________________
શ્રમણભગવંતે-૨
६७३
પાલીતાણામાં ભગવતીસૂત્રના જેગ કરાવ્યા અને હસ્તગિરિ તીથે સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે ૩૦૦ ઉપરાંત સાધુસાધ્વીજી મહારાજ અને ચતુવિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે મહામહેત્સવપૂર્વક ગણિપદથી અલંકૃત કર્યા. તથા સં. ૨૦૪૨ના ફાગણ વદ ૩ને દિવસે શ્રી શંખેશ્વર તીર્થે વિશાળ ચતુર્વિધ સંઘ વચ્ચે પંન્યાસપદથી વિભૂષિત કર્યા.
આજે ૬૧ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રી સુંદર આરાધના કરી-કરાવી રહ્યા છે. છેલ્લાં ૨૨ વર્ષોથી ગુર્વાજ્ઞાનુસાર જુદાં જુદાં ક્ષેત્રોમાં–કચ્છ, મારવાડ, મુંબઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત, બનાસકાંઠામાં ચાતુર્માસ કરી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. પૂજ્યશ્રી ઉત્તમ લેખક પણ છે. ડિસાથી નીકળતા “રખેવાળ” દૈનિક પત્રમાં તેમની “આધ્યાત્મિક ચિંતન” નામની કલમમાં લેખમાળા પ્રસિદ્ધ થઈ રહી છે. જેના આધારે ૮ મેટાં પુસ્તક તેમ જ સંસ્કૃત, આધ્યાત્મિક, કથાઓ વગેરે કુલ મળી ૨૫ જેટલાં પુસ્તક પ્રકાશિત થયાં છે. “જ્ઞાનદીપક પ્રકાશન ટ્રસ્ટ, મારફત પૂજ્યશ્રીનાં પુસ્તક પ્રકાશિત થઈ રહ્યાં છે.
પૂજ્યશ્રીની દીક્ષા બાદ તેમના સંસારી પરિવારમાંથી મુનિશ્રી વિનીતસેનવિજયજી (સંસારી ભત્રીજા), સાધ્વી શ્રી ચંદ્રધર્માશ્રીજી, સાધ્વી શ્રી ચંદ્રદશનાશ્રીજી, સાધ્વીશ્રી અમીરસાશ્રી આદિ દીક્ષિત થઈ નિર્મળ સંયમની આરાધના કરી રહેલ છે. તેમનાં સંસારી પત્ની જડાવબહેન માતુશ્રીની સેવાથે સંસારમાં રહીને પણ સુંદર ધર્મારાધના કરી રહ્યાં છે, જેમણે વર્ધમાનતપની ૧૦૦ એની પૂર્ણ કરી છે. ઉપરાંત, ૪૫ ઉપવાસ, માસક્ષમણ, વશિસ્થાનક તપ, ધર્મચકતપ, ભવ આલોચના, સિદ્ધગિરિમાં આ બિલ તપથી બે ચાતુર્માસ, કલ્યાણક ભૂમિઓની યાત્રાએ અને સુંદર જ્ઞાનાભ્યાસ કરી જીવનને ધર્મમય બનાવ્યું છે. પૂજ્યશ્રીનું ચિંતન-મનન-દેશના બિન્દુનું માધ્યમ મુખ્યતયા પંચસૂત્ર-પ્રથમસૂત્ર : “ચાર શરણ સ્વીકાર, સ્વદેષદર્શન અને પરગુણ અનુમોદન” છે. પૂજ્યશ્રીના સદુપદેશાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થમાં “શ્રી શંખેશ્વર વર્ધમાનસૂરિ જ્ઞાન આરાધના ટ્રસ્ટ” દ્વારા હાઈવે ઉપર “શ્રી વર્ધમાનસૂરિ પ્રવચન હોલ”, “શ્રી વર્ધમાનસૂરિ શાસ્ત્રસંગ્રહ', પાઠશાળા, કાર્યાલય, સ્વાધ્યાય હોલ વગેરે સાકાર થઈ રહેલ છે. આ વર્ધમાનસૂરિ એટલે આજથી ૭૦૦ વર્ષ પહેલાં થયેલ શ્રી વસ્તુપાલ-તેજપાલના ગુરુ અને શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક દેવાત્મા. પૂજ્યશ્રીને એમના પ્રત્યે અપાર ભક્તિ છે. પૂ. પંન્યાસશ્રી કીતિ સેનવિજ્યજી ગણિવરનું સંસારી નામ કાંતિલાલ, પિતાનું નામ ગોવર્ધનભાઈ અને માતાનું નામ રંભાબહેન હતું. તેમનો જન્મ સં. ૧૯૮૭ના મહા વદ ૧ને દિવસે આંબાપર (કચ્છ)માં થયો હતો. આજે પૂ. પંન્યાસજી મહારાજ શિષ્ય શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી વિનીતસેનવિજયજી, મુનિશ્રી ધર્મસેનવિજ્યજી, મુનિશ્રી સંયમરત્નવિજયજી મહારાજ સહ શાસનનાં અનેકવિધ કાર્યોમાં સંયમ શોભાવી રહ્યા છે. એવા પૂજ્યવરને કેટિ કેટિ વંદના !
(સંકલન : પૂ. મુનિશ્રી વિનીતસેનવિજયજી મહારાજ ).
શ્રિ. ૮૫
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org