Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 694
________________ શાસનપ્રભાવક પૂ. પંન્યાસશ્રી ચંદ્રાનનસાગરજી મહારાજ શ્રી શંખેશ્વર તીર્થના સમીપવતી આદરિયાણું ગામમાં પિતા પૂનમચંદ અને માતા દિવાળીબેનના કુળદીપક રૂપે સં. ૨૦૧૫ના ભાદરવા સુદ એકમને દિવસે જન્મ પામેલા ચંદ્રકાંતભાઈ માત્ર ૧૨ વર્ષની થનગનતી તેફાની ઉંમરમાં વૈરાગ્યને રંગ અને સાધુતાને સંગ સજીને પૂ. આ. શ્રી દર્શન સાગરસૂરિજી મહારાજનાં કરકમળમાં, તેઓશ્રીના પટ્ટવિભૂષક અને ભાઈ ચંદ્રકાન્તના સંસારી કાકી આ. શ્રી નિત્યદયસાગરસૂરિજી મહારાજના શિષ્ય રૂપે સંયમ ધર્મ સ્વીકારી મુનિશ્રી ચંદ્રાનનસાગરજી તરીકે સં. ૨૦૨૭ના જેઠ વદ ૧૧ને દિવસે ઘેષિત થયા. સંયમજીવનનો શુભારંભ પિતાના દાદા અને કાકા ગુરુમહારાજના માર્ગદર્શન નીચે સંસ્કૃત, પ્રાકૃત, જ્યોતિષ, મંત્રશાસ્ત્રના ગ્રંથમાં દત્તચિત્ત બની સમર્થ જ્ઞાતા બન્યા. શાસ્ત્રાભ્યાસ, તત્ત્વરુચિ અને સાહિત્યપ્રીતિની સાથે પાંચ પાંચ વરસીતપ કરી, પિતાના આંત૨વ્યક્તિત્વને ખીલવવામાં સહભાગી થયા. ગુરુદેવના કૃપાપાત્ર અને સંઘના ભાવિ કૌશલ્યના સ્થંભ સમાન મુનિવર સં. ૨૦૩૮ના માગશર સુદ પાંચમે ગણિપદવીથી વિભૂષિત થયા અને પાંચ શિષ્યના ગુરુ થયા. મધુર વાણી દ્વારા માનવીનાં મન મેહી લેતા પ્રવચનસુધા વરસાવી શ્રેતાઓનાં આંત જીવનને ઉજજવળ બનાવતા ગણિવરે પિતાની પ્રેરણાથી “દિવ્યાનંદ જ્ઞાનમંદિર વર્ધમાનદર્શન ફાઉન્ડેશન”, “વર્ધમાનદર્શન આરાધક ટ્રસ્ટ” અને “આગમોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરી. જેનશાસનની અનેકવિધ પ્રવૃત્તિઓ – ઉપધાન, ઉજમણાં, પ્રતિષ્ઠા અને ધાર્મિક પુસ્તકનાં પ્રકાશન, પ્રેરણાદાયી શિબિર દ્વારા લેકસમૂહમાં સંસ્કારોનું સિંચન, જાપ અને ધ્યાન દ્વારા લેકકલ્યાણ આરાધના કરી હજારો ભક્તોમાં ને આખા રાજસ્થાનમાં અતિ લોકપ્રિય બનનાર ગણિશ્રીનું હૃદય અપાર કરુણાથી છલકાતું વિશાળ છે. સદા પ્રસન્ન મુદ્રા અને હાલ વેરતાં વચનો અને અમી વર્ષાવતી આંખે દ્વારા સમગ્ર જૈન સમાજના માનીતા બનનાર ગણિવરને, માત્ર ૩૩ વર્ષની વયે બૃહદ્ મુંબઈના જૈનસંઘ અને રાજસ્થાની ભક્તોએ લાખની બોલીઓ બોલવા દ્વારા પંન્યાસપદથી વિભૂષિત કર્યા છે. શાસનના ભાવિ સિતારા અને સંઘની આશાના મિનારા પંન્યાસજી મહારાજનું આ દર્શન ઉત્તરોત્તર વૃદ્ધિગત થાઓ અને દિવ્યાનંદને પ્રગટ કરનારું થાએ એ જ મનેકામનાઓ સાથે પૂજ્યશ્રીને કેટિ કોટિ વંદના ! — પૂ. પંન્યાસશ્રી જિનેત્તમવિજયજી મહારાજ પરમાત્માના પુનિત પગલે પાવન થયેલી રાજસ્થાનની પુનિત ધરતી પર અર્ધમંડિત શત્રુંજય સમ સેડામણ સિહી જિલ્લામાં આવેલા જાવાલ નગરમાં, ધર્મનિષ્ઠ પ્રાગ્વટ પરિવારમાં સં. ૨૦૧૮ના ચૈત્ર વદ ૬ના દિવસે, પિતા ઉત્તમચંદજી અમીચંદજી મરડિયા અને માતા દાડમીબાઈને ત્યાં પુત્રરત્નને જન્મ થયો. તેમનું વિશાળ લલાટ અને ચમકતું ભાલ ભાવિને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726