Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 657
________________ શ્રમણભગવતો-૨ આજથી પંચાવન વરસ પહેલાં સી. એ થયેલા. અત્યારે ૮૪ વર્ષની ઉંમર ધરાવતા વર્ધમાન તપેનિધિ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ઇ. સ. ૧૯૬૩થી દર વર્ષે મે વેકેશનમાં આવેજિત થતી શિબિરમાં યુવાનોને પ્રતિબોધતા. ઇ. સ. ૧૯૬૪ના મે માસમાં અચલગઢમાં શિબિર યોજાઈ. પિતા-પુત્ર બને તેમાં જોડાયા. બન્ને કુતૂહલ અને જિજ્ઞાસાથી પ્રવચને સાંભળતા. એમાં રજનીભાઈને પૂજ્યશ્રીના અંગત પરિચયમાં આવવાનું બન્યું. જાહેર પ્રવચને અને અંગત હિતશિક્ષાએ રજનીભાઈને વૈરાગી બનાવ્યા. ઇ. સ. ૧૯૬૪ના દિવાળી વેકેશનમાં પિંડવાડામાં શિબિર યોજાઈ. ત્યાં પણ ભાગ લીધે. પૂજ્યશ્રીનાં વૈરાગ્યભરપૂર પ્રવચને સાંભળી રજનીભાઈએ સંસાર છોડવાને દઢ નિર્ણય કર્યો. પિતાજીને તે ઇષ્ટાપત્તિ હતી, પણ બે મોટાભાઈઓની ના હતી. છેવટે સમજાવટથી કામ પત્યું. તેમણે પણ ઉલ્લાસપૂર્વક રજા આપી. એક વર્ષ પિતા-પુત્ર આચાર્ય શ્રી સાથે રહ્યા. ગુરુએ તેઓની કટી કરી અને કસેટીમાંથી પાર ઊતરેલા અને પિતાપુત્રે ઈ. સ. ૧૯૬૬ની ૨૩મી એપ્રિલે મુંબઈ-મલાડમાં દીક્ષા અંગીકાર કરી. આરાધના માટે મુક્ત ગગન મળ્યું. આરાધના માટે પ્રેરનારા ગુરુદેવ અને સહવર્તી સંયમી મહાત્માઓ મળ્યા. આરાધનાની ગાડી ધીમે ધીમે આગળ વધવા લાગી. પણ ગાડી જ્યારે પહેલા ગીયરમાં હોય ત્યારે ખખડાટ થાય, વ્યવસ્થિત ન ચાલે તેમ અહીંયાં પણ જીવનમાં સંઘર્ષો, તકલીફે આવવા માંડયાં; પરંતુ થોડા સમય પછી ગાડી પુરપાટ દોડવા લાગી. શરૂઆતનાં વર્ષોમાં અભ્યાસની લગની ઓછી હતી, પણ ગુરુભક્તિ અપાર હતી. ભાંડારકરની સંસ્કૃતિની પ્રાથમિક પુસ્તિકા ૧૧ વખત કર્યા પછી પણ સમજ નહીં પડતાં કંટાળીને પૂજ્યશ્રીને ભળાવી દીધી. પૂજ્ય પ્રગુરુદેવ આ. શ્રી ભુવનભાનુસૂરિજી મહારાજ ઠપકે આપે, સમજાવે, કોધ કરે, કયારેક મારે પણ ખરા. એમ શિષ્યનું ઘડતર ચાલ્યું. વિશેષતા એ હતી કે આવા કપરા સંગોમાં પણ શિષ્યને ઉપકારી ગુરુદેવ પ્રત્યે ક્યારેય દુર્ભાવ થયે નહીં અને પૂ. ગુરુદેવની વિશેષતા એ હતી કે તેઓશ્રી ક્યારેય શિષ્યથી કંટાળ્યા નહીં. સાધુજીવનના આરંભના તબકકાનાં એ કપરાં ફળો પછીથી મીઠાં થઈને મળ્યાં! અઢારમા વર્ષે દીક્ષા લઈ મુનિશ્રી રત્નસુંદરવિજયજી મહારાજ બનેલા રજનીભાઈ એ દીક્ષાના ત્રીજા વરસથી અર્થાત્ એકવીસમા વર્ષથી પ્રવચનની શરૂઆત કરી. ત્યારથી તેઓશ્રીની વૈચારિક યાત્રા સતત આગળ વધતી રહી છે. દીક્ષાજીવનનાં શરૂઆતનાં લગભગ ૧૮ વર્ષ પ્રગુરુદેવ સાથે જ રહ્યા અને તેઓશ્રીના જ્ઞાનસમૃદ્ધ જીવનમાંથી ઘણું મેળવ્યું. આજે પણ પૂજ્યશ્રી નમ્રતાપૂર્વક માને છે કે પિતાની તેજસ્વીતા માટે ગુરુની કૃપા અને કરુણા જ જવાબદાર છે. પૂજ્યશ્રીની તાકિક અને લાક્ષણિક પ્રવચનશૈલીના કારણે શ્રોતાવર્ગ મંત્રમુગ્ધ બની જાય છે. જીવનમાં કંઈક મેળવીને જાય છે, દિલમાં કંઈક ઉતારીને જાય છે. પ્રવચનની પ્રભાવકતાને કારણે જ્યારે કેઈ પ્રશંસા કરે ત્યારે તેમને એક જ જવાબ હોય છે: “ગુરુદેવની કૃપાને પ્રભાવ છે. પૂજ્ય પ્રગુરુદેવશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી સુરતથી પુસ્તકલેખનની શરૂઆત કરી. સૌપ્રથમ સુરતમાં યુવાશિબિર સમક્ષ કરેલાં પ્રવચનેને પોતાની કલમ્ દ્વારા .. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726