________________
શાસનપ્રભાવક
તે સં. ૨૦૩૧માં પૂ. ગુરુમહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી એક પણ દિવસના વિયેગ વિના સતત ગુરુસેવા કરી. ગુરુદેવના અનન્ય કૃપા અને આશીર્વાદ મેળવ્યા છે અને એ ગુરુકૃપાબળે આજે પણ પૂજ્યશ્રી સંયમની આરાધના, આધ્યાત્મિક સાધના અને જ્ઞાનની ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી રહ્યા છે. પૂજ્યશ્રીની આવી ઉત્કૃષ્ટ ગ્યતા જાણીને તેમને સં. ૨૦૪પના પોષ વદ ૧ના દિવસે મુંબઈમાં ગણિ-પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી રત્નભૂષણ વિજયજી મહારાજ સ્વ-પર કલ્યાણ માર્ગે આગળ વધી વિવિધ ધર્મકાર્યો દ્વારા સારી એવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. તેઓશ્રીએ વરસીતપ, અઠ્ઠાઈ, જ્ઞાનપંચમીની આરાધના, નવપદની એળીઓ વગેરે તપસ્યા કરી છે. સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા અને તેમાં છડુંપૂર્વક સાત યાત્રા કરી હતી. પૂજ્યશ્રીએ પ્રાચીન હસ્તલિખિત પ્રતેનું સંશોધન અને તે જ પદ્ધતિ દ્વારા અત્યારે પણ લહિયાઓ પાસે આગમાદિ શાસ્ત્રગ્રંથ લખાવવાનું કાર્ય ચાલુ છે. તેઓશ્રીએ દસેક ધર્મગ્રંથનું સંપાદન કરેલ છે અને તે પ્રકાશિત થયેલ છે. તેમાં અધ્યાત્મ રત્નમંજૂષા અને “આરાધનાનું મંગલમય ભાથું – એ બે નોંધપાત્ર છે. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન થયાં છે—જેવાં કે, પ્રભુપ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, છરીપાલિત યાત્રાસંઘ, નાનીમોટી સામુદાયિક આરાધનાઓ, ઓચ્છવ --મહત્ય. સં. ૨૦૪૭નું ચાતુર્માસ સમેતશિખરજી તીર્થે કર્યું. તેઓશ્રી તથા વયેવૃદ્ધ પૂ. મુનિશ્રી જયભૂષણવિજયજી મહારાજ તથા નિસ્પૃહી વૈયાવચ્ચકારી પૂ. મુનિશ્રી કુલભૂષણવિજયજી મહારાજ (સંસારપણે પિતાશ્રી અને લઘુબંધુ) આદિની નિશ્રામાં આ ચાતુર્માસ દરમિયાન સુંદર આરાધના થવા સાથે તીર્થ માટેની સારી એવી જાગૃતિ આવી હતી. પૂજ્યશ્રી દ્વારા આ રીતે જ્ઞાન પ્રસારનાં, ધર્મા પ્રભાવનાનાં અને તીર્થભક્તિ-જાગૃતિનાં કાર્યો ઉત્તરોત્તર આગળ વધતાં રહો એ જ અભ્યર્થના સાથે એ કાર્યો માટે પૂજ્યશ્રી સ્વસ્થ નિરામય દીર્ધાયુ પામે એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીના ચરણે શતશઃ વંદના!
—
—
પૂ. પંન્યાસશ્રી શ્રેયાંસવિયજી ગણિવર્ય
પૂજ્યશ્રીનું વતન કચ્છનું જખૌ ગામ. પિતાનું નામ ઠાકરશી નાગશી અને માતાનું નામ લીલાબાઈ સ્વનામ શાંતિલાલ. તેમને જન્મ મુંબઈમાં તા. ૧૬-૬-૧૯૪૧ને સોમવારે થયે. સેવાગ્રામ (વર્ષા), ગુરુકુળ (સોનગઢ) અને મુલુન્ડમાં વ્યાવહારિક શિક્ષણ પાંચ ધારણ સુધીનું લીધું. પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, તત્વાર્થસૂત્ર, હેમલઘુપ્રક્રિયાનો અભ્યાસ કર્યો. સં. ૨૦૧૩ના મહા વદ પાંચમને મંગળવારે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. આ. શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા અંગીકાર કરીને મુનિશ્રી શ્રેયાંસવિજયજી મહારાજ બન્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિનાડુ, એરિસા, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન આદિ સમગ્ર ભારતવર્ષમાં વિચર્યા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org