________________
૬૭૨
શાસનપ્રભાવક
લોકપ્રકાશના ૨૧૦૦૦ લેકપ્રમાણુ પાંચ ભાગ, ઉત્તરાધ્યયન ભાગ-૨, સુલભ ચરિત્રાણિ, પ્રકરણ રત્નાવલી, પ્રવચન સારોદ્ધાર આદિનાં સંપાદન કર્યા છે. તદુપરાંત પૂજ્યશ્રીઓનાં ૪૧ પુસ્તકોનું પ્રકાશન કરાવરાવ્યું છે. આ રીતે જ્ઞાન, ભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતની ભક્તિ, જીવદયા આદિનાં કાર્યો પણ પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક થયાં છે.
પૂજ્યશ્રીને જ્યારે સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને દિવસે પંન્યાસપદે આરૂઢ કરાયા, ત્યારે પૂજ્યશ્રીને અંતરના ઉદ્ગાર હતા કે, “હું નાનું બાળક ધૂળમાં રમનારો. મને કલ્પના પણ ન હતી કે હું દીક્ષા લઈશ. આજે પૂ એ જે પદે મને સ્થાપિત કરેલ છે તેવી યેગ્યતા મારામાં નથી. પૂજ્ય ઉપકારી ગુરુભગવંતોની કૃપાનું જ આ ફળ છે. અને એ કૃપાના બળે જ એ પદનું હું પાલન કરી શકીશ.” પૂજ્યશ્રીમાં આવી તે નિસ્પૃહતા છે! પૂજ્યશ્રીનાં વ્યાખ્યામાં પણ પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના આદર્શ વિચારોની ઝલક જોવામાં આવે છે. તેઓશ્રીએ એમના વિચારો પચાવેલા છે. મૈગ્યાદિક ભાવ, નમસ્કાર મહામંત્ર ચિંતન, ગુણાનુરાગ, દાન, દયા, પરોપકાર આદિ વિષયો પૂજ્યશ્રી વિશદ રીતે સમજાવે છે. પૂજ્યશ્રી સ્વભાવે શાંત અને મિલનસાર છે. વડીલના કૃપાપાત્ર છે; અને એવા ઉપકારી પૂજ્યના પગલે અનેરી શાસનપ્રભાવના કરી રહ્યા છે. હાલાર પ્રદેશમાં એમના પિતામુનિએ સેંપેલી જવાબદારી બરાબર અદા કરી, શાસનની અને સંઘની ભક્તિ કરી, અનેકેને ધર્મમાગે પ્રેરી રહ્યા છે. આવા ગુણીયલ પૂ. પંન્યાસશ્રી વજનવિજયજી મહારાજને સં. ૨૦૪૭ના વર્ષમાં પરમ શાસનપ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે આચાર્યપદ માટે આજ્ઞા કરી, પણ નિસ્પૃહી, સરળ સ્વભાવી પૂજ્ય પંન્યાસજી મહારાજે પોતાના ઉપકારી ગુરુભગવંતના આદર્શને આદર્શ બનાવવા એ પદ લેવાને અસ્વીકાર કર્યો અને આજે પણ કરી રહ્યા છે. ધન્ય છે આવા પૂજ્ય પંન્યાસજીને ! વંદન હજો એ પૂજ્યવરને ! (સંકલન : પૂ. મુનિરાજશ્રી હેમપ્રભવિજયજી મહારાજ.)
પૂ. પંન્યાસશ્રી કીતિ સેનવિજયજી મહારાજ
પૂ. પં. શ્રી કીર્તિસેનવિજયજી ગણિવર્ય ૨૪ વર્ષની ઉંમરે વૈરાગ્યવાસિત બની, સુખમય સંસારનો ત્યાગ કરી, સિદ્ધાંતમહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાદિ ૧૦૦ ઉપરાંત પૂ. સાધુભગવંતની પુનિત નિશ્રામાં મહારાષ્ટ્રના વણ ગામે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ધર્મતીર્થપ્રભાવક પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા સ્વીકારી. સતત ગુરુકુળવાસમાં રહી વિનય, વિવેક, ભક્તિ સાથે જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગમાં આગળ વધી આગમવાચન અને પ્રકરણાભ્યાસ દ્વારા પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. તેમની યોગ્યતાને અનુલક્ષી વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ, શ્રી વિયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૪૦ના ધનતેરસના દિવસે પન્ના-રૂપ ધર્મશાળા
Jain, Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org