________________
શ્રમણભગવંતે-૨
૬૮૧
માટે મોકલ્યા. સં. ૨૦૩૦ની સાલમાં છાણીમાં પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસથી પ્રારંભાયેલી આ પ્રભાવક યાત્રા આજે ૧૮ વર્ષે પણ દિનપ્રતિદિન વિકાસમાન રહી છે. પૂજ્યશ્રીનાં વૈરાગ્યસભર પ્રેરણામૃતનાં અમીપાન દ્વારા વિષમય સંસારથી સર્વથા મુક્ત બનીને આજે પ્રાયઃ ૨૫-૩૦ જેટલા ભવ્યાત્માઓ સર્વવિરતિ ધર્મની સુંદર સાધના દ્વારા જિનશાસનના શ્રમણ-શ્રમણ સંઘને વિભૂષિત કરી રહ્યા છે. સેંકડો આત્માઓ સુવિશુદ્ધ ધર્મમાર્ગના આરાધક બન્યા છે, તે પૂજ્યશ્રીની પ્રભાવક પ્રેરણાથી સંપન્ન થયેલા અનેક નાનામોટા છરી પાલિત યાત્રા સંઘ, ઉપધાનતપનાં આજને અને ધર્મચકવતિની પ્રભાવક રથયાત્રાનાં આયેાજનેને પામીને હજારો ભવ્યાત્માઓ સમન્ દર્શનને પ્રાય પશી ચૂક્યા છે. પૂજ્યશ્રીની પ્રભાવકતા સાહિત્યક્ષેત્રે પણ એવી જ અદ્દભુત પ્રસરી છે. ગુજરાતી કાવ્યક્ષેત્રમાં પૂજ્યશ્રીએ સારી સફળતા મેળવી છે. પરમાત્મભક્તિની એકતાનતાના જોરે ઝણઝણી ઊઠેલા પૂજ્યશ્રીના હૃદયઝંકારમાંથી પ્રગટેલી સુરાવલિ “પ્રભુમિલનને સેતુ”, “ભક્તિની શક્તિ', ભાવભરી સ્તવનાવલી”, “નવનિધાન” આદિ પુસ્તક દ્વારા અનેક ભવ્યાત્માઓને પરમાત્મભક્તિમાં એકતાન બનાવવામાં સફળ બની રહી છે. પ્રગટપ્રભાવી, પુરુષાદાનીય દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુજી પૂજ્યશ્રીની શ્રદ્ધાના અનન્ય સ્થાને વિરાજે છે. એ પરમાત્માનાં પ્રગટ પ્રભાવી તીર્થો અને મહિમાગર્ભિત નામોના ઇતિહાસથી યુક્ત એવા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન ગ્રંથનું સંપાદનકાર્ય કરીને પૂજ્યશ્રીએ સાહિત્યક્ષેત્રની અલબેલી આલમમાં એક નયનરમ્ય નજરાણાને થાળ અર્પણ કર્યો છે. મંત્રાધિરાજ પ્રત્યેની પૂજ્યશ્રીની આસ્થા પણ અનુમોદનીય છે. મહામંત્રના જાપના પ્રભાવે અનેક દિવ્યાનુભૂતિઓને પણ તેઓશ્રી પામી શક્યા છે. મહામંત્રના ૬૮ અક્ષરો પરથી ઉબેક્ષિત ૬૮ તીર્થોની હારમાળા પણ આ જાપના પ્રભાવે દિવ્ય રીતે પ્રાપ્ત થઈ છે. અને શઘિકવિત્વની દિવ્ય દેણને વરેલા પૂજ્યશ્રીએ એક જ દિવસમાં તીર્થોની ભાવભક્તિ રૂપ સ્તુતિમાલા અને પ્રાચીન ગ્લૅક દ્વારા શ્રી ૬૮ તીર્થ મહાપૂજનની રચના કરીને ભક્તિનું એક અભિનવ નજરાણું પણ શાસનને ચરણે સમર્પિત કર્યું છે. ઉપરાંત, દેવાધિદેવના દેવકૃત ૧૯ અતિશયમાંથી પ્રથમ અતિશયરૂપ ચકાધિરાજ “શ્રી ધર્મચક” એ પૂજ્યશ્રીના જીવનનું અવિભાજ્ય અંગ બની ચૂકયું છે. ભવાંતરમાં સાક્ષાત્ તીર્થંકર પદવીને અથવા તે તીર્થંકરના પ્રગટ સાંનિધ્યને પમાડવામાં સમર્થ એવા મહામંગલકારી શ્રી ધર્મચકતપની આરાધના પૂજ્યશ્રીની પ્રેરણાથી આરાધીને સેંકડો આત્માઓ આજે પણ પાપ-તાપ-સંતાપથી મુક્ત થઈ શાંતિ અને સમાધિની અનુભૂતિને પામી રહ્યા છે. પૂજ્યશ્રીની આવી ઉત્તમોત્તમ યેગ્યતાને જાણીને સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમે તેઓશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા છે. આ રીતે પરમાત્માને અનુગ્રહ, ગુરુદેવની કૃપા, શાસનદેવેની સહાય અને ભવ્યાત્માઓની શુભેરછાઓથી સંયમસાધક અને શાસનપ્રભાવક બની રહેલી પૂજ્ય પંન્યાસશ્રી જગવલ્લભવિજયજી મહારાજની જીવનયાત્રા અવિરતપણે વિકાસશીલ બની સ્વ-પર ભવ્યાત્માઓની ભવયાત્રા અવરોધી શિવયાત્રાના પાથેયરૂપ બને એ જ મંગળકામના સહ પૂજ્યશ્રીના ચરણે ભાવપૂર્ણ વંદનાવલી !
(પૂ. મુનિશ્રી ચારિત્રવલ્લભવિજયજી મ. સા. પૂ. મુનિશ્રી દર્શનવલ્લભવિયજી મસ્સા.ની પ્રેરણાથી શ્રી “પરિસિક” પરિવાર–સમશેરપુર-સંગમનેર-નાસિક-અમદાવાદના સૌજન્યથી ) શ્ર. ૮૬
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org