયના પૂ. મુનિશ્રી સંયમસાગરજી મહારાજ બચપણથી જ વૈરાગ્યભાવનાથી રંગાયેલા હતા.
દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રીએ વિદ્યોપાસનામાં ઘણો સમય વિતાવ્ય, ધર્મશાને ઊંડો અભ્યાસ કર્યો, ભાષાઓ ઉપર અસાધારણ પ્રભુત્વ મેળવ્યું. અગાધ અભ્યાસ અને તીક્ષ્ણ બુદ્ધિશક્તિથી પ્રીતિપાત્ર બની સૌનાં હૈયાંમાં આદરભર્યું સ્થાન મેળવ્યું.
શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશનની રચનામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા
ઘણાં સુંદર સામાજિક કાર્યો થઈ રહ્યાં છે. સાગર જેવી સમતા અને ઉદારતા, નિખાલસ અને નિર્મોહી વ્યક્તિત્વ, બાળક જેવી મસ્તી અને સરળતા ધરાવનાર આ મુનિશ્રીની લેખનકળામાં પણ એક આગવી સૂઝ-સમજ છે.
- સાધુજીવનને ઉમદા આદર્શ સ્વીકારી આવશ્યક ક્રિયાઓ અપ્રત્તમભાવે કરતા રહીને જ્ઞાન અને તપના વિવિધ ગુણેને અભુત વિકાસ એમનામાં છે. સતત વિહારમાં પણ તેમની સાહિત્યસર્જનની પ્રવૃત્તિ ચાલુ જ હોય.
શાંતમૂતિ જેવા લાગતા પૂજ્ય મુનિશ્રીએ દીક્ષા પર્યાયમાં સાધુ અને સાહિત્યકાર તરીકે સારી નામના મેળવી છે.
તેમના વિનયવિવેક-વત્સલતા અને સંયમજીવનને લાખ લાખ વંદના કરીએ છીએ.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org