________________
શ્રમણભગવંતે-૨
૬o૫
શાંતમૂતિ મુનિશ્રી જયંતવિજયજી મહારાજ
વલભીપુર સૌરાષ્ટ્રનું બહુ પ્રાચીન નગર છે. આ પ્રાચીન પ્રસિદ્ધ નગરમાં મુનિરાજશ્રી જયંતવિજયજીને જન્મ સં. ૧૯૪૦માં ઓશવાળ કુળમાં થયે. પિતાનું નામ ભુરાભાઈ, માતાનું નામ જેઠીબાઈ અને પિતાનું જન્મનામ હર્ષચંદ્ર હતું. પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી, લગભગ ૧૭ વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું. ઘરની બધી જવાબદારીનો ભાર તેમના માથે આવી પડ્યો. સ્થિતિ કઠણ હતી અને જ્ઞાનપિપાસા એથી તીવ્ર હતી. તેઓશ્રી બીજે માર્ગ શેળે તે પહેલાં જ અણધાર્યા મેઘની જેમ તેમને ધર્મમૂતિ શ્રી વિજયધર્મસૂરિજીને સુયોગ સાંપડી ગયે. પિતાની તીવ્ર જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવા તેમણે ઘરની વ્યવસ્થા કરી નાખી અને એ મહાત્મા સાથે ભ્રમણ કરવા માંડ્યું. સં. ૧૯૬૦માં ગુજરાત છેડી તેઓશ્રી વિજયધર્મસૂરિજી સાથે કાશી ગયા અને વ્યાકરણ, ન્યાય, કાવ્ય તેમ જ ધર્મશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું. તેઓ જે કાંઈ ભણતા તે સંગીન પણે સમજી લેતા. તેઓ અજ્ઞાનતાને છુપાવવાને દંભ ન કરતા. આથી કેટલાયે સહપાઠી વિદ્યાર્થીઓને તેઓ અભ્યાસમાં ખૂબ મદદરૂપ થઈ પડતા. આટલી વિદ્યાવૃત્તિની સાથે સાથે, સેનામાં સુંગધની જેમ તેમની વ્યવસ્થાશક્તિ અને ચારિત્ર પણ અજબ રીતે ખીલવાં લાગ્યાં.
શ્રી વિજ્યધર્મસૂરિજીએ કાશીને વિદ્યાનું કેન્દ્ર માની પિતાની પ્રવૃત્તિઓને પ્રારંભ કર્યો. તેમાં જૈન વિદ્યાર્થીઓને સંસ્કૃત-પ્રાકૃતનું અધ્યયન કરાવવા માટે શ્રી યશોવિજય જૈન પાઠશાળાની સ્થાપના કરી. તેની સાથે સાથે જૈનભંડારમાં ઊધઈને ભોગ બનતાં અમૂલ્ય પ્રાચીન ગ્રંથને ઉદ્ધાર કરવા માટે શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાની શરૂઆત કરી સમાજને સાચું માર્ગદર્શન કરાવવા “જૈન શાસન” નામનું સાપ્તાહિક પત્ર પણ પ્રકાશિત કરવા માંડ્યું. અને આ ત્રણેની વ્યવસ્થાનું કામ શ્રીહર્ષચંદ્ર માથે આવી પડયું. આ સર્વ વ્યવસ્થાને ભાર અજબ કુશળતાથી વહન કરતાં કરતાં, સૌને પ્રેમશક્તિથી આકર્ષિત કરતાં કરતાં હર્ષચંદ્ર “માસ્તર હર્ષચંદ્ર'ના પ્રિય નામથી પ્રખ્યાત થઈ ગયા. એક તરફ વિદ્યાભ્યાસ ચાલુ રાખવે, નાના વિદ્યાથી એને ભણાવવા, છાત્રાલયની બધી
વ્યવસ્થા કરવી, વિદ્યાલયમાં અધ્યાપક અને વિદ્યાથી ઓને જરૂરી સામગ્રી પૂરી પાડવી, સંપાદિત ગ્રંથને સુંદર રીતે છપાવવાની ગોઠવણ કરવી અને સાથે સાથે “જૈન શાસન” સાપ્તાહિક માટે સમયસર બધે અહેવાલ તૈયાર કરે – આ બધું એકલે હાથે કરનારમાં કેટલે ઉત્સાહ, કેવું પૈર્ય અને કેવી ચીવટભરી વ્યવસ્થાશકિત હોવી જોઈએ, એને સહજ ખ્યાલ આવી શકે છે. આટઆટલી કામગીરીમાં પણ તેઓ સમય બચાવીને પઠન-પાઠન અને શાસ્ત્રમનનમાં નિમગ્ન રહેતા. એમની જ્ઞાનનિમગ્નતાએ એમને બ્રહ્મચારી સર્યા અને બ્રહ્મચર્યભાવે તેમને સાધુત્વ તરફ દોર્યા. એટલે કાશી જેવા વિદ્યાધામમાં, જેને સંસ્કૃતિના કેન્દ્ર સમી શ્રી યશોવિજય સંસ્કૃત પાડશાળામાં અનેક સમર્થ વિદ્વાને તૈયાર કરી શ્રી વિજયધર્મસૂરિજીએ ગુજરાત તરફ પ્રયાણ કર્યું. ત્યારે સં. ૧૯૭૧માં ઉદયપુરમાં હર્ષચંદ્ર પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજીના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી, અને મુનિશ્રી જયંતવિજયજી તરીકે વિચરવા લાગ્યા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org