Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 707
________________ શ્રમણભગવંતો-૨ so૫ કરોડ અબોલ જીવોના અભયદાતા પૂ. મુનિવર્ય શ્રી રાજચંદ્રવિજયજી (નિરાલાજી) મહારાજ પૂજ્યપાદ શાસનપ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યરામસૂરીશ્વરજી મહારાજ (ડહેલાવાળા)ના પરમ વિનયી શિષ્યરત્ન, અહિંસાના પરમ ઉપાસક, જીવદયાના મહાન પ્રભાવક, કરે અબોલ જીવેના અર્ભયદાતા પૂ. મુનિવર્યશ્રી રાજચંદ્રવિજયજી મહારાજ (નિરાલાજી) ત્યાગી, તપસ્વી, વૈરાગી, નીડર અને ક્રાંતિકારી સાધુભગવંત છે. પૂજ્યશ્રીએ સં. ૨૦૪૦માં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કરે છને મોતના મુખમાંથી બચાવવા માટે ભગીરથ પ્રયત્ન આદર્યો હતે. ' આજે “પ્રાણ બચાવો” આંદોલન ચાલુ છે અને આજ સુધીમાં કરે જીને અભયદાન મળી ચૂકયું છે. ઉપરાંત, પૂજ્યશ્રી સારા લેખક છે. તેઓશ્રીએ હિન્દી અને ગુજરાતીમાં ઘણું પુસ્તકનું સર્જન કર્યું છે. એ સર્વ પુસ્તકે બહોળી પ્રસિદ્ધિ પામીને કપ્રિય બન્યાં છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ દાદાની શીતળ છાયામાં, શ્રી સુમતિનાથ પ્રભુની છત્રછાયામાં અને ગુજરાતના જીવદયાપાલક એવા કુમારપાળ મહારાજાની પુણ્યભૂમિ એવી પાટણ નગરીમાં સં. ૧૯૮૩ના ભાઈબીજને દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે. બીજના ચંદ્ર સમાન બાળકનું નામ “રમણીક” રાખ્યું અને રમણીક પણ બીજના ચંદ્ર જેમ દિન-પ્રતિદિન વિકાસ સાધવા લાગે. પરંતુ કર્મના સંગે બાળ રમણકે બચપણમાં જ પિતા કચરાશાહ અને માતા રામબાઈ બંનેની છત્રછાયા ગુમાવી. પણ પુગે ધર્મનિષ્ઠ-તપસ્વિની ફઈબા વીજબાઈની છત્રછાયામાં રમણીકને ઉછેર થવા લાગે. ફઈબાના તપ-ત્યાગના ગુણે બાળપણથી બાળકમાં ખીલવા લાગ્યા અને તેથી રમણીકભાઈને વૈરાગ્યને પાયે મજબૂત થવા લાગ્યું. તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને માધ્યમિક શિક્ષણ શ્રી પાટણ જેન મંડળના છાત્રાલયમાં રહીને પૂર્ણ કર્યું. સેવા, સ્વાર્પણ અને સ્વાશ્રયના ત્રણે ગુણ છાત્રાલયમાંથી પ્રાપ્ત થયા. છાત્રાલયમાં પિતાનાં કપડાં છેવા કે વાસણ માંજવા સુધીનું કામ પતે જ કરતા. સ્વાશ્રયી જીવન એ જ શ્રેષ્ઠ જીવન એવું એ માનતા હતા. પૂજ્યશ્રી બચપણથી જ કાંતિકારી વિચારો ધરાવતા હોવાથી કેઈપણ કાર્ય અડગતાથી, ધીરજથી અને મક્કમતાથી કરતા. એમની રગેરગમાં ધર્મપ્રેમ, પ્રાણ પ્રેમ અને દેશપ્રેમ તરવરતો હતે. સર્વ જીવોને જીવવાને સમાન અધિકાર છે – એ મંત્રને જીવનમંત્ર બનાવ્યું. દેશપ્રેમના દષ્ટાંતમાં, પૂજ્યશ્રીએ વિદ્યાર્થી અવસ્થામાં ઈ. સ. ૧૯૪૨ (સં. ૧૯૮)ની ‘હિંદ છેડે ” ચળવળમાં સક્રિય ભાગ લઈ, એક સેનાનીની અદાથી કામ કર્યું હતું. તેઓશ્રીએ સંસારી જીવનમાં સને ૧૯૪૫ (સં. ૨૦૦૧)માં અભ્યાસ પૂર્ણ કરી, ધંધાર્થે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. કઈ સગાની ઓફિસમાં કામગીરી શરૂ કરી. સને ૧૯૪૬માં પાટણના ઝવેરી મણિબેન જેશીંગભાઈ બાપુલાલની સંસ્કારી પુત્રી ચંદ્રાવતીબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. તેમને મહેશ, રજની અને કમલેશ નામે ત્રણ પુત્ર છે. ૮૯ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726