________________
શાસનપ્રભાવક
રતને માલદ્ધારક પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે પૂ. શ્રી અભ્યદયસાગરજી મહારાજની પ્રેરણાથી “લગ્ન નહિ કરવા અને માવજજીવ બ્રહ્મચર્યનું પાલન કરવું” એવી પ્રતિજ્ઞા ભરસભામાં કરીને સકળ સંઘને તથા તેમના બાપુજી લાલચંદજીને અચંબિત કરી નાખ્યા હતા. માતા માણેકબેનના ઉજજવળ ધર્મસંસ્કારને લીધે રતનનું જીવનધ્યેય ધર્મમય બની ચૂકયું હતું. એમાં પૂ. ગુરુદેવેને સંગ થવાથી સંસાર પ્રત્યે તિરસ્કાર અને સંયમ-સ્વીકારની લાગણીમાં તીવ્રતા આવી અને પછી તે પુરુષાર્થ આદર્યો. આખરે કુટુંબીજનો અને પિતાજીના સ્નેહની દીવાલ ઓળંગીને સં. ૨૦૧૧ના માગશર સુદ ૬ના મંગળ પ્રભાતે રાજગઢમાં ઠાઠમાઠથી ઐતિહાસિક દીક્ષા લઈ પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના ૧૪મા શિષ્ય મુનિશ્રી નવરત્નસાગરજી તરીકે જાહેર કરાયા.
દીક્ષા બાદ મુનિશ્રી નવરત્નસાગરજી મહારાજે શાસ્ત્રાભ્યાસ, વિનય, વૈયાવચ્ચ, ત્યાગ, તપસ્યા, જયણ દ્વારા પિતાનું સંયમજીવન એટલું આદર્શયુક્ત બનાવી દીધું કે તેમની જીવનચર્યા જોઈને જૈનેતરે પણ વીતરાગધર્મની અનુમોદના કર્યા વગર રહી શક્યા નહોતા. પૂ. પં. શ્રી અભ્યદયસાગરજી મહારાજની કુશળ કેળવણું હેઠળ તેમનું સંયમજીવન ખૂબ જ સુંદર, ક્રિયાશીલ અને વૈયાવચી બન્યું. તેમના ગુરુદેવની તબિયત અસ્વસ્થ થતી ત્યારે પૂજ્યશ્રી “હેમલઘુપ્રક્રિયા જેવા કઠિન વ્યાકરણને તીવ્ર ગતિએ અભ્યાસ કરતા હોવા છતાં, તેને ગૌણ ગણીને વૈયાવચમાં લાગી જતા. પૂજ્યશ્રીની વૈયાવચ્ચ, વિનય અને આજ્ઞાપાલનની અજોડ ચુસ્તતા જોઈને પૂજ્ય આચાર્યશ્રીએ સ્વહસ્તે લખ્યું કે, “તમે બે (શ્રી અમ્યુદયસાગરજી અને શ્રી નવરત્નસાગરજી) મારી અંગત મૂડી છે.” ધીરે ધીરે સમય વીતતે ગયે અને એ દિવસે પણ આવી ગયા કે જ્યારે પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ નશ્વર દેહ છોડી કાળધર્મને પામ્યા. પૂજ્યશ્રી માટે એ ઘા ખૂબ કારમે હતે. એમની પીડા અને વ્યથાને કઈ પાર ન હતું, અને પૂજ્ય ગુરુદેવની સ્મૃતિમાં તેઓશ્રી ભીષ્મતપ આદરવા માટે કટિબદ્ધ થયા. ૧૦૮ અઠ્ઠમને અભિગ્રહ કર્યો. નાની અને કાચી વયમાં આવો ઉગ્ર તપ ખૂબ અસહ્ય હતે. લોકે મોંમાં આંગળાં નાખી ગયાં. પૂજ્યશ્રીએ ખૂબ ટૂંકા ગાળામાં આ ભીષ્મ અભિગ્રહ પૂર્ણ કર્યો. કપડવંજના સંઘે તે સમયે ૧૨૫ પાનાની સુંદર બુકલેટ બહાર પાડેલી. તેઓશ્રીના તપત્યાગ, વિનય-વૈયાવચ્ચ આદિના ગુણે વિકસાવવામાં તેમના સંસારી માતુશ્રી (હાલ સાધ્વીશ્રી મણિપ્રભાશ્રીજી)ને ફાળે ઘણો છે. સાધ્વીશ્રી મણિપ્રભાશ્રીજીએ પણ આરાધના અને તપસ્યાના ક્ષેત્રે ક્રાંતિ સર્જી હતી. ૧૦૮ અઠ્ઠમ પછી પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ઓળી માટે વિશેષ લક્ષ આપ્યું.
પૂ. શ્રી અભ્યદયસાગરજી મહારાજ અને પૂ. શ્રી નવરત્નસાગરજી મહારાજે ૨૬ વર્ષ સુધી સાથે વિચરણ કર્યું. તેઓ પાસે એક પછી એક અનેક દીક્ષાઓ થઈ. આ તમામ દીક્ષિત મુનિઓને ખ્યાલ પૂજ્યશ્રી જ રાખતા. અધ્યાપનથી માંડી સંયમજીવનની કેળવણી પણ તેઓ જ આપતા. એ રીતે સાધુઓને ઘડીને આગળ વધાર્યા. પૂજ્યશ્રીને દૈનિક કાર્યક્રમ પણ જાણવા જે છે. સવારે ૩-૪ વાગે ઊઠવું, અપ્રમત્ત પ્રતિક્રમણ અને પડિલેહણાદિ કિયા, ત્રિકાળ દેવવંદન, જયણામાં સતત સાવધાન, આરાધનાના વિષયમાં ચુસ્તતા, જ્યાં સુધી નિશ્ચિત આરાધના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org