________________
શ્રમણભગવંતો-ર
કાંદીવલી તેમ જ ખંભાત, પાલનપુર, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, મહુવા આદિ સ્થળોએ ચાતુર્માસ કરી તે તે સ્થાનમાં-શ્રીસંઘમાં અપૂર્વ ધર્મ જાગૃતિ અને ધર્મારાધના પ્રવર્તાવી છે. તેમ જ પ્રતિષ્ઠા, ઉપધાનતપ આદિ શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા છે. પૂજ્યશ્રીને મુનિશ્રી અપૂર્વ ચંદ્રવિજયજી અને મુનિશ્રી રવિચંદ્રવિજયજી – બે શિષ્ય છે. પૂજ્યશ્રી સ્વાથ્યપૂર્ણ સંયમજીવન દ્વારા શાસનસેવા કરતા રહે એ જ અભ્યર્થના સહ કોટિશ વંદના !
પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરસાગરજી મહારાજ
બિહાર અને બંગાળમાં આજે સરાક જાતિની લગભગ ત્રણ લાખની વસ્તી છે. ભગવાન પાર્શ્વનાથના સમયમાં આ જાતિના પૂર્વજે જૈનધર્મી શ્રાવક હતા. કાળબળે તેઓને જૈનધર્મ સાથે સંબંધ વિ છેદ પાપે, છતાં તેમનામાં શાકાહારીપણાના સંસ્કારો આજે પણ ટકી રહ્યા છે. આજે તેઓ “શ્રાવકને બદલે “સરાક” જાતિથી ઓળખાય છે. છેલ્લાં ચારપાંચ દાયકાથી આ “સરાક ' જાતિને તેઓના મૂળ ધર્મની જાણ અને સમજ આપવાના ઉદ્દેશથી અનેક પૂજ્ય સાધુભગવંતે દ્વારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા છે, અને તેના પરિણામે તેઓ સારી એવી સંખ્યામાં પિતાને અસલ જૈનધર્મ અંગીકાર કરી શ્રદ્ધાસંપન્ન બની રહ્યા છે. એટલું જ નહિ, કેટલાકે ચારિત્રધર્મને સ્વીકાર પણ કર્યો છે. તેમાંના એક છે, પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરસાગરજી મહારાજ. તેમને જન્મ બિહારમાં ધનબાદ જિલ્લાના બેલટ ગામે સં. ૨૦૦૯ના વૈશાખ સુદ ૭ના દિવસે થયે. બાલ્યવયમાં શ્રાવકધર્મને સ્વીકાર કર્યો, અને પૂજ્ય શ્રમણભગવંતેના સમાગમમાં આવતાં વૈરાગ્યને રંગ લાગ્યું અને માત્ર ૧૪ વર્ષની કુમાર સં. ૨૦૨૩ના જેઠ વદ ૭ના શુભ દિને, કપડવંજ મુકામે દીક્ષા અંગીકાર કરી પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મહારાજના શિષ્ય અને સરાક જાતિના ઉદ્ધાર માટે કાર્યરત પૂ. આ. શ્રી યશેભદ્રસાગરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી ચંદ્રશેખરસાગરજી નામે જાહેર થયા.
પૂજ્યશ્રી દીક્ષા બાદ સંયમની સાધના અને જ્ઞાનની ઉપાસનામાં ઉત્તરોત્તર આગળ વધતાં, તેમને સં. ૨૦૪૨ના ચૈત્ર સુદ પાંચમને દિવસે પાલીતાણાની પાવન ભૂમિમાં ગણિપદથી અને સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૧૦ના દિવસે માળવાના બડૌદ નગરે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય પંન્યાસશ્રી ચંદ્રશેખરસાગરજી મહારાજના બે શિષ્ય મુનિશ્રી વિશ્વશેખરસાગરજી અને મુનિશ્રી દિવ્યશેખરસાગરજી પણ “સરાક” જાતિમાંથી આવેલ છે. પૂજ્ય પંન્યાસશ્રી “સરાક જાતિ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાવંત અને ક્રિયાશીલ બને તે માટે સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી એ ક્ષેત્રનાં અનેક ગામમાં દેરાસર, ઉપાશ્રય, પાઠશાળાઓ વગેરે સ્થપાયાં છે. અને એ કાર્ય ઉત્તરોત્તર આગળ વધી રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા આવા કાર્યોમાં ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રગતિ થતી રહે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિ કેટિ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org