________________
શાસનપલાવક
મુનિશ્રી ભાનુવિજયજી (વર્તમાનમાં પુ. આ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા. તેમની પાછળ ચારેક વર્ષે તેમના મોટાભાઈ પણ પિતાના પરિવાર સાથે દીક્ષિત થયા.
દીક્ષા પછી તેઓશ્રી વધુ ને બધુ અંતર્મુખ બનતા ગયા, અધ્યયન અને અનુપ્રેક્ષા દ્વારા આરાધના અને જ્ઞાનમાર્ગનું રહસ્ય પામવા મથતા રહ્યા. દીક્ષા પર્યાયનાં વીશ વર્ષના મૌન મનોમંથન અને શોધના સહજ નિષ્કર્ષ રૂપે સાંપડેલું દર્શન-નવનીત તેમણે “આત્મજ્ઞાન અને સાધનાપથ” પુસ્તકમાં જેનસંઘ સમક્ષ મૂકયું. ત્યારથી તેઓશ્રી જૈન-જૈનેતર મુમુક્ષુ વર્ગમાં આપ્તપુરુષ સમા ઉપાદેય બની રહ્યા. તેઓશ્રીનાં પુસ્તક : “વિજ્ઞાન અને અધ્યાત્મ” “આપણે આત્મનિરીક્ષણ કરીશું ? _અર્ચિત ચિંતામણિ નવકાર', “મુમુક્ષુઓ અને વિપશ્યનાવગેરેની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે. આત્મજ્ઞાન અને સાધનાપથ” એ તેમની પ્રમુખ કૃતિ છે, જેમાં તેઓશ્રીનું શાસ્ત્રજ્ઞાન અને ચિંતન ઉત્કૃષ્ટ કક્ષાએ ઝળકી રહ્યું છે. તેઓશ્રીનું ચિંતન માત્ર મૌલિક જ નહિ, સાંપ્રદાયિકતા અને સંકુચિતતાની દીવાલને ઓળંગનારું છે અને તેથી જ પરંપરાવાદી વર્ગની સાથે મતભિન્નતા વહેરીને પણ તેઓશ્રી નિબંધ સત્યની આરાધના કરતા રહ્યા. હમણાં જ તા. ૨૩-૬-૯૨ના રોજ શાશ્વત નવકાર મહામંત્રની ધૂન વચ્ચે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા. આ આધ્યાત્મયોગી પુરુષને કટિશ વંદના હ. પૂ. પં. શ્રી શીલચંદ્રવિજ્યજી ગણિના શબ્દોમાં તેઓ “સાધુપણને ય સંસાર છોડી બેઠેલા એક સાધુ છે.
(સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ )
અનન્ય ગુરુકૃપાપાત્ર વિદ્વધર્ય પૂ. પંન્યાસપ્રવરશ્રી હેમભૂષણ વિજયજી મહારાજ
આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું, ગુરુને પિતાના હૈયામાં વસાવવા ઉપરાંત, ગુરુના હૈયામાં સ્થાન મેળવવું અને ગુરુના વ્યક્તિત્વમાં પિતાના સર્વસ્વને ઓગાળી નાખવું એ કાંઈ સહેલી સાધના નથી; લેઢાના ચણા ચાવવા કરતાંય વધુ કઠિન ગણાવી શકાય એવી અને ઘણને તે સાવ જ અશક્ય લાગે એવી એ સાધના છે. છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, ગુરુને પિતાના હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની સિદ્ધિ મેળવી જનારા કેઈ સાધકની સ્મૃતિ થાય તે બીજી જ પળે પૂ. પં. શ્રી હેમભૂષણવિજ્યજી ગણિવર અચૂક યાદ આવી ગયા વિના ન જ રહે! છેલ્લાં ૧૫ વર્ષ, ૧ મહિને અને ૨૦ દિવસ સુધી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કાયા આસપાસ પ્રતિચછાયા બનીને રહેલું અને પિતાની તમામ તાકાતને રામચરણે સમર્પિત કરી ચૂકેલું એક વિરલ વ્યક્તિત્વ એટલે જ પૂ. પં. શ્રી હેમભૂષણવિજ્યજી ગણિવર !
શક્તિઓ મળવી સહેલી છે, એને સદુપગ પણ હજી સહેલું છે, પણ અનેકવિધ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org