________________
શાસનપ્રભાવકે
પૂ. મુનિરાજશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજ
સં. ૧૯૭૨માં, જેસર-રાજપરામાં, મામાના ઘરે માતુશ્રી ઝબકબહેનની રત્નકુક્ષીએ જન્મ લીધે. એમનું નામ અમરચંદ પાડવામાં આવ્યું. પિતા દેવચંદભાઈ આજીવિકા માટે કાઠિયાવાડમાંથી સુરત આવીને વસ્યા હતા. તેથી અમરચંદનું બાળપણ ત્યાં વિત્યું. વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ અને સંસ્કારનું બીજા પણ સુરત જેવી પુણ્યમયી નગરીમાં થયું. તેઓશ્રીના વડીલ ભાઈ હીરાચંદે કુટુંબની આર્થિક જવાબદારી અદા કરીને પૂ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે સં. ૧૯૮૪માં અમદાવાદમાં સંયમ ગ્રહણ કર્યું હતું. અને તેઓશ્રી આગળ જતાં પિતાની જ્ઞાનપ્રાપ્તિની તમન્ના અને તત્પરતાને લઈને વિકાસ સાધીને સાગરસમુદાયના ગચ્છાધિપતિપદ સુધી પહોંચ્યા હતા. એ વડીલ ભ્રાતા પાસે સં. ૧૯૯૦માં શ્રી સિદ્ધાચલ તીર્થભૂમિમાં પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે શ્રી બાબું પન્નાલાલની ધર્મશાળામાં દીક્ષા ગ્રહણ કરીને, સંસારપણે વડીલ ભાઈ પૂ. શ્રી હેમસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી અમરેન્દ્રસાગરજી નામથી સંયમમાર્ગે પ્રયાણ આદર્યું.
પહેલેથી જ તેઓશ્રીના જીવનમાં શ્રુતભક્તિ અને વ્યવસ્થાશક્તિ અદ્દભુત હતાં. તેથી જ તેઓશ્રી પોતાના જીવનમાં મુંબઈ સાન્તાકઝ, ઘાટકોપર-સંઘાણી એસ્ટેટ અને ગોધરાપંચમહાલ – આ ત્રણ સ્થળમાં મોટા જ્ઞાનભંડાર બનાવીને શ્રીસંઘને સમર્પણ કરી શક્યા. આ સિવાય પણ પૂજ્યશ્રીમાં રહેલ જ્ઞાનોપયોગી વિવિધ પુસ્તક પ્રકાશન કરવાની આગવી કળાને લીધે સરળ પંચપ્રતિક્રમણ વિધિ, જેની ત્રણ આવૃત્તિ થઈ એવું “વિધિસંગ્રહ’ પુસ્તક પ્રગટ કરેલ છે. આ સિવાય બીજાં ઘણાં પુસ્તક પ્રકાશિત કર્યા છે. સંયમી આત્માઓ સંયમપાલન કરતાં કરતાં વૃદ્ધ થાય ત્યારે શું? તેઓ વિહાર કરી શકે નહિ, અને કઈ સંઘ કાયમ માટે તેઓને રાખે નહિ ત્યારે તેઓના સંયમજીવનની આરાધનાનું શું ? એ માટે ખૂબ મનોમંથનને અંતે “શ્રી શ્રમણ સ્થવિરાલય આરાધના ટ્રસ્ટ” નામનું એક સુંદર નાનકડું ટ્રસ્ટ સ્થાપન કર્યું અને એના ઉપક્રમે પાલીતાણની તીર્થભૂમિમાં “શ્રી શ્રમણ વિરાલય આરાધના ભવન” નામનો ઘરદેરાસરની સગવડતાવાળો એક નાનકડો ઉપાશ્રય બનાવરાવ્યો, જેમાં હાલ તેઓશ્રી તથા અન્ય મુનિભગવંતે બિરાજે છે અને જ્ઞાન–થાન કરી રહ્યા છે. પૂજ્યશ્રીની મંગલ નિશ્રામાં તેમના નાના ગુરુભાઈ મુનિશ્રી મહાભદ્રસાગરજી સં. ૧૫૧૮માં શ્રી શુભશીલગણિએ રચેલ શ્રી શત્રુંજય તીર્થ સંબંધી “શ્રી શત્રુંજ્ય કલ્પવૃત્તિ” ૧૪૨૨૪ કલેકપ્રમાણ ગ્રંથનું સંપૂર્ણ ભાષાંતર કરીને પ્રકાશન કરી રહ્યા છે. આ ગ્રંથ અદ્ભુત છે.
આવી રીતે સંયમપાલન કરતાં, જ્ઞાન-ધ્યાન કરતાં અને અન્ય જીવોને સહાયક બનતાં તેઓશ્રીના દીક્ષાપર્યાયમાં પંચાવન વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે. એટલે શાસ્ત્રની દષ્ટિએ તેઓશ્રી વયસ્થવિર કહી શકાય. છતાં પણ તેમના જીવનમાં મોટાઈ ને ઠઠારે નથી. પ્રચાર-જાહેરાત-જાહેર ખબરની ઝંઝટ નથી. શિખે કે પરિવારવૃદ્ધિની તમન્ના નથી. શાંતિથી સંયમજીવન વિતાવ્યે જાય છે. આવા, પાયામાં ઈંટ બનીને પુરાઈ જનારા મુનિઓ વડે જ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org