________________
૬૯૨
શાસન પ્રભાવક
પૂ. પંન્યાસશ્રી મહાયશસાગરજી મહારાજ
પૂજ્યપાદથી સાગરાનંદસૂરિ-સમુદાયમાં જે કેટલાક ત્યાગી, તપસ્વી, ઉગ્ર વિહારી અને અનુશાસનના ચુરત નિયમોને સ્વીકારનારા મુનિવર્યો વર્તમાનમાં વિચરી રહ્યા છે, તેમાં પૂ. પંન્યાસશ્રી મહાયશસાગરેજી મહારાજ પણ સાંપ્રતકાલીન પ્રવાહ વચ્ચે બહુ જ સ્વસ્થતાથી સંયમસાધના કરી રહ્યા છે. સંસારીપણામાં મૂળ સૌરાષ્ટ્રના વતની પિતાશ્રી અમૃતલાલ ભૂદરશી કોઠારી અને ધર્મવત્સલ માતુશ્રી ચંપાબહેનને ત્યાં તા. ૧૫-૧-૧૯૪૧ના રોજ પૂજ્યશ્રીને જન્મ થયો. ત્રણ ભાઈઓ અને પાંચ બહેન હતાં. ધર્મસંસ્કારનું ખૂબ જ સારું વાતાવરણ હતું. તેથી વીતરાગ પરમાત્માને શરણે જવાને સંયમમાર્ગને રંગ નાની ઉંમરમાં જ લાગે. કંદમૂળત્યાગથી માંડીને જૈન ધર્મના આચારવિચારમાં ચુસ્તપણે તેમને ઉછેર થવા માંડ્યો. પાલીતાણા ગુરુકુળમાં એસ. એસ. સી. સુધીને અભ્યાસ કર્યો. પંચપ્રતિક્રમણ આદિ ધાર્મિક અભ્યાસ નાની ઉંમરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો. શિખરજીની યાત્રાએ નીકળ્યા ત્યારે મને મન દીક્ષાને સંકલ્પ કરી લીધે. સં. ૨૦૧૯ના મહા વદ પાંચમના રોજ દીક્ષા ગ્રહણ કરી. પૂ. ગુરુદેવશ્રી દર્શનસાગરસૂરિજી મહારાજની સતત પ્રેરણા મળતી રહી. પ્રથમ ચાતુર્માસમાં સરકજાતિના ઉદ્ધારનું કામ કરવાનો મોકો મળે. દક્ષિણ સિવાય ભારતનાં બધાં જ સ્થાનોમાં વિચરતા રહ્યા. કલકત્તામાં જૈન પાઠશાળા શરૂ કરાવી. પૂજ્યશ્રીની પ્રેરણાથી આઠ છ'રીપાલિત સંઘે નીકળ્યા. તેમના શુભ હસ્તે બાવન જેટલી દીક્ષા થઈ, જેમાં પિતાના કુટુંબમાંથી ૨૩ દીક્ષાઓ થઈ છે. તેઓશ્રીની નિશ્રામાં જુદી જુદી પાંચ જગ્યાએ ઉપધાનતપની આરાધના થઈ છે. સં. ૨૦૩૬ મુંબઈમાં પૂજ્યશ્રી ગુરુદેવના હસ્તે ગણિપદ પ્રદાન થયું. સં. ૨૦૪૪માં સુરતમાં પંન્યાસપદ પર આરૂઢ કરવામાં આવ્યા. ત્રણ વરસીતપ, ૯૯ યાત્રા ૯ વાર, શ્રી સિદ્ધાચલજીની કુલ ૧૩૫૧ યાત્રાઓ, તળાજાની યાત્રા ૧પ દિવસમાં ૧૧૧ વાર આદિ તપ-જપ દ્વારા સંયમજીવનને સુંદર બનાવી રહ્યા છે. કલકત્તાથી વિહાર કરી રાયપુરથી નાગપુરા–ઉવસગ્ગહર પાર્શ્વપ્રભુના તીર્થને છરીપાલિત સંઘ, જેમાં ૨૫૦ યાત્રિકે કલકત્તાના જોડાયા હતા. તીર્થમાળા તથા પ્રભુજીની ચલ-પ્રતિષ્ઠા મહા સુદ ૧૫ના દિવસે થઈ, જે કેશીગણધર સ્વામી પછી પૂજ્યશ્રીના હસ્તે થવા પામી, જેને લાભ અંધેરીનિવાસી બિપીન કે. પારેખ તથા વિજય કે. પારેખના પરિવારે ઉદાર દિલે લીધો હતે. પૂજ્યશ્રીના ઉપદેશથી તીર્થમાં પ૦૦૧ની ભેજનશાળાની કાયમી તિથિ નોંધાવાતા લગભગ ૭૦ થી ૭૫ તિથિઓ નેંધાઈ રૂ. ૧૧૧૧ની ડ્રો યોજનામાં ૬૦-૬૫ જણાએ લાભ લીધે. ઉપાશ્રયના રૂમ-૧ તથા નવી ધર્મશાળાનું શિલાસ્થાપન થયું. તીર્થમાં રૂ. પાંચ લાખની ઊપજ થઈ. કલકત્તા ગુજરાતી જૈન સંઘ (૬, કેનિંગ સ્ટ્રીટ )ના પ્રમુખશ્રી આદિ સંઘમાં આવ્યા હતા. ત્યાર પછી ટ્રસ્ટી મંડળ સાથે આવી શ્રીસંઘે તીર્થને બહારના ગેટ પર નામ આપવાને રૂ. ચાર લાખથી લાભ લીધે.
પૂ. પંન્યાસશ્રી મહાયશસાગરજી મહારાજ ઘણા જ સૌમ્ય, શાંત, સરલ તેમ જ જ્ઞાન, તપ, પ્રવચન આદિ ગુણોથી વિભૂષિત તથા પ્રભુવાણીનાં ગહન તને બાલભોગ્ય રીતે સરળ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org