________________
શ્રમણભગવતો-૨
પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી નિરંજનવિજયજી મહારાજ
| સરળ અને રેચક શૈલીમાં લગભગ ૧૫૦ થી વધુ કથાપ્રધાન પુસ્તકો લખીને જૈનજગતમાં-સર્વ સાધારણ મનુષ્યમાં પણ ધર્મ જાગૃતિ લાવનાર મુનિશ્રી નિરંજનવિજયજી મહારાજ એક વિરલ વિભૂતિ છે. ૫૪ વર્ષ પહેલાં શ્રી કદમ્બગિરિ મહાતીર્થ ખાતે ૧૭ વર્ષની કુમારયે પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પુનિત કરકમળ દીક્ષા ગ્રહણ કરીને વડીલબંધુ મુનિશ્રી ખાંતિવિજયજી મહારાજના શિષ્ય બન્યા. પૂ. દાદાગુરુદેવના આશીર્વાદ સાથે સ્વસાધના અને જનજાગૃતિની પ્રવૃત્તિઓને આરંભ કર્યો. દીક્ષા પર્યાયના ૫૫ વર્ષમાં અને ૭૦ વર્ષના આયુષ્યકાળમાં પૂજ્યશ્રીએ જ્ઞાન–ધ્યાન અને સાહિત્યસર્જનના ત્રિવેણી સંગમ પર સંયમજીવનને ધન્ય બનાવ્યું. નાનાં ગામડાંથી માંડીને મોટાં શહેર સુધીમાં વિચરીને સમગ્ર સમાજનો આદર પ્રાપ્ત કર્યો. તેઓશ્રીની પ્રેરણાથી આશરે ૨૫૦ જેટલી જૈન પાઠશાળાએ સ્થપાઈ. અનેક ધર્મારાધનાઓ અને પૂજા-મહોત્સવને પ્રેરણા મળી. ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાને, વાર્તાલાપ, શિબિરનું આયોજન કરીને અસંખ્ય યુવાનને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા કર્યા. રાજસ્થાનનાં અનેક ગામોમાં વિચરતાં ત્યાંનાં કુસંપ અને પક્ષાપક્ષીને મિટાવીને શાંતિ-સુલેહ-સહકારની ભાવના જગાવી. આજે જેફ વયે પણ દર્શન માત્રથી કે ચર્ચાવિચારણાથી અનેક ભવ્યાત્માઓને ધર્મમાગે દેરી રહ્યા છે, એવા એ મહાન શાસનપ્રભાવક મુનિવર્યને કેટિ કેટિ વંદના !
ત્યાગ અને તપસ્યાના કર્મઠ યોગી પુરુષ પૂજ્ય મુનિશ્રી જયાનંદમુનિજી મહારાજ સાહેબ
તીર્થકરો અને શ્રમણભગવતેને જન્મ આપનારી પુણ્યભૂમિ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં મુન્દ્રા નામનું નગર છે. મુન્દ્રા ભદ્રેશ્વર તીર્થથી માત્ર બાર માઈલ દૂર છે.
જ્યાં શિખરબંધી મંદિર અને દાદાવાડી છે. આ ગામમાં ખરતરગચ્છ સંઘના સુશ્રાવક શ્રી દામજીભાઈ તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંચલબાઈ ધર્મધ્યાનથી રહેતાં હતાં. શ્રી દામજીભાઈના પૂર્વાધિકારીઓ જેસલમેરના રહેવાસી હતા, જે વેપાર હેતુથી પ્રથમ વેરાવળ ગયા અને પછી આઠ-દશ પેઢી પહેલાં મુન્દ્રા આવીને વસવાટ કર્યો. શ્રી દામજીભાઈ શરાફ તથા દલાલીનું સારું કામકાજ કરતા હતા.
શ્રી દામજીભાઈને ચાર પુત્રરત્નો હતા, જેમાં ચોથા પુત્રનું નામ શ્રી જયસુખભાઈ હતું. તેમને જન્મ ભાદરવા સુદમાં સંવત ૧૯૦માં થયે હતો.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org