________________
શ્રમણભગવત-૨
૬૭૭ પૂજ્યશ્રી શાસ્ત્રવેત્તા અને ધર્મ પ્રવૃત્તિઓના પ્રેરણાદાતા છે. તેથી તેઓશ્રીની વિશેષ પ્રવૃત્તિમાં સાહિત્યસર્જનનું કામ નેધપાત્ર છે. પૂજ્યશ્રીએ પાર્શ્વનાથચરિત્ર, શાંતિનાથચરિત્ર, કલ્પસૂત્ર, ઉપદેશતરંગિણી, ઉપદેશપ્રસાદ ભાગ ૧ થી ૩, વર્ધમાનદેશના, ધન્યકુમારચરિત્ર (બે આવૃત્તિ) આદિ ગ્રંથે પ્રગટ કર્યા છે. તેઓશ્રીને શિક્ષણિક શિબિરમાં ખૂબ રસ છે. બાળકની જ્ઞાનશિબિરોનું પણ આયોજન કર્યું છે. પૂજ્યશ્રી ઘણા શિષ્યપ્રશિષ્ય સમુદાય ધરાવે છે. પૂજ્યશ્રીને ૨૦૩૪ના વૈશાખ વદ ૩ને શુભ દિને બોરસદ મુકામે ગણિપદ અને સં. ૨૦૩ના ચૈત્ર સુદ ૩ને દિવસે વલસાડ મુકામે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી અધિકાધિક શાસનપ્રભાવક કાર્યો કરતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં શતશઃ વંદના!
પૂ. પંન્યાસશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ
ચૌદ વર્ષની બાલ્યવયે મુમુક્ષુ બકુલે ડહેલાવાળા સમુદાયના પૂ. આ. શ્રી વિજ્યયશભદ્રસૂરિજી મહારાજનાં પાવન કરકમળથી ૨૦૧૩ના જેઠ સુદ પાંચમના મંગળ દિને દીક્ષા અંગીકાર કરી, અને મુનિશ્રી વિમલભદ્રવિજ્યજી બન્યા. અપૂર્વ લગન, ગુરુભક્તિ અને ક્ષેપશમના પ્રભાવે સંસકૃત-પ્રાકૃત ધાર્મિક પ્રકરણગ્રંથનું ઊંડું અધ્યયન કરવા સાથે સંસ્કૃત ભાષાની પરીક્ષાઓ પસાર કરી. ગુરુકૃપાથી પ્રવચનશક્તિમાં સારો વિકાસ સાધ્યું. જ્ઞાન ધ્યાનની સાધના સાથે ૮, ૧૧, ૧૬, ૨૧, ૩૦, ૩ર ઉપવાસ આદિ કઠિન તપશ્ચર્યા અને મુનિજીવનની ચોગસાધનામાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી આચારાંગસૂત્રનાં ગહન પણ કર્યા. સૌ કઈ સાથે મધુરતાભર્યો વ્યવહાર અને સુખદુઃખમાં સમભાવ ધારણ કરતાં મુનિશ્રીને મુખ્ય મંત્ર “નમે અરિહંતાણું” વારંવાર ગુંજતે હોય છે. ગુરુસેવાની અનન્ય અને એક માત્ર ઇચ્છાને સેવતા મુનિરાજને યોગ્યતાનુસાર ગણિ-પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. જ્ઞાનતપ-સાધનામાં પૂજ્યશ્રી દિનપ્રતિદિન વિકાસ સાધતા રહો એ જ શુભકામના ! અને પૂજ્યશ્રીનાં ચરણમાં ભાવભીની વંદના !
પૂ. પંન્યાસશ્રી માનતુંગવિજયજી મહારાજ
પૂ. પં. શ્રી માનતુંગવિજયજી મહારાજને જન્મ સં. ૧૯૮૭ના ભાદરવા વદ ૧૨ને દિવસે ગુજરાતના પ્રસિદ્ધ અને ઐતિહાસિક નગર પાટણ શહેરમાં થયું હતું. તેમના પિતાનું નામ સુંદરલાલ, માતાનું નામ તારાબહેન અને તેમનું પિતાનું જન્મ નામ મહેન્દ્ર હતું. બાલ્યવયમાં મળેલા ધર્મસંસ્કારોથી તેમની ધર્મ પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં અને આગળ જતાં દીક્ષાની ભાવના જાગતાં સં. ૨૦૧૫ના પિષ વદ ૭ને દિવસે મુંબઈમાટુંગા મધ્યે દીક્ષા અંગીકાર કરી અને પૂ. આ. શ્રી વિજય મેરૂતુંગસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી માનતુંગવિજયજી નામે ઘોષિત થયા. દીક્ષા બાદ તેઓશ્રી જ્ઞાન, ધ્યાન અને સયંમની આરાધના સાથે ગુરુદેવને સમર્પિત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org