Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 686
________________ ૬૮૮ શાસનપ્રભાવક દર્શન થાય છે. જ્ઞાન અને ચારિત્રની જીવનસ્પશી સાધનાને બળે તેમણે કેટલીક સિદ્ધિઓ હસ્તગત કરી છે. વિનમ્રતા અને ઉદારતા જેવી આંતરબુણસંપત્તિને લીધે તેઓશ્રી સૌને સન્માનિત બન્યા છે. જેને સંસ્કૃતિના તેજને વધારવામાં પૂજ્યશ્રીનું મન હંમેશા તત્પર હોય છે. એવા પૂ. પં. શ્રી દાનવિજ્યજી મહારાજ અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા સ્વ-પર કલ્યાણના સમર્થ સાધક બની રહે એ જ મંગલકામના સાથે પૂજ્યશ્રીના ચરણે ભાવભીની વંદના ! પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ કચ્છની પાવન ભૂમિ પર અબડાસા તાલુકાના સાંધવ ગામના વતની અને વ્યાપારાર્થે કલકત્તામાં વસતાં એવા ધનજીભાઈને કઈ ધન્ય પળે સં. ૨૦૦૯માં પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પ. આ. શ્રી વિરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રવચન-શ્રવણને સુગ સાંપડ્યો અને ધનજીભાઈની જીવનનૈયા જે સંસારમાર્ગે ધસમસતી જઈ રહી હતી તે ધર્મમાગે વળી ગઈ ! સં. ર૦૧૧ થી નિત્ય પાંચ દ્રવ્યથી એકાસણું, ત્રિકાળ સ્વદ્રવ્યથી જિનપૂજા, પ્રતિદિન સાધર્મિક ભક્તિ, ઉભયકાળ આવશ્યક, સંયમ સ્વીકારવાની તીવ્ર ભાવના -- આ સર્વ તેમના જીવનને કેમ બની રહ્યું. સં. ૨૦૧૦માં પાવાપુરી નૂતન સમવસરણ મંદિરની સ્થાપના થઈ ત્યારથી સં. ૨૦૧૯ સુધી એ જિનાલયના ટ્રસ્ટના સેક્રેટરી–ખજાનચી તરીકે રહી સુંદર વહીવટ કરેલ. સં. ૨૦૧૧માં કલકત્તામાં જ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં બાળ સુપુત્ર ગુલાબકુમાર સાથે ઉપધાન વહન કર્યા. ત્યાર પછી વયેવૃદ્ધ પિતાશ્રીને કારણે સંયમ સ્વીકારવામાં વિલંબ છતાં આઠ ચાતુર્માસ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં પૂ. પિતાશ્રી તથા પરિવાર સાથે રહી પ્રવચનનું નિયમિત શ્રવણ કરી વૈરાગ્ય દઢ બનાવ્યું. સં. ૨૦૧ત્ના જેઠ સુદ ૧૦ના દિવસે સપરિવારધર્મપત્ની નવલબેન, પુત્રે ગુલાબકુમાર, કિશોરકુમાર, પુત્રી ઇન્દિરાકુમારી સાથે સંયમ ગ્રહણ કરી પૂજ્યશ્રીના સુવિનીત શિષ્ય તરીકે મુનિશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ બન્યા. બંને સુપુત્રો તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ગુણશીલવિજયજી મહારાજ તથા મુનિશ્રી કુલશીલવિયજી મહારાજ બન્યા. શ્રાવિકા નવલબેન સાધ્વી શ્રી નિર્મલા શ્રીજી સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે અને ઇન્દિરાકુમારી તેમના શિષ્ય તરીકે સાધ્વીશ્રી ઇન્દુખાશ્રીજીના નામે જાહેર થયાં, જેઓ આજે પૂ. પ્રવતિની સાધ્વી શ્રી જયાશ્રીજી મહારાજની નિશ્રામાં રહી આરાધના કરી રહ્યાં છે. ધનજીભાઈની આ સપરિવાર દીક્ષા અમદાવાદના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નેંધાઈ ગઈ. અઠ્ઠાવીસ વર્ષ પછી પણ અમદાવાદની જનતા એ દીક્ષાને યાદ કરે છે. દીક્ષા ગ્રહણ બાદ ગુરુનિશ્રામાં રહી તપ, ત્યાગ, જ્ઞાનાર્જનમાં ઘણો સમય વિતાવ્યું. સંસ્કૃત-પ્રાકૃત ભાષા, કાવ્ય, ન્યાય આદિમાં પારંગત બન્યા. વૈયાવચ્ચ આદિ ગુણામાં ઓતપ્રેત બની ગુરુકૃપાના પ્રીતિપાત્ર બન્યા. સં. ૨૦૨૭નું પ્રથમ ચાતુર્માસ ગુરુદેવશ્રીની આજ્ઞાથી વાંકાનેર કર્યું. ત્યાર બાદ, આજ સુધી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726