________________
१८८
શાસનપ્રભાવક પરિણમ્યા અને માત્ર ૧૩ વર્ષની કુમાર, સં. ૨૦૨૧ના જેઠ વદ ૧૦ના શુભ દિવસે ડભાઈ પાસેના દ્વારવણ ગામે દીક્ષા અંગીકાર કરી પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી ઈન્દ્રસેનવિજયજી નામે જાહેર થયા. સં. ૨૦૨૨ના કારતક વદ ૧૦ને દિવસે પાલેજમાં તેમને વડી દીક્ષા આપવામાં આવી.
મુનિશ્રી ઇન્દ્રસેનવિજયજી મહારાજે દીક્ષા બાદ અખંડ ગુરુકુળવાસ સેવી તથા ગુરુદેવની અનન્ય કૃપા અને આશીર્વાદ પામી સુંદર અભ્યાસ કર્યો અને જ્ઞાન સાધનામાં સુગ્ય પાત્રતા પ્રાપ્ત કરી. પરિણામસ્વરૂપ, પૂ. ગુરુદેવશ્રીએ તેમને સં. ૨૦૩૬ના માગશર વદ બીજને દિવસે ભાવનગરમાં ગણિપદથી અને સં. ૨૦૪રના ફાગણ સુદ બીજને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી અલંકૃત કર્યા. પૂજ્ય પંન્યાસશ્રી ઇન્દ્રસેનવિજયજી મહારાજ વિનય-વિવેકાદિ ગુણોથી અને મર્મસ્પશી વ્યાખ્યાનશૈલીથી વપરના કલ્યાણમાગે વિકાસ સાધી રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં થતાં શાસનપ્રભાવક કાર્યોમાં તેઓશ્રીનું ગદાન નોંધપાત્ર હોય છે. પૂજ્યશ્રી સુંદર કાર્યો દ્વારા જયવંતા વતી રહે એ જ અભ્યર્થના સહ પૂજ્યશ્રીને હાર્દિક વંદના!
પૂ. પંન્યાસશ્રી હ્રીંકારચંદ્રવિજયજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ પ્રસિદ્ધ અને પ્રાચીન જેનનગરી ખંભાતમાં સં. ૨૦૦૪ના વૈશાખ સુદ ૭ના શુભ દિને થો. પિતાનું નામ અમૃતલાલ, માતાનું નામ પ્રભાવતીબહેન અને તેમનું જન્મનામ હસમુખલાલ હતું. કુટુંબ ધર્મપરાયણ હોવાથી બાળવયમાં જ ધર્મના ઊંડા સંસ્કારનું સિંચન થયું. વ્યાવહારિક અભ્યાસ એફ. વાય. બી. કોમ. સુધી કર્યો. ધાર્મિક અભ્યાસમાં પણ ખૂબ આગળ વધી, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, તત્ત્વાર્થ, વીતરાગસ્તોત્ર આદિને અભ્યાસ કર્યો. ધર્મને સંસ્કાર, સાધુમહારાજોના સમાગમ અને ધર્મના વિશદ જ્ઞાનને કારણે આગળ જતાં વૈરાગ્યભાવ દઢ બન્યા અને ૧૮ વર્ષની યુવાન વયે દીક્ષા લેવા તત્પર બન્યા. સં. ૨૦૨૩ના મહા વદ બીજને શુભ દિને પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની, મુનિશ્રી હીંકારચંદ્રવિજયજી નામે ઘોષિત થયા.
મુનિશ્રી હીંકારચંદ્રવિજયજી મહારાજે દીક્ષા ગ્રહણ કરવા સાથે સંયમની ઉત્કૃષ્ટ સાધનાપૂર્વક જ્ઞાન-ધ્યાનમાં એકાગ્ર બની અને ગુરુકૃપા પામી, સંસ્કૃત-પ્રાકૃત ભાષા, પાણિની વ્યાકરણ, તર્કસંગ્રહ, મુક્તાવલી, વ્યાપ્તિપંચક, સિદ્ધાંતલક્ષણ, સામાન્ય નિયુક્તિ, ન્યાય, સાહિત્ય, કાવ્ય, તિષ, દર્શન, આગમ આદિને વિશદ અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીના વિશાળ જ્ઞાન તેમ જ વિનયાદિ ગુણોની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે તેમને સં. ૨૦૪ ના કારતક વદ ૧૦ના દિવસે ગણિપદ અને સં. ૨૦૪૬ના માગશર સુદ ૪ના દિવસે પંન્યાસપદે વિભૂષિત કર્યા. પૂ. પંન્યાસશ્રી હકારચંદ્રવિજયજી મહારાજ ન્યાય, કાવ્ય, સાહિત્ય, તિષ અને આગમશાસ્ત્રના ઊંડા અભ્યાસી હોવા ઉપરાંત તેઓશ્રીમાં વ્યાખ્યાનશક્તિ પણ હૃદયસ્પર્શી અને પ્રભાવશાળી છે. પૂજ્યશ્રીએ મુંબઈમાં-મુલુન્ડ, બેરીવલી, દેલતનગર, જામલીગલી, માટુંગા,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org