________________
શાસનપ્રભાવક
પૂ. પંન્યાસશ્રી જિનેત્તમવિજયજી મહારાજ સ્વાથ્યપૂર્ણ સંયમજીવન પામી ઉત્તરોત્તર અનેકવિધ શાસનકાર્યો સુસંપન્ન કરતા રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કેટિશ: વંદના !
ગણિવર્યશ્રી વિમલવિજ્યજી (ડહેલાવાળા ) મહારાજ
પૂ. મુનિશ્રી વિમલવિજયજી મહારાજનું જીવન પ્રેરણાપ્રદ છે. મરુધર ભૂમિના શૃંગાર સમાન અરવલ્લીની સમીપ માલવડ નગરીમાં સં. ૧૯ના કારતક સુદ ૧૪ના દિવસે તેમને જન્મ થયો. પિતાનું નામ ગેમાજી મઘાણી, માતાનું નામ વકતુબેન અને તેમનું જન્મનામ કાંતિલાલ હતું. માતાપિતા ધર્મવાસિત હેવાને કારણે કાંતિલાલમાં પણ સુસંસ્કારોનું સિંચન થયું. તેઓ બાલ્યકાળ પૂરો કરી યુવાનીમાં પ્રવેશ્યા ત્યાં પૂ. આ. શ્રી વિજ્યરાજેન્દ્રસૂરિજી મહારાજને પરિચય થયો. પૂજ્યશ્રીના સનેહનીતરતા સ્વભાવને લીધે, સમજાવવાની સચોટ શૈલીને લીધે કાંતિલાલને સંસારની અસારતા સમજાઈ. તે વખતે તેમની વય ૨૦ વર્ષની હતી. તેમનું વેવિશાળ જાખડીનિવાસી ઉકાઇ જેઠાજીની સુપુત્રી કસુંબીબેન સાથે થયું હતું. લગ્નના દિવસને બહુ વાર ન હતી, પરંતુ લગ્ન પહેલાં જ બંનેને હૃદયપલટો થયે અને બંને પરમ પાવની ભાગવતી પ્રવજ્યા સ્વીકારવા તત્પર બન્યાં. સં. ૨૦૧૯ના મહા વદ પાંચમના દિવસે પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી કાંતિલાલ મુનિશ્રી વિમલવિજ્યજી નામે ઘેષિત થયા. તેમનાં બહેન હસુમતીએ પણ પ્રત્રજ્યા સ્વીકારી, તેમનું નામ સાધ્વીશ્રી હર્ષ પૂર્ણાશ્રીજી પાડવામાં આવ્યું.
દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વિમલવિજ્યજી મહારાજે ગુરુનિશ્રામાં રહી સારો અભ્યાસ કર્યો. તેમ જ ગુજરાત તથા મારવાડનાં વિવિધ સ્થાનમાં વિચરીને પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાન, ઉપાશ્રયેનાં નિર્માણ તેમ જ પાઠશાળાઓની સ્થાપનાનાં શાસનપ્રભાવક કાર્યો કર્યા. આબુ રોડમાં ભવ્ય જિનમંદિર, જ્ઞાનમંદિર, આયંબિલશાળા આદિનું નિર્માણ તેઓશ્રીના ઉપદેશથી થયેલ છે. આજે તેઓશ્રીને દીક્ષા પર્યાય ૧૯ વર્ષને થયું છે. આ ૧૯ વર્ષના સંયમકાળમાં તેઓશ્રીએ ઘણી પ્રગતિ સાધી છે. પઠન-પાઠન, ચિંતન-મનન સાથે ઘણુને ધર્મમાગે પ્રેર્યા છે. તેઓશ્રીની . વાણીમાં જાદુઈ મીઠાશ, જીવનમાં સંયમની સુગંધ છે અને પરોપકારી વૃત્તિ છે. સં. ૨૦૩૮ના વૈશાખ સુદ ૩ના દિવસે પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે વતન માલાવાડામાં ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉત્તરોત્તર વધુ ને વધુ શાસનપ્રભાવક કાર્યો સંપન્ન થતાં રહે એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીને શતશ: વંદના !
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org