________________
શ્રમણભગવંતો-ર
ટ્રસ્ટની સ્થાપના થવા સાથે તેની અંતર્ગત શ્રી પાવાપુરી જલમંદિરનું ભવ્ય નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પૂજ્યશ્રીને સં. ૨૦૪૭માં ૮૫-૮૬માં વર્ધમાનતપની ઓળી ચાલી રહી છે. ટૂંક સમયમાં ૧૦૦મી એળીની પૂર્ણાહુતિને આરે પહોંચશે. તપ-ત્યાગ, શીલ-ચારિત્રની અખંડ આરાધના કરતાં પૂજ્યશ્રી દીઘયુષ્ય ભોગવી પરમપ્રભાવક શાસનસેવા કરતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કટિશઃ વંદના !
(સંકલન : મુનિશ્રી રાજતિલકસાગરજી મહારાજ.)
ધર્મચકતપ પ્રભાવક પૂ. પંન્યાસશ્રી જગવલ્લભવિજયજી મહારાજ
સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશના “ભગતનું ગામના હુલામણા નામે વખણાતું સાયલા ગામ સંતે અને સજજનેની ભેમકા છે. એ પ્રસિદ્ધ અને પાવન ગામમાં જગજીવન નામના શ્રેષ્ઠી હીરાબહેન નામનાં ધર્મપત્ની સાથે રહેતા હતા. સં. ૧૯૯ના ફાગણ વદ ૧૦ને દિવસે હીરાબહેને પુત્રયુગલને જન્મ આપ્યો. “પુત્રનાં લક્ષણ પારણામાં” એ અનુસાર પ્રથમ દર્શને જ જણાઈ આવતું કે હીરાની કૂખે હીરા જ પાડ્યા છે! જેઓની રગેરગમાં ધર્મભાવનાનાં રક્તકણે વહેતાં હતાં એવાં હીરાબાએ જયંતી અને જસવંતના નામે વૃદ્ધિ પામતાં આ બાળકોને બાળપણથી જ સ્તનપાન અને દુધપાનની સાથે ધર્મભાવનાનાં અમપાન કરાવ્યાં. ઉંમર, બુદ્ધિ, જ્ઞાન ને ગુણથી વિકાસ પામતી આ બંને ભાઈ ની જોડી માતાપિતાનાં આનંદ અને આશાને વિષય બની. એક જ સરખી રીતે વરસતી જલધારા જેમ પાત્રની શક્તિ અનુસાર ફળદ્રુપ બને છે, તેમ સમાન એવી સંસ્કારની અમીધારાથી સિંચાતા હોવા છતાં યંતીની અંતરભૂમિ પર તે ધારા શ્રાવકધર્મની આરાધનાના ફળરૂપે સીમિત બની, જ્યારે જસવંતની અંતરભૂમિ પર તે તે વિરાગની વેલડીનું ઉદ્દગમસ્થાન બની રહી ! પ્રાપ્ત થતા સદ્ગુરુના સંગની તકને વધાવી લેવાની વૃત્તિથી જસવંતના જીવનમાં ભૌતિકતાના વિલાસી રંગોને પ્રવેશ થઈ શકયો નહીં. પૂ. આ. શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યે અને બાલમુનિ પૂ. શ્રી નંદીઘોષવિજયજી મહારાજના દર્શને બાલ જસવંતને પણ તેવા બાલમુનિ બનવાની ઝંખના જાગી. વિરાગ-ભાવનાની વિકસિત થતી એ વેલડીને અધિક વિકાસ પામવા માટે આધારરૂપ વિશાળ વડલા સ્વરૂપ વાત્સલ્યવારિધિ પૂ. આ. ભ. શ્રી વિપ્રેમસૂરીશ્વરજી મહારાજને ભેટો થયે. નિકટમાં આવેલી સુરેન્દ્રનગરની ભૂમિને એ મહાપુરુષે પાવન કરી હતી. ગામ-પરગામના હજારો ભાવિકે આ પરમબ્રહ્મ મૂર્તિનાં દર્શન કરી ધન્ય બનતા હતા. તેમાં માતા હીરાબહેન સાથે જસવંત પણ ત્યાં ગયાં. આ મહાપુરુષ માટેની એક માન્યતા તે કાળે એ પ્રવર્તતી કે, “એ જેને હાથ પકડે તે આત્મા સંસારની બાથમાંથી છૂટીને સંયમના પાથ ઉપર આગળ વધ્યા વિના ન રહે !” અને યવનના ઉષાકાળે એક ધન્ય પળે જસવંતને હાથ એ મહાપુરુષ પકડ્યો; ને કહ્યું કે, “હીરાબેન! આ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org