________________
Goo
શાસનપ્રભાવક
સુદ ૬ને શનિવારે ૫–૧પ કલાકે સાંજે નમસ્કાર મહામંત્રનું સ્મરણ–શ્રવણ કરતાં કરતાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં કાળધર્મ પામ્યા.
પૂ. મુનિરાજશ્રી પુણ્યદયવિજયજી મહારાજ અત્યારે રાજસ્થાનના ગોલવાડ પ્રદેશમાં એક વિશિષ્ટ શાસનપ્રભાવક તરીકે પ્રસિદ્ધ છે. તેઓશ્રીએ જીવનને મોટો ભાગ રાજસ્થાનનાં નાનાં નાનાં ગામડાંઓમાં વિહાર કરીને અપૂર્વ ધર્મજાગૃતિ લાવવામાં વિતાવ્યા છે. તેઓશ્રીની નિશ્રામાં બારે માસ ધર્મ મહોત્સવે ઊજવાતા રહે છે. શાંત સ્વભાવ, આરાધનાપ્રિય વ્યક્તિત્વ, સરળ સચોટ વ્યાખ્યાનશૈલી, સંઘને હંમેશાં પ્રગતિમાન રાખવાની ભાવના આદિ ગુણ ધરાવતા પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં સૌના પ્રીતિપાત્ર બની રહે છે. વંદન હજો એ પરમ શાસનપ્રભાવક મુનિએલડીને !
પૂ. મુનિરાજશ્રી મહાભદ્રસાગરજી મહારાજ
ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક વેજલપુરમાં જૈનધર્મના અનુરાગી સબુરદાસ મહાસુખલાલના કુટુંબમાં માતા ધીરજબેનની કુક્ષીએ સં. ૧૯૯૫ના ચૈત્ર સુદ ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે; જેનું નામ મહેન્દ્ર પાડ્યું. પાંચ ધેરણનું વ્યાવહારિક શિક્ષણ લીધું ત્યાં મહેન્દ્ર પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ અને પૂ. મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજના પરિચયમાં આવતાં સંયમને અનુરાગ જ. પિતાજીએ અનુમતિ આપતાં સમેતશિખરજીની યાત્રા કરીને, ૧૩ વર્ષની નાની વયે, સં. ૨૦૦૭માં દીક્ષાની ખાણ છાણમાં, દિપચંદભાઈ નામના શ્રાવકે વર્ષીદાન દેતાં સંયમ સ્વીકાર્યું. પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે મુનિશ્રી મહાભદ્રસાગરજી નામ આપી પિતાના શિષ્ય જાહેર કર્યા.
પૂ. ગુરુમહારાજ પાસે રહી પશમ પ્રમાણે અભ્યાસ કરતાં અને સંયમજીવનને સુયોગ્ય વિકાસ સાધતા જોઈ મુનિશ્રી અમરેન્દ્રસાગરજી અને મુનિશ્રી મહાભદ્રસાગરજી - બંનેને સ્વતંત્ર ચોમાસું કરવા આજ્ઞા આપી. તેઓશ્રીએ જૈનસંઘના ભાવિ વારસદારો પર ઉપકાર કરવા પિતાની બુદ્ધિશક્તિથી બાળક-બાલિકાઓના શિક્ષણ માટે “સામૂહિક સામાયિક નામની એક સુંદર પ્રવૃત્તિ સંઘના સહકારથી ૧૧ વર્ષ સુધી ચલાવી. સાથોસાથ પૂ. વડીલ ગુરુભ્રાતાના સાથસહકારથી જૈનસંઘમાં જેની ઘણી જ માંગ અને ઉપયોગિતા છે તેવું “વિધિસંગ્રહ” નામનું પુસ્તક ત્રણ વખત પ્રકાશિત કર્યું. ત્યાર બાદ, પાલીતાણા સ્થિરતા દરમિયાન શ્રી શુભશીલગણિકૃત ૧૪૨૨૪ ગાથાના પ્રમાણવાળા, ૧૧૦ વાર્તાવાળા “શ્રી શત્રુંજયકલ્પ” નામના સંસ્કૃત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કરી, હજાર-હજાર પૃષ્ઠના બે ભાગ અપ સમયમાં પ્રકાશિત કરવા સજજ થયા. આવી રીતે, ધર્મપ્રભાવનાનાં નક્કર કાર્યો પ્રવર્તાવતાં, સંયમની અનુપમ આરાધના કરતાં, ચારિત્રધર્મને દીપાવી રહ્યા છે. ૪૩ વર્ષને દીર્ઘ સંયમપર્યાય સુગ્યપણે ભેળવીને સુંદર આરાધના દ્વારા ચારિત્રને ઉજજવળ બનાવી રહેલા મુનિવર સ્વાધ્યપૂર્ણ દીર્ધાયુ પામી અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો માટે પ્રેરણાદાતા બની રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિ કોટિ વંદના ! (સંકલન : દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ અમદાવાદ) -
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org