________________
શ્રમણભગવંતો-ર ન થાય ત્યાં સુધી ગોચરી તે શું, પાણી પણ ન વાપરે, એવી એવી પૂજ્યશ્રીની લાક્ષણિકતાઓ છે. આમ તે પૂજ્યશ્રી એકાસણથી ઓછું તપ તે કરતા નથી, એમાં પરિમુદ્રથી ઓછું ભાગ્યે જ; અને ક્યારેક અવશ્ન પણ કરી લે. તેઓશ્રી ત્રણ ત્રણ શિષ્યના ગુરુ હોવા છતાં પૂ. પં. શ્રી અભ્યદયસાગરજી મહારાજની વૈયાવચ્ચ કરવામાં નાનપ નહોતા અનુભવતા. શ્રાવકો માટે ભાગે એમને ગુરુશિષ્ય તરીકે જ જાણતા. બહુ જ ઓછાને ખ્યાલ હશે કે તેઓ બંને ગુરુભાઈ છે. પૂજ્યશ્રી સળંગ પ૦૦ આયંબિલતપનાં પારણાં માટે રાજગઢના સંઘની વિનંતીને માન આપી પૂ અભ્યદયસાગરજી મહારાજ સાથે રાજગઢ પધાર્યા. ત્યાર બાદ તેઓશ્રીની નિશ્રામાં રાજગઢથી માંડવ તીર્થને છરી પાલિત સંઘ નીકળે. તેમાં પૂ. શ્રી અભ્યદયસાગરજી મહારાજની તબિયતમાં ઊથલે આવ્યું. દ્રવ્ય ચિકિત્સાની સાથે તેઓશ્રીએ ભાવચિકિત્સા રૂપ નવકારમંત્રનું શરણું સ્વીકાર્યું. પૂ. અભ્યદયસાગરજી મહારાજ ત્યાં જ અત્યંત સમાધિપૂર્વક કાળધર્મને વર્યા. ૩પ-૩૫ વર્ષથી સાથે રહેલી આ રામ-લક્ષમણની જુગલજોડી તૂટી પડી ! તેઓશ્રીની વસમી વિદાયને વિગ પૂજ્યશ્રીને વાઘાત સમે હતે. શાસનપ્રભાવનાનાં કાર્યો અને શિષ્ય પરિવાર સાચવવાની બધી જવાબદારી તેઓશ્રી પર આવી પડી.
પૂજ્યશ્રીના માલવા ઉપરના અદ્ભુત ઉપકારને યાદ કરીને માલવાના સંઘોએ એકત્રિત થઈને ઉજજૈનમાં હજારોની માનવમેદની વચ્ચે માલવભૂષણ” બિરુદ આપ્યું. એ પછી પૂજ્યશ્રીએ ઇન્દોર ગુમાસ્તાનગરમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી. હું હજી કુકડેધરના એ પ્રસંગને ભૂલી શકતે નથી કે જ્યાં પૂજ્યશ્રીની નિશ્રામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ધર્માનુરાગી શ્રી સુંદરલાલ પટવાએ પિતાના પિતાની પુણ્યસ્મૃતિમાં પિતાના બગીચામાં શ્રી શત્રુંજય મહાતીર્થના પટની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાં તત્કાલીન વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ પણ આવ્યા હતા અને પૂજ્યશ્રીના દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા. પૂજ્યશ્રીના આટલા પરિચયમાં મેં તેમના અનેક ગુણોનું અવલોકન કર્યું, પણ તેમાં “નિઃસ્પૃહતા” અને “નામનાની કામના નહિ” એ બે ગુણે મને અદ્ભુત લાગ્યા. પૂજ્યશ્રીને હાલ પાંચ શિખે છે. તેમ જ પૂજ્યશ્રીના વડીલ ગુરુભ્રાતા પૂ. પં. શ્રી અભ્યદયસાગરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યાદિ ઠાણા સાત-એમ કુલ ૧૨ ઠાણું પૂજ્યશ્રીની આજ્ઞા પ્રમાણે સંયમજીવનની સુંદર આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીની ગણિપદવી
અમદાવાદ-જેનનગરમાં, પંન્યાસપદવી શંખેશ્વરમાં અને ઉપાધ્યાયપદવી પૂના-ગોડીજીના મંદિરમાં થઈ હતી. તેઓશ્રીને અત્યારે ૯૨મી વર્ધમાન તપની ઓળી ચાલે છે. પૂજ્યશ્રી પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજ, પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજ તથા પૂ. પં. શ્રી ભદ્રકરવિજયજી મહારાજ આદિથી ખૂબ પ્રભાવિત છે. એવા એ સમર્થ શાસનપ્રભાવક ઉપાધ્યાયજીને કેટિશ વંદના ! ( [ સંકલન : સુભાષચંદ્ર જૈન, “આગમ દ્વારક” (માસિક : હિન્દી, ઈન્દર)માંથી સાભાર–]
છે. ૮૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org