Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 695
________________ શ્રમણુભગવંતે-૨ કેઈ અકથ્ય સંકેત પાઠવતું હતું. પુત્રનું નામ જયંતીલાલ રાખ્યું. બાળપુષ્પની અર્ધ વિકસિત સ્થિતિમાં પિતાનું સ્વર્ગગમન થયું. દાદા-દાદી અને માતાના સંસ્કારે યંતીલાલનું ભાવિ ઘડાવા લાગ્યું. “પુત્રનાં લક્ષણ પારણામાંથી” એ ન્યાયે બાળકમાં સુસંસ્કારનાં દર્શન થવા લાગ્યાં. પ્રાથમિક શિક્ષણ ચાર ઘેરણ સુધી સ્થાનિક વિદ્યાલયમાં લીધું. ઘરનું વાતાવરણ જિનેન્દ્રભક્તિમય હતું, શાસન પ્રત્યે અનુરાગ અને સંસાર પ્રત્યે ઉદાસીન ભાવવાળું હતું. વાતાવરણની અસર બાળ જયંતીલાલ પર પણ થવા લાગી. પૂર્વ ભવના સંસ્કાર અને કુટુંબના વાતાવરણને સુમેળ જામે. વિરાગતાને પ્રોત્સાહિત કરનારાં એક પછી એક નિમિત્તો મળતાં ગયાં. એમાં મોટાં ફઈબાની દીક્ષા થઈ (પૂ. સાધ્વીશ્રી નેહલતાશ્રીજી). ત્યાર બાદ દાદીમા અને નાનાં ફઈબાની દીક્ષા થઈ (પૂ. સા. શ્રી ભાગ્યલતાશ્રીજી અને પૂ. સા. શ્રી ભવ્યગુણશ્રીજી). આ સર્વ નિમિત્તોએ જયંતીલાલને વૈરાગ્ય દઢ બનતો ચાલ્યો. સંયમનાં ઉપકરણે જઈ નાચી ઊઠતાં અને સંસારનાં અધિકરણો જોઈ ઉદાસીન બની જતાં જયંતીલાલને સં. ૨૦૨૦ની એક મધ્યરાત્રિએ સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નાનુસાર સં. ૨૦૨૦ના વૈશાખ વદ પાંચમના શુભ દિને બીકાનેરમાં, દાદા અમીચંદજીની અનુમતિથી, જૈનધર્મદિવાકર, મરુધર દેશદ્વારક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું, પરમ તારક ભાગવતી પ્રત્રજ્યા અંગીકાર કરી, જાવાલના બાળ જયંતીલાલ બાળમુનિ શ્રી જિનેત્તમવિજયજી બન્યા. માતા દાડમીબાઈની દીક્ષા પણ સાથે જ થઈ તેઓ પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી બન્યાં. ત્યાર બાદ, ગોદ્વહન કરાવી પૂજ્યશ્રીની વડી દીક્ષા સં. ૨૦૨૦ના અષાઢ સુદ ૧૦ને દિવસે મેવાડની રાજધાની ઉદયપુરમાં થઈ. સં. ૨૦૩૦માં દાદા અમીચંદજીની પણ દીક્ષા થઈ. તેઓશ્રી મુનિ અરિહંતવિજયજી બન્યા. જાવાલ સ્થિત મકાનનું “અરિહંત-જિનેત્તમ જ્ઞાનમંદિર” રૂપાંતર કર્યું. કુશાગ્ર બુદ્ધિ અને ગુરુદેવની કૃપાથી વિવિધ ગ્રંથ અને શાસ્ત્રને અભ્યાસ કરી, સાહિત્યના અધ્યયન-ચિંતનથી સુમધુર પ્રવચનકારની ખ્યાતિ પામ્યા. પૂ. ગુરુદેવની કૃપાથી વિભૂષિત અને ગુરુદેવના કાર્યકલાપ માર્ગદર્શન અને સાંનિધ્યમાં અનેક ધર્માનુષ્ઠાને, પ્રતિષ્ઠા ઉપધાનતપ, મહેન્સવાદિ તેમ જ સમાજના નૈતિક-આધ્યાત્મિક ઉત્થાનનાં શુભ કાર્યોનું પણ સંચાલન કરી રહ્યા છે. તેઓશ્રીના શુભ માર્ગદર્શને “સુશીલસંદેશ” માસિક પત્રિકા પાંચ * વર્ષથી પ્રકાશિત થઈ રહી છે, જે જનતામાં ખૂબ પ્રિય બની ચૂકી છે. પૂજ્યશ્રીની લેખનશૈલી સરળ અને સચોટ છે. તેઓશ્રીને સરળ સ્વભાવ યુવાન વર્ગનું આકર્ષણ છે. પૂજ્યશ્રી સં. ૨૦૪૬ના માગશર સુદ ૬ના દિવસે સેજિત સિટીમાં ગણિપદથી અલંકૃત થયા અને સં. ૨૦૪૬ના જેઠ સુદ ૧૦ના દિવસે જન્મભૂમિ જાવાલમાં પંન્યાસપદથી વિભૂષિત થયા. યુવાનોને જચી જાય તેવી રોચક શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાને લીધે પૂજ્યશ્રી અત્યંત લોકપ્રિય બન્યા છે. સહજ કાર્યદક્ષતાથી શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી રવિચંદ્રવિજયજી પણ અનુપમ ભક્તિ અને અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને ગુરુનિશ્રાએ વિહરતાં શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સહગ આપી રહ્યા છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726