________________
શ્રમણુભગવંતો-૨ એમનું અનેખું જીવન છે. તેમની વસ્તૃત્વશક્તિ અનુભૂતિને વિષય છે. એક અનુપમ આકર્ષણ અને અભુત સહજતાને અનુભવ તેમને સાંભળવાથી થાય છે. તેમની વાણીમાં આગમની પંક્તિઓ પ્રગટ થતી રહે છે, સાથે સાથે દ્રવ્યાનુગના પ્રૌઢ વ્યાખ્યાતા શ્રી દેવચંદ્રજી મહારાજનાં સ્તવને, યોગીરાજજી આનંદઘનજીનાં પદો વગેરેનું સરળ ઢંગથી દર્શન તેમની વાણીમાં થાય છે.
તેમના હાથે અત્યાર સુધીમાં બાવન જેટલી પ્રતિષ્ઠાએ સંપન્ન થઈ અનેક પદયાત્રા સંઘે કઢયા, ઉપધાનાદિ તપસ્યાનાં અનેક કાર્યો થયાં. પૂ. મુનિજીએ ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત શાંતિની પ્રાપ્તિને સન્માર્ગ બતાવ્યું. એમનું પ્રેરક માર્ગદર્શન અને સાન્નિધ્ય શ્રીસંઘને સદૈવ મળતું રહે એવી પ્રાર્થના છે. જયપુરમાં તેમની નિશ્રામાં ઉપધાનતપ ખૂબ જ આનંદપૂર્વક સંપન્ન થયેલ. આવા પરમ ઉપકારી પૂ. ગુરુદેવનાં ચરણોમાં કોટિ કોટિ વંદના.
પૂ. શ્રી જયાનંદમુનિજીના શિષ્ય કુશલમુનિ (૨૦૪૮ શ્રી ચાતુર્માસ સમિતિ-બ્રહ્મચર્યાશ્રમ-પાલીતાણાના સૌજન્યથી)
પૂ. પ્ર. મુનિવર્યશ્રી હરીશભદ્રવિજયજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૯૨ના ચૈત્ર સુદ ને દિવસે પૂનામાં, શા અમૃતલાલ ભાગચંદના ઘરે થયે. પૂ. સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી મહારાજના સંસારીપણે તેઓ પોતા પુત્ર છે. એ દર્શાવે છે કે તેઓશ્રીએ બાળપણથી જ ધાર્મિક અભ્યાસ અને પ્રવૃત્તિઓમાં વિશેષ રસ દાખવ્યું હશે, જે કાળક્રમે દઢમૂળ થતાં પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ભાવના થઈ હશે. પરિણામસ્વરૂપ, ૧૩ વર્ષની વયે સાહિત્યભૂષણ પૂ. મુનિવર્યશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૦૫ના મહા વદ પાંચમને દિવસે મુરબાડ મુકામે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હરીશભદ્રવિજ્યજી મહારાજ તરીકે જાહેર થયા.
ગુરુનિશ્રામાં સ્વાધ્યાયતપને અદ્દભુત વિકાસ સાથે. સંસ્કૃત-પ્રાકૃત શાસ્ત્રના ગહન અભ્યાસે બુદ્ધિપ્રતિભાને પણ અદ્ભુત વિકાસ સાધ્યો. પરિણામે, વિવિધ પ્રકારના ધર્મ સાહિત્યના સર્જક બન્યા. તેઓશ્રીએ “જીવવિચાર” અને “નવતત્વ નવકાર મહામંત્ર આદિનાં સચિત્ર પાંચ પ્રકાશન કર્યા. ધર્મવિષયક અન્ય અંગ્રેજી, મરાઠી, હિન્દી, ગુજરાતી ભાષાનાં પચ્ચીસ જેટલાં પુસ્તક પ્રકાશિત કર્યા. નવજીવન ગ્રંથમાળા દ્વારા અનેક ભાષામાં અનેક ગ્રંથોનું પ્રકાશન કર્યું. પૂનાની શ્રી જેન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠના ઉપકુલપતિ તરીકે રહ્યા. પાઠશાળાઓ, પિસ્ટલ ટયુશને, પ્રવચન, શિબિરો, જિજ્ઞાસાપ, વાર્તાલાપ દ્વારા યુવાન વર્ગમાં ધર્મજાગૃતિ લાવવાનાં અભિયાન ચલાવ્યાં. આવી પ્રશંસાપાત્ર પ્રવૃત્તિઓના પ્રાજક તરીકે પૂજયશ્રીને સં. ૨૦૩૭માં ભીવંડી મુકામે ઉપધાન પ્રસંગે “પ્રવર્તક 'પદ તથા સં. ૨૦૪૬માં બોરીવલી-કાર્ટર રેડ સંઘના ઉપક્રમે સાહિત્યોપાસક'પદવી યુગપ્રભાકર પૂ. આ. શ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આપવામાં આવ્યાં. પૂજ્યશ્રી સ્વાથ્યપૂર્ણ આયુષ્ય ભેગવી શાસનપ્રભાવક કાર્યો કરતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશઃ વંદના ! શ્ર, ૮૮
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org