________________
શાસનપ્રભાવક
મુનિશ્રી પૂર્ણયશચંદ્રજી નામ પામી પૂજ્યશ્રીના પ્રથમ શિષ્ય બન્યા. શ્રી લીલાધરભાઈના સુપુત્ર શ્રી પ્રફુલ્લકુમાર મુનિશ્રી પદ્મયશચંદ્રજી બની, પિતામુનિના શિષ્ય અને પૂજ્યશ્રીના પ્રશિષ્ય બન્યા. દસ વર્ષના દીક્ષાપર્યાયમાં અને ત્રીશ વર્ષની યુવાન વયમાં શિષ્ય-પ્રશિષ્યને સુયોગ થતાં પૂજ્યશ્રી દાદાની ઉપમાને પામી ગયા.
- પૂજ્યશ્રીને પુનિત પ્રભાવ પૂર્ણ તેજે પ્રકાશે ત્યાં જ વિધિની વક્રતાને વળી એક વાઘાત થયે. પૂજ્યશ્રી નાની વયમાં કંપવાત-પક્ષઘાતના અસાધ્ય રોગના ભેગ બન્યા. બે વર્ષમાં શરીરનું તેજ હણાઈ ગયું. આવી સ્થિતિમાં યે પૂજ્યશ્રીએ સમતા અને શાંતિ જાળવી રાખ્યાં. આજે સેળ સેળ વર્ષનાં વહાણાં વાઈ ગયાં, છતાં પૂજ્યશ્રીની સમતા અને શિષ્ય-પ્રશિષ્યની સેવામાં સહેજે ફરક પડ્યો નથી. તેઓશ્રીની સેવાની અને શાસનપ્રભાવનાની વિવિધ પ્રવૃત્તિઓની સઘળી જવાબદારી પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી પદ્મયશચંદ્રજી મહારાજ ઉપાડી રહ્યા છે. પૂજ્યશ્રીની ઈચ્છા પૂર્ણ કરવા સાથે ગચ્છની અને શાસનની શોભા વધારી રહ્યા છે. પાલીતાણા, અમદાવાદ, માંડલ, નાગૌર, બીકાનેર, દેશલપુર, નવાવાસ, ડાય, પાયા, અંધેરી, ચેમ્બુર, નાલાસોપારા, ભાયંદર, ખંભાત આદિ સ્થળોએ પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનસેવાનાં ઐતિહાસિક અને અવર્ણનીય કાર્યો થયાં. પ્રત્યેક ચાતુર્માસમાં જપ-તપ-દાન-ભક્તિની અપૂર્વ છોળો ઊછળી. અમદાવાદના ચાતુર્માસ દરમિયાન અનેકવિધ અનુષ્ઠાનેથી શામળાજીની પિળ ગાજી ઊઠી. ત્યાંની સ્થિરતા દરમિયાન ગુરુમંદિર (તૂભીની ૨પમી જાન્તી ૧૮ અભિષેકાદિ દ્વારા ભવ્ય રીતે ઊજવાઈ. માંડલમાં શ્રી પાર્ધચન્દ્ર બાલ-યુવા મંડલની સ્થાપના, હસ્તલિખિત જ્ઞાનભંડારને ઉદ્ધાર અને ઉપાશ્રયને જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યાંથી વિહાર કરી વડીલ ગુરુબંધુ શ્રી વિનોદચંદ્રજી મહારાજની તબિયતના સમાચાર પૂછવા નાગૌર પહોંચ્યા. બહુ ઓછો સમય બંને ગુરુબંધુઓ સાથે રહી શક્યા, ત્યાં વડીલ બંધુની વિદાયને આઘાત આવી પડ્યો. નાગૌરથી જેસલમેર પહોંચ્યા. અહીંની સ્થિરતા દરમિયાન પૂ. શ્રી પાર્ધચંદ્રસૂરિજી મહારાજની પ૦મી જન્મજયન્તી ઊજવવાનું ભવ્ય આયોજન કર્યું અને તે માટે ભારતભરના ગચ્છોને સજજ કર્યા. ચિત્રપ્રદર્શન, પુસ્તકપ્રકાશન, જપ-તપ આદિનાં વિવિધ કાર્યક્રમ યેાયા. ફરી નાગૌર સંઘની વિનંતીને માન આપી ત્યાં ચાતુર્માસ પંધાર્યા. અહીં અનેકવિધ આરાધનાઓ થઈ. મુમુક્ષુ પ્રફુલ્લકુમાર દામજીને ભાગવતી દીક્ષા આપી મુનિશ્રી પાર્શ્વયશચંદ્રજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. કચ્છની ગૌરવગાથા સમાન સુથરી, જખૌ, કઠારાદિ પંચતીથી યાત્રા કરી, મુમુક્ષુ કુ. નીતા ભવાનજી વેરા તથા કુ. નીતા જાદવજી છેડાના દીક્ષા પ્રસંગે મુંબઈ પધાર્યા. અંધેરીના ચાતુર્માસ દરમિયાન શ્રી પાર્ધચન્દ્ર બાલ-યુવા મંડળની સ્થાપના કરી. તપસ્વીઓનું અને વિદ્યાર્થીઓનું તેમની પ્રેરણાથી બહુમાન થયું. સં. ૨૦૪૬માં શત્રુંજય તીર્થની ૯૯ યાત્રાને ૮૦ દિવસને કાર્યક્રમ ગોઠવી શ્રી પાર્ધચંદ્ર ગચ્છને ડકે વગાડી દીધા. સમગ્ર દેશમાં ગચ્છનું નામ ચમકતું અને ચળકતું કરી દીધું ! પૂજ્યશ્રીની સમતા, ગંભીરતા, નિરભિમાનીતા અને વત્સલતાના ગુણ સૌના જીવનમાં મહેકી રહે એ જ મંગલ કામના સહ પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભરી કેટિશઃ વંદના!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org