________________
શ્રમણભગવત-૨
૭૦૯ સંઘે આદિ સંપન્ન થયાં છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક ચાતુર્માસમાં કઠિન તપશ્ચર્યાઓ થઈ છે. મુંબઈ, અગાસી તીર્થ, શ્રી સિદ્ધક્ષેત્ર આદિને ચાતુર્માસે વિવિધ અનુષ્ઠાન અને તપિત્સથી અવિસ્મરણીય બન્યાં છે. પૂજ્યશ્રી સ્વપરના કલ્યાણમાગે ઉત્તરોત્તર વિકાસ સાધી શાસનપ્રભાવનાનાં મહાન કાર્યો કરતા રહે એવી મનોકામના સાથે પૂજ્યશ્રીને કેટિશઃ વંદના! પૂ. મુનિશ્રી નીતિસાગરજી મહારાજ
કચ્છના મેટા લાયજા ગામે વિશા ઓસવાલ જ્ઞાતિમાં પ્રતિષ્ઠિત અને ધર્મસંપન્ન સુશ્રાવક ખેતશીભાઈને ત્યાં, તેમનાં ધર્મપત્ની પદ્માવતીબેનની કુક્ષીએ સં. ૨૦૦૪ના માગશર વદ ૧૧, એટલે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના દીક્ષાકલ્યાણકનાં દિવસે એક પુત્રરત્નને જન્મ થયો અને ખેતશીભાઈના એ પુત્ર માટે તે દિવસ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવા માટે જાણે કે સંકેતરૂપ બની ગયે! યુવાવસ્થામાં પ્રવેશતાંની સાથે જ ધર્મજિજ્ઞાસાના તીવ્ર ભાવ ઊભરાવા સાથે પૂજ્ય શ્રમણભગવંતેના સતત સમાગમ દ્વારા ધર્મબોધ પામી અધ્યાત્મરુચિ પ્રબળ બની અને આગળ જતાં વૈરાગ્યભાવમાં પરિણમી. અને એક દિવસ ગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વિરલ વિભૂતિ
આત્મજ્ઞાની પૂ. આ. શ્રી કૈલાસસાગરજી મહારાજના ચરણે સમર્પિત બની, મુનિશ્રી નીતિસાગરજી નામ પામી ચારિત્રધર્મને સ્વીકાર કર્યો.
પૂ. મુનિશ્રી નીતિસાગરજી મહારાજે દીક્ષા બાદ સંયમની સાધના, જ્ઞાનની ઉપાસના તથા પૂ. ગુરુદેવેની વૈયાવચ્ચ-ભક્તિમાં એકાગ્ર બની થેડા જ સમયમાં ગુરુકૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પૂજ્યશ્રી ગુરુભગવંતના આદર્શો સંયમજીવનમાં ચરિતાર્થ કરવાના પ્રયત્નપૂર્વક જિનભક્તિ, જીવમૈત્રી આદિ શુભ કાર્યો સાથે પૂ. ગુરુદેવ દ્વારા પ્રતિષ્ઠાદિનાં શાસનપ્રભાવક કાર્યોમાં જોડાઈને સંયમજીવન ચરિતાર્થ કરી રહ્યા છે. હાલ સ્વતંત્ર ચાતુર્માસ કરીને અનેકવિધ ધર્મકાર્યો પ્રવર્તાવી રહ્યા છે. પૂજ્યશ્રીએ ભાવનગર, અમદાવાદ, વડોદરા, પાટણ, શિવગંજ આદિ સ્થળોએ યશસ્વી ચાતુર્માસ કર્યા છે. પૂજ્યશ્રી ઘણી શાંત, સૌમ્ય, સરળ અને જગતને આદર્શ મળે એવું જીવન જીવવાની તીવ્ર ભાવના ધરાવે છે. પૂજ્યશ્રીની આ ભાવનાઓ ચરિતાર્થ થાઓ એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને ભાવપૂર્ણ વંદના !
(સંકલનસૌજન્ય: એક પુણ્યશાળી સુશ્રાવક – હર શાહ ખેતશીભાઈ માંદલ સહપરિવાર (કચ્છ-મેટા લાયજા).
છે : '
.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org