Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 682
________________ co "" જસવંતને વિહારમાં લઇ જવા છે. આ વાત સાંભળી ધર્મી છતાં મેહયુક્ત હીરાબેન અંતરથી ડરી તેા ગયાં, પણ મહાપુરુષના વચનને ટાળી શકયા નહીં. એક દિવસ માટે જસવંત તે મહાપુરુષની સાથે રહી પાછો આવ્યા ખરો, પણ તે ઘરે રહેવાની ઇચ્છાથી નહી'; પર`તુ કયારેય ઘરે પાછા નહીં ફરવાની આશિષ લેવા. પરંતુ માહઘેલા સ્વજના દીક્ષા માટે ના-સંમત બનતાં, તેમના તીવ્ર પ્રતિકાર રૂપે જસવ'તે પણ ખરાખરીના જગ માંડડ્યો. ત્રણ-ચાર વાર તે ઘરેથી રફુચક્કર પણ થઇ ગયા. તપ-ત્યાગના યજ્ઞ આરંભ્યા. અંતે તીવ્ર સાધનાના સુપરિણામ રૂપે સ્વજનાના મેાહઘેલાપણાને અને પેાતાના ચારિત્રમેાહનીય કર્માંનાં પડળાને દૂર નિવારીને, સ. ૨૦૧૮ના ફાગણ સુદ ૧૦ના દિવસે, સાયલા ગામમાં જ, ભીષ્મતપસ્વી પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જસવ'ત અણુગાર બની જિનશાસનના શણગાર બન્યા. વિરાગમૂર્તિ પૂ. મુનિશ્રી હેમચ'દ્રવિજયજીના શિષ્ય મુનિશ્રી જયચંદ્રવિજયજી તરીકે જાહેર થયા. મા એ મા, બીજા વગડાના વા' એ પ્રમાણે ગુરુ પાતાના શિષ્યની જે સંભાળ કરી શકે તેટલી બીજા ના કરી શકે, એ વાત નક્કી જ છે. તે કાળે પૂ. મુનિશ્રી હેમચંદ્રવિજયજીની શારીરિક સ્થિતિ નાજુક હોવાને કારણે નૂતન મુનિવરના વિકાસને અનુલક્ષીને ભવિષ્યની ચિંતાથી સ. ૨૦૧૮ના વૈશાખ સુદ ૬ના શુભ દિવસે પરમ ગુરુદેવ આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂ. મુનિરાજશ્રી ધર્માંનવિજયજી ( પછીથી આચાર્ય શ્રી વિજયધમજિતસૂરીશ્વરજી ) મહારાજના શિષ્ય તરીકે શ્રી જયચ'દ્રવિજયજીને બદલે શ્રી જગવલ્લભવિજયજીના નૂતન નામાભિધાન સહ પંચ મહાવ્રતના સ્વીકારરૂપ વડી દીક્ષાને સ્વીકાર કર્યાં. ત્યાર બાદ, તપત્યાગ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ આદિ વિવિધ સાધનાના યજ્ઞના આરંભ કર્યાં. જીવનપર્યંત લીલાં શાકભાજીના ત્યાગ, અનિવાય કારણે એક-બે ફૂટ સિવાય સફળાહારનેા ત્યાગ, પ્રાયઃ સ સુક્કા મેવાના ત્યાગ, અનેક મીઠાઈ તેમ જ ફરસાણની ચીજોના પણ ત્યાગ – આમ, પૂ. મુનિશ્રી જગવલ્લભવિજયજી મહારાજ અનેક પ્રકારે ત્યાગ દ્વારા વિરાગને પુષ્ટ કરતા ચાલ્યા. વળી, શ્રેણીતપ, સિદ્ધિતપ, વરસીતપ, ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતના અઠ્ઠમ, વધુ માનતપની ૫૯ એળી, ધ ચક્રતપ વગેરે અનેકવિધ તપધર્મના તાપમાં અસ`ખ્ય ભવાનાં પાપને ભસ્મીભૂત કરવા માંડચા. ઉપરાંત, જ્ઞાનાર્જનની સાધના પણ ઉત્તરોત્તર આગળ વધતી ચાલી. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ તથા ન્યાયના કેટલાક પ્રથા અને આચારાંગાદિ ૩૫ આગમસૂત્ર, છેદસૂત્ર વગેરેના સ્વય' જ્ઞાતા બન્યા. એટલું જ નહિ, અનેક નાનામેટા મહાત્માઓને આગમવાચના દ્વારા અધ્યયન કરાવ્યું. જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગની સાધનામાં પૂજ્યશ્રી ખૂબ આગળ વધ્યા, તે સાથેાસાથ વૈયાવૃત્તાન્તરાલે સ્વાધ્યાયે વિધેય આ સૂત્રના પરિણતિજ્ઞાનથી ગુરુભક્તિ અને સાધુભક્તિના યાગમાં પણ અદમ્ય ઉત્સાહવાળા બન્યા. સંયમજીવનનાં પ્રારંભિક ૧૨ વ તા એકમાત્ર ગુરુસેવાના મંત્રને કેન્દ્રમાં રાખીને સાધના કરી, જે ભક્તિપ્રભાવે અનેક શક્તિઓના સ્વામી બન્યા. શાસનપ્રભાવક અધ્યાત્મસાધનામાં નિમગ્ન બનેલા મુનિશ્રીને શાસનપ્રભાવનાનાં કાર્યો માટે સુયેાગ્ય જાણીને પરમેાપકારી દાદાગુરુદેવશ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે અંતરના આશિષપૂર્ણાંક સ્વતંત્ર રીતે ગામેગામના ભાવિકોને આરાધનાના માગે" ઉદ્યમશીલ બનાવવા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726