________________
૬૯૬
શાસનપ્રભાવક શ્રી જયસુખભાઈની આયુ જ્યારે સાત વર્ષની હતી ત્યારે જ તેમનાં માતુશ્રીનું અવસાન થયું. માતાના કેટલાક નિયમે સાંસ્કારિક પણ કડક હતા.
કેઈ બાળક દર્શન કરીને ન આવે ત્યાં સુધી ભેજન આપતાં નહીં. પિતે પણ મંદિરમાં દર્શન કર્યા સિવાય પાણી પણ લેતાં નહીં. રાત્રે સૂતાં પહેલાં પ્રત્યેક બાળકને તેની ગ્યતા અનુસાર પ્રતિક્રમણની ગાથાઓ શીખવતાં હતાં.
શ્રી જયસુખભાઈને પ્રાથમિક અભ્યાસ મુન્દ્રા નગરની સ્કૂલમાં જ પ્રારંભ થયે. ૧૦ વર્ષની ઉંમરે તેમના પિતાશ્રીએ તેમને પાલીતાણાના શ્રી જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમમાં અભ્યાસ માટે મોકલ્યા. ત્યાં તેમણે ટૂંક સમયમાં જ સેવાભાવના, ધર્મપરાયણતા, વિનયશીલતા વગેરે ગુણોને હૃદયમાં ઉતારી લીધા–એટલું જ નહીં, આટલી નાની ઉંમરે તેમણે મુન્દ્રાની હંસવિજય જૈન લાઈબ્રેરીને કાર્યભાર સંભાળ્યું. અન્ય કાર્યોની સાથે તેમણે ધાર્મિક ગ્રંથોનું અધ્યયન પણ શરૂ કર્યું, જેના ફળસ્વરૂપે તેમના મનમાં ધર્મ તરફ શ્રદ્ધા દઢ થતી ગઈ
પૂ. દાદાજીની દીક્ષાના ઉપકરણ, માતાજીનું સાત વર્ષની આયુમાં છોડી જવું કુટુંબના ધાર્મિક સંસ્કાર, પૂ. કુસુમશ્રીજી મહારાજને પ્રભાવ, અને એ જ અરસામાં શ્રી દામજીભાઈને દેહાવસાને મન ઉપર ઘણું મેટી અસર થઈ. પિતાજીના દેહાવસાનના ૧૫-૨૦ દિવસ બાદ જ દીક્ષા લેવાના સંકલ્પની ઘોષણા કરી અને તે માટે પુરુષાર્થ–પ્રયત્ન શરૂ કર્યા. કઈ યોગ્ય ગુરુ મળે તે તુરત જ દીક્ષા લેવાના કેડે જાગ્યા.
એ અરસામાં તેમનું ધ્યાન ગણિવર પૂ. શ્રી બુદ્ધિસૂરિજી તરફ ગયું. આ મુનિજીની પાવન નિશ્રામાં રહીને તેમણે બાર માસ સુધી ચારિત્રની કઠોરતાને પૂર્વ અનુભવ પણ લીધો. આખરે આત્માની જીત થઈ અને વિક્રમ સંવત ૨૦૧૬માં કચ્છ-ભુજ નગરમાં ગણિવર પૂજ્ય શ્રી બુદ્ધિમુનિજી પાસેથી પંચમહાવ્રત ધારણ કરી દિક્ષા લીધી.
દીક્ષા સમારેહ ખૂબ જ ઠાઠમાઠથી થયે. એ જ દિવસે ભુજની દાદાવાડીમાં શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિષ્ઠાને મહત્સવ પણ હતું. આ શુભ અવસર પર શ્રી જ્યસુખભાઈ મુનિશ્રી જયાનંદમુનિજી બન્યા.
તેમની વડી દીક્ષા સિદ્ધક્ષેત્રમાં થઈ તે જગ્યાએ જ રહીને અધ્યયનની સાથે વૃદ્ધ મુનિરાજની સેવા પણ તનમનથી અનન્ય ભાવે કરી. પૂ. મુનિશ્રી ગુલાબવિજયજી મહારાજને સ્વર્ગવાસ સં. ૨૦૧૯માં પાલિતાણામાં થયે. તે પછી શ્રાવણ સુદ-૮, ૨૦૧૯માં તેમના પૂ. ગુરુવર્ય ગણિવર્ય શ્રી બુદ્ધિમુનિજીને સ્વર્ગવાસ થયે.
સૌમ્ય સ્વભાવ, અનુશાસનપ્રિય જીવન, ત્યાગ તથા તપસ્યાના કર્મઠ પુરુષ, હસમુખે ચહેરે અને અનુકંપા એ એમના સદ્દગુણ છે. તેમની વ્યાખ્યાનશૈલી પણ એટલી જ રોચક આત્માના સુષુપ્ત ભાવોને જગાડવાનું એમનું મુખ્ય ધ્યેય હજારો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર હોવા છતાં તેમના હૃદયમાં નિરભિમાન વસે છે. હમેશાં મિત વડે આગંતુક સાથે આત્મીયતા સ્થાપિત કરનારા આ મુનિજી ખૂબ જ સરળ, સહૃદયી છે. પ્રભુભક્તિમાં જ લીન એવું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org