________________
૬૭૮
શાસનપ્રભાવક
બની ગયા. વિનય, વૈયાવચ્ચ, ભક્તિ આદિના કારણે તેઓશ્રી ઉપર ગુરુકૃપા પણ વરસતી રહી. પૂજ્યશ્રીને સં. ૨૦૩૬ના માગશર વદ બીજને દિવસે ભાવનગરમાં ગણિપદથી અને સં. ૨૦૩૯ના વૈશાખ સુદ ૧૦ના દિવસે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી માનતુંગવિજયજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્ય હેવાથી પૂજ્ય આચાર્યશ્રીની શુભ નિશ્રામાં અદ્યાપિપર્યત થયેલાં શાસનપ્રભાવનાનાં કાર્યોમાં, અખંડ ગુરુકુળવાસ સેવી, ડાતા રહ્યા છે. એવી જ રીતે પૂજ્યશ્રી દ્વારા ઉત્તરોત્તર વધુ ને વધુ શાસનસેવા થતી રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણે કેટ કેટિ વંદના!
પૂ. પંન્યાસશ્રી કલ્યાણસાગરજી મહારાજ
ધર્મનગરી રાધનપુરમાં શેઠશ્રી કાન્તિલાલ અમૂલખદાસનાં સુશ્રાવિકા ધર્મપત્ની કંચનબહેનની કુક્ષીએ સં. ૨૦૦૧ના મહા સુદ ૧૦ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ કિરીટકુમાર રાખવામાં આવ્યું. તેની વય ૮ વર્ષની થતાં પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજના પરિચયમાં સમસ્ત કુટુંબ આવ્યું અને ધર્મના રંગે રંગાયું. તેમાં ભાઈ કિરીટકુમારે નવપદજીની એળી કરવા સાથે સંયમ લેવાની ભાવના દઢમૂળ કરી. સં. ૨૦૧૨માં પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં મહામંગલકારી ઉપધાનતપની ભાવપૂર્વક આરાધના કરીને મોક્ષમાળા પહેરી દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા પરંતુ ધર્મને વધુ અભ્યાસ કરવા માટે માતા-પિતાએ મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળામાં મોકલ્યા. ૧૬ વર્ષની ઉંમર સુધીમાં પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૨ કર્મગ્રંથ સુધીને અભ્યાસ કર્યો. સાડાત્રણ વર્ષ પાઠશાળામાં રહ્યા. ૧૬ વર્ષની ઉંમરે વર્ધમાન તપને પાયો નાખ્યો. ૧૮ વર્ષની ઉંમરે તેમની દીક્ષાની ભાવના સાકાર થઈ અને મેત્રાણ તીથે પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થઈપૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી કલ્યાણસાગરજી નામે જાહેર થયા.
પૂજ્યપાદ ગુરુભગવંતની પાવન નિશ્રામાં આગમ-ન્યાય-વ્યાકરણ આદિને ગહન અભ્યાસ કર્યો. કેટલાંક ચાતુર્માસ પૂની નિશ્રામાં કરીને પછીથી સ્વતંત્રપણે શાસનસેવાનાં કાર્યો ઉપાડ્યાં. સં. ૨૦૩૦ના માગશર સુદ ને દિવસે મુંબઈ-વિલેપાર્લેમાં પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે ગણિપદ પ્રદાન થયું. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને દિવસે પાલીતાણામાં પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદ પ્રદાન થયું. પૂજ્યશ્રીના પગલે પગલે તેઓશ્રીના વયેવૃદ્ધ પિતાએ, નાનાભાઈ એ, નાનીબહેને પણ સંયમ સ્વીકાર્યું. સુદીર્ઘ દક્ષા પર્યાય દરમિયાન પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક ભવ્યાત્માઓની દીક્ષા થઈ છે. અનેક રીપાલિત સંઘે નીકળ્યા છે, અનેક ઉપધાન–ઉદ્યાપન આદિ તપશ્ચર્યાઓ થઈ છે. શાસનપ્રભાવનાનાં અન્ય અનેક કાર્યો ચિરસ્મરણીય રીતે સુસંપન્ન થયાં છે અને થઈ રહ્યાં છે. તેમાં સવિશેષ નોંધપાત્ર છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી ઈડર પાસે રાણી તળાવમાં શ્રી અષ્ટાપદ જલમંદિર નિર્માણ જના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org