________________
શાસનપ્રભાવક
પૂજ્યશ્રીની પ્રેરણા પામીને ૬૮ દિવસને બિહારની કલ્યાણક ભૂમિઓને ઐતિહાસિક સંઘ શ્રીમતી નીલમબેન કાંકરિયા તથા શ્રીમતી તારાબેન કાંકરિયા તરફથી નીકળેલ. તેમ જ ભવાનીપુરમાં ઉપધાનતપની આરાધના પણ યાદગાર થયેલ. ગત સાલ અમારા શ્રીસંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પ્રતિદિન ૬૦ ફૂટ-શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવનમાં પ્રેરણાત્મક પ્રવચન દ્વારા સુંદર ધર્મજાગૃતિ લાવેલ; જેના પરિણામે ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવક કાર્યો થવા પામેલ. સૌમ્ય સ્વભાવ, પરેપકારવૃત્તિ, પ્રવચનપટુતા – આ સર્વ ગુણોની સુવાસથી મઘમઘતા પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે એમના ગુરુદેવની સાથે ગણિપદથી વિભૂષિત કર્યા હતા. અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે મુંબઈ-ઘાટ પરના આંગણે પૂજ્યશ્રીને પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી ગુણશીલ વિજયજી મહારાજ પ્રખર પ્રભાવી વ્યક્તિમત્તા દ્વારા અનેકવિધ શાસનપ્રભાવક કાર્યોમાં જયવંતા વ એ જ મંગલકામના સાથે પૂજ્યશ્રીને ભાવભીની વંદના !
પૂ. પંન્યાસશ્રી રત્નાકરવિજયજી મહારાજ
જેનશાસનના ઇતિહાસ પર દષ્ટિ નાખીએ તે વિશાળ રત્નાકર પર દષ્ટિ નાખતાં હોઈએ એવો અનુભવ થાય! એમાંયે એક જ મહાન વિભૂતિનાં શાસનપ્રભાવનાનાં કાર્યો પર દષ્ટિ કરીએ તે પણ રત્નાકર પર દષ્ટિ કરતાં હોઈએ એમ લાગે! પૂ. પંન્યાસશ્રી રત્નાકરવિજયજી મહારાજ પણ યથાનામ શાસનના રત્નાકર જ છે. પૂજ્યશ્રીનું વતન વડોદરા જિલ્લામાં સાલપુરા ગામ. બાળપણથી જ ધર્મ પ્રત્યે વિશેષ રુચિ હોવાને લીધે આગળ જતાં એ ધર્મભાવના વૈરાગ્યભાવનામાં પરિણમી. અને સં. ૨૦૨૧માં માગશર સુદ ૬ને દિવસે બડેલી મુકામે પૂ. આ. શ્રી ઈન્દ્રન્નિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. સંયમજીવનમાં તપ-જપ અને જ્ઞાન-ધ્યાનમાં અનુમોદનીય વિકાસ સાધીને, પૂ. ગુરુદેવની કૃપાદ્રષ્ટિ પામીને, પાલીતાણસિદ્ધિગિરિ તીર્થની છત્રછાયામાં, સં. ૨૦૩૯ત્ના ફાગણ સુદ બીજને દિવસે ગણિપદ અને સં. ૨૦૪૩ના મહા સુદ ૩ના દિવસે પૂનામાં પંન્યાસપદથી વિભૂષિત થયા. પૂ. પંન્યાસશ્રી રત્નાકરવિજયજી મહારાજને વિહારપ્રદેશ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી માંડીને છેક હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સુધી વિસ્તરેલ છે. પૂજ્યશ્રી હસ્તક પ્રતિષ્ઠા, છરીપાલિત સંઘ, ઉપધાન, ઉજમણાં આદિ ભવ્ય શાસનપ્રભાવક કાર્યો સંપન્ન થયાં છે, હજી પણ થતાં રહે છે. પૂજ્યશ્રી સ્વસ્થતાપૂર્ણ દીર્ધાયુ પામી એવાં કાર્યોમાં સિદ્ધિવંતા વર્તો એ જ મને કામના સાથે પૂજ્યશ્રીના ચરણે શતશઃ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org