________________
શ્રમણભગવંતો-૨
શાસનની ઇમારત અડીખમ ઊભી છે ! ત્યાગમાર્ગે વળેલા તેમના સંસારી કુટુંબની ગૌરવમય વિગત આ પ્રમાણે છે : પિતાના દીક્ષિત પિતા-મુનિશ્રી દેવસાગરજી મહારાજ. પિતાના ગુરુ અને વડીલ ભાઈ – પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ. પિતાનાં વડીલ ભગિની-સાધ્વીશ્રી દિનેન્દ્રશ્રીજી. પિતાનાં લઘુભગિની-સાધ્વી શ્રી હર્ષલતાશ્રીજી. પૂજ્યશ્રી સ્વાધ્યપૂર્ણ જીવન દ્વારા શાસનપ્રભાવક કાર્યો માટે પ્રેરણું આપતા રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કેટિશઃ વંદના !
( સંકલનઃ મુનિશ્રી મહાભદ્રસાગરજી મહારાજ.)
w
પૂ. મુનિશ્રી પુણ્યદયવિજયજી મહારાજ
પૂ. મુનિશ્રી વિમલપ્રભવિજયજી મહારાજ
મારવાડમાં જવાઈબંધ નદીના કિનારે, અમદાવાદ-દિલ્હી હાઈવે પર આવેલા સિરોહીથી ૨૫ કિ.મી. અને શિવગંજથી ૧૨ કિ. મી. દૂર આવેલું પિસાલિયા નામનું નગર પૂ. સાધુસાધ્વીજી મહારાજના આવાગમનથી તપભૂમિ સમાન તીર્થરૂપ લાગે છે અને શ્રીસંઘને વૈયાવચ્ચને અપૂર્વ લાભ મળતો રહે છે. આવી ધર્મપુરીમાં વસતા ધર્મનિષ્ઠ સવાલ જૈન પરિવારમાં પિતા હીરાચંદજી અને માતા ધાપુબેનની કુક્ષીએ સં. ૧૯૭૭ના અષાઢ વદ ૧રને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. આ પરિવારમાં ધર્મભાવના વિશેષ હતી. ચાર અંગ્રેજી સુધીનું વ્યાવહારિક શિક્ષણ લઈને સં. ૧૯૯૫માં સંસારીપણે વડીલ બંધુ પૂ. શ્રી પુણ્યદયવિજ્યજી મહારાજને વંદન કરવા, ચાતુર્માસમાં, કેલ્હાપુર ગયા. ત્યાં તેમને સંસારની અસારતા અને કર્મની વિચિત્રતા પર ઉપદેશ પ્રાપ્ત થયે. પૂર્વભવની આરાધના અને લઘુકમી હોવાથી તેમનામાં ત્યાં જ દીક્ષા ગ્રહણ કરવાની દઢ ભાવના જન્મી. સં. ૧૯૯૬ના અષાઢ સુદ ૯ને શુભ દિને પૂનામાં પરમ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મમૂર્તિ પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રીના શિષ્ય મુનિશ્રી વિમલપ્રવિજયજી મહારાજ નામે જાહેર થયા.
સંયમ સ્વીકારીને જ્ઞાન–ધ્યાનમાં લીન બની ગયા અને ટૂંક સમયમાં જ વ્યાકરણ, કાવ્યકોષ, ન્યાય અને આગામોમાં પારંગત બન્યા. જોતિષશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરીને ફલાદેશ, મુહૂર્ત, પ્રાણાયમ આદિમાં પારંગત બન્યા. ધ્યાનમાં પણ વિશેષ રુચિ ધરાવતા, પણ શારીરિક સ્વાચ્ય અનુકૂળ ન હોવાથી પ્રગતિ કરી શક્યા નહિ. બાહ્ય પ્રવૃત્તિઓ કરતાં શાંત અને સરળ સ્વભાવે ધ્યાન–અધ્યયનમાં વિશેષ પ્રીતિ રાખી રહ્યા. બાદી (વાત)નો રેગ બાળપણથી હતે, તેથી સેજા ચડી જતા. ધીમે ધીમે આ રોગ વધતે ગયે. પંદર વર્ષ પાદવિહાર બંધ રાખવો પડ્યો. ત્રણ વર્ષથી હૃદયની પીડા વધી ગઈ હતી. છેલ્લાં બે વર્ષ સંથારાવશ રહ્યા. છેલ્લા દોઢ માસ અનાજ પણ લઈ શક્યા નહિ. આંખોનું તેજ ઘટી ગયું હતું. ચઉવિહાર ઉપવાસ થતા હતા. એવી સ્થિતિમાં યે સિદ્ધચકને અંતજ ચાલુ હતો. આવી અસહ્ય વેદના સહન કરતાં કરતાં ૬૬ વર્ષનું આયુષ્ય ભેગવી, ૪૭ વર્ષ સંયમ પાળી, સં, ર૦૦૩ના શ્રાવણ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org