________________
શાસનપ્રભાવક
પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજયજી મહારાજ
પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજ્યજી મહારાજનો જન્મ તા. ૨૦-૧-૪રના રોજ અમદાવાદ સાબરમતીના પ્રતિષ્ઠિત આગેવાન સુશ્રાવક શ્રી પિપટલાલ મગનલાલને ત્યાં, તેમના ધર્મપરાયણ પત્ની હીરાબેનની કુક્ષીએ થયે. તેમનું જન્મનામ શશીકાંત હતું. શશીકાંતને ઉછેર સુખસમૃદ્ધિ વચ્ચે થવા સાથે એટલા જ ઉચ્ચ સંસ્કારી વાતાવરણમાં થયે. વ્યાવહારિક ઉચ્ચ અભ્યાસ સંપાદન કરવા સાથે ધાર્મિક અભ્યાસ પણ ઘણે સારે કર્યો. ધર્મભાવના પ્રબળ હોવાથી પૂ. શ્રમણભગવંતને સમાગમ થતો રહ્યો અને વૈરાગ્યભાવ પ્રબળ બનવા લાગ્યો. અને એક દિવસ, ૨૬ વર્ષની વયે, તેમની એ ભાવના સાકાર બની : સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૬ને દિવસે અમદાવાદ-સાબરમતીમાં પરમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિજય-ઉદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પ્રખર પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થઈ મુનિશ્રી સિંહસેનવિજ્યજી નામ પામ્યા. એ જ વર્ષે અષાઢ સુદ ૧૦ને દિવસે તેમની વડી દીક્ષા થઈ.
જ્ઞાનસંપાદનની તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિના કારણે દિક્ષા બાદ તેઓશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના અને ધર્મશાસ્ત્રાદિના ઊંડા અભ્યાસમાં એકાગ્ર બની ગયા. પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યે અને કૃપાબળે તેમને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું સહજ જ્ઞાન પ્રાપ્ત થયું. વ્યાકરણ, ન્યાય, તક, સાહિત્ય, આગમ આદિમાં પારંગત બન્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી સં. ૨૦૪ ના કારતક વદ ૧૦ગ્નના દિવસે ગણિપદથી અને સં. ૨૦૪૬ના વૈશાખ સુદ ૬ના દિવસે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજયજી મહારાજ ધર્મશાત્રના ઊંડા જાણકાર અને કુશળ વ્યાખ્યાનકાર પણ છે. પૂ. ગુરુદેવશ્રી વિમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવાતાં તપારાધનાનાં અને ધર્મપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી રસપૂર્વક સારો એ ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને પૂજ્યશ્રી દ્વારા નવપદજીની શાવતી એળીની સામુદાયિક આરાધના વખતે આરાધકેમાં ધર્મજ્ઞાન ખીલવવા પરીક્ષાદિનું સુંદર આયોજન વર્ષોથી થતું આવ્યું છે. પૂ. પંન્યાસશ્રી વિનય-વિવેકવૈયાવચ્ચ આદિ ગુણોથી સમ્પન્ન છે, સ્વભાવે શાંત અને સૌમ્ય છે, સ્વાધ્યાયશીલતા એ એમના સંયમજીવનનો વિશેષ ગુણ છે. જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રસાર માટે તેઓશ્રી સદાય તત્પર રહે છે. સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી ચારિત્રધર્મને ઉત્તરોત્તર અજવાળી રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન્ન થતાં રહો એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદે કેટિશ: વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org