________________
શ્રમણભગવંતે-૨
so૧
પૂ. મુનિરાજશ્રી જયપ્રભવિજયજી (શ્રમણ) મહારાજ
પૂ. મુનિરાજશ્રી ય પ્રવિજયજી મહારાજને જન્મ સં. ૧૯૯૩ના પિષ વદ ૧૦ના દિવસે જાવરા (મધ્યપ્રદેશ)માં થયું. પિતાનું નામ ભેરૂમલજી ઘાડીવાલ, માતાનું નામ પ્યારીબાઈ અને તેમનું જન્મનામ કાંતિલાલ હતું. તેમની ત્રણ વર્ષની વયે માતાને સ્વર્ગવાસ થયો. તેમણે જાવરાની શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળામાં અભ્યાસ કર્યો. મોટાભાઈ શાંતિલાલ અને મોટીબહેન માંગીબાઈએ દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દેવેન્દ્રવિજ્યજી અને સાધ્વીશ્રી- પુષ્પાશ્રીજી નામે ત્યાગધર્મને દીપાવતાં, કાંતિલાલને પણ ત્યાગધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા પ્રાપ્ત થઈ અને સં. ૨૦૧૦ના મહા સુદ ૪ના દિવસે સિયાણ (રાજસ્થાન)માં પૂ. આ. શ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરતાં મુનિશ્રી જયપ્રભવિજ્યજી નામે જાહેર થયા.
દીક્ષા બાદ તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગમાં એકાગ્ર બની ગયા. અઠ્ઠાઈ માસક્ષમણ વગેરે તપશ્ચર્યા તથા શ્રી સિદ્ધાચલની ૯૯ યાત્રા કરી. જ્ઞાનાભ્યાસમાં સંસ્કૃત, પ્રાકૃત, પાલી વગેરે ભાષા સાથે જોતિષશાસ્ત્રને પણ ઊંડે અભ્યાસ કર્યો. તેઓશ્રીએ તેમાં નિપુણતા મેળવી અનેક રચનાઓ પણ કરી, જેમાં દિનશુદ્ધિ-દીપિકા, શ્રી મુહૂર્તરાજ, આરંભસિદ્ધિ, વિહાર વિહંગાવલેક્સ, યતીન્દ્ર સ્વાધ્યાયપુષ્પ વગેરે છે. આ ઉપરાંત પૂજ્યશ્રી અવારનવાર સામયિકમાં લેખ લખતા રહ્યા છે. તેઓશ્રીએ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર વગેરે પ્રદેશમાં વિહાર કર્યો છે. તેમાં આહર, બાગર, સિયાણા, ભીનમાલ, ધાણસા, સાંથ, જાવરા, ખાચરર, રાણાપુર, નિમ્બાહેડા, પાલીતાણા, વારાણસી આદિ સ્થાનમાં ચાતુર્માસ કરી સુંદર ધર્મારાધના કરી-કરાવી છે. ઈ. સ. ૧૯૮૯ભાં વારાણસીમાં શ્રી કાશી પંડિત સભા દ્વારા તેમને “તિષાચાર્યની પદવી અને અભિનંદન-પત્ર અર્પણ કરવામાં આવ્યાં. કાશીમાં જૈન મુનિનું સન્માન થવું તે પૂજ્યશ્રીના
તિષ વિષયના ગહન જ્ઞાનને પરિચય આપે છે. આજ સુધીમાં મુનિરાજશ્રીએ સેંકડો મુહૂર્તો પ્રદાન કરીને, અનેક ધર્મકાર્યો નિવિદને પાર પડાવીને જ્યોતિષ વિષયમાં યશ પ્રાપ્ત કર્યો છે. પાલીતાણામાં શ્રીમદ્ વિજયવિદ્યાચંદ્રસૂરિ ટ્રસ્ટની સ્થાપના અને તે અંતર્ગત વિદ્યાવિહારબાલીભવનનું નિર્માણ પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલ છે. એ જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણાથી
શ્રીમદ્ યતીન્દ્રસૂરીરિજી શ્રવણોપાસક ટ્રસ્ટની સ્થાપના થઈ છે, જેના દ્વારા અનેકવિધ સમાજોત્કર્ષક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પૂજ્યશ્રીના એક શિષ્ય મુનિશ્રી હિતેષચંદ્રવિજયજી શ્રેયસ” પણ સંયમજીવન દીપાવી રહ્યા છે. એવા શાસનપ્રભાવક મુનિવરને ભાવભીની વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org