________________
શ્રમણભગવત-૨
આવી ત્યાંના પંડિતે વચ્ચે શાને અભ્યાસ કરવામાં તલ્લીન બની ગયા. કેવળ છ વર્ષમાં લઘુવૃત્તિ, બૃહદુવૃત્તિ, ન્યાયસંગ્રહ, ક્રિયારત્નસમુચ્ચય, પંચકાવ્ય, સ્યાદ્વાદુમંજરી, પ્રમાણુમીમાંસા, રત્નાકરાવતારિકા તથા તત્ત્વાર્થભાષ્યને ગહન અભ્યાસ કરીને કલકત્તા સંસ્કૃત એસેસીએશનની ડીગ્રી પરીક્ષાઓ આપીને, ન્યાય-વ્યાકરણ-કાવ્ય-તીર્થના પદધારક બન્યા. સાથે અન્ય દર્શનગ્રંથ અને જેનાગના વિદ્યાક્ષેત્રમાં પણ પ્રવેશ્યા. પૂ. ગુરુદેવની ઉપસ્થિતિમાં ચૌમાસી વ્યાખ્યાનમાં કમ ગ્રંથ જેવા નીરસ વિષયને રસિકતાથી રજૂ કરવાની કુશળતા દર્શાવી ચૂક્યા. ભગવતીસૂત્રને એવી રીતે સમજાવતા કે પછી તે અન્ય સ્થળોએ ભગવતીસૂત્ર તેઓશ્રીને કપ્રિય ગ્રંથ બની ચૂક્યો.
અધ્યયન અને વ્યાખ્યાન ઉપરાંત અધ્યાપનની આવડત પણ પૂજ્યશ્રીને આગ વિશેષ બની રહ્યો. પૂજ્યશ્રીને ભણાવવાને શેખ છે. કેટલાય વિદ્યાર્થીઓને સિદ્ધહેમ અઢાર હજારી, ન્યાયસંગ્રહ, શિશુપાલવધ, નૈષધચરિત, કાદંબરી, સ્યાદ્વાદમંજરી, તત્વાર્થભાષ્ય, દશવૈકાલિક (શ્રી હરિભદ્રસૂરિની ટીકા), આચારાંગસૂત્ર (શલાકાચાર્યની ટીક), અનુગદ્વાર સૂત્રાદિને અભ્યાસ કરાવ્યું હતું. તેઓશ્રીએ તિષવિદ્યાનું પણ તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ આગમ-અભ્યાસને કારણે તેને પઠન-પાઠન સિવાય ક્યાંય ઉપગ કર્યો નથી. પૂજ્યશ્રી સરળ પ્રકૃતિના, વિદ્યાવ્યાસંગી અને અત્યંત પરિશ્રમી સ્વભાવના છે. નવરા બેસવું એ સાધુતાનું પતન સમજે છે. પૂજ્ય પંન્યાસજી મહારાજ યથાનામ પૂર્ણાનંદ હોવા છતાં ગંભીર છે. પ્રકાંડ પંડિત હોવા છતાં નિરાભિમાની છે. અધ્યયનમગ્ન રહેતા હોવા છતાં વત્સલ સ્વભાવના છે. એવા એ ગુણગરવા મુનિવર સ્વાથ્યપૂર્વક શાસનસેવામાં સતત પ્રવૃત્ત રહે એવી શાસનદેવને પ્રાર્થના !
( સંકલન : અમૃતલાલ તારાચંદ દોશી, વ્યાકરણતીર્થ)
પૂ. પંન્યાસશ્રી મહાબલવિજયજી મહારાજ
ગરવી ગુજરાતની ભવ્ય ભૂમિ પર સંસ્કાર-સદાચારથી શોભતી ઐતિહાસિક દર્ભાવતી– ડભોઈ નગરીમાં અલૌકિક, મહાપ્રભાવી, ચમત્કારી અને અર્ધપદ્માસનયુક્ત એવી નયનરમ્યમને ગમ્ય શ્રી લેઢણપાર્શ્વનાથ પ્રભુની મનહર મૂર્તિ બિરાજમાન છે. એમની અખંડ આરાધનાના પ્રભાવે એ પુણ્ય પવિત્ર ભૂમિમાં જન્મેલા નાના-મોટા અનેક આત્માઓએ શ્રદ્ધા, સંયમ અને સદાચારના રંગે રંગાઈને, સંસારના રંગ-રાગને સ્વેચ્છાએ ત્યાગ કરીને, મુક્તિમાર્ગના અદ્વિતીય કારણરૂપ સર્વવિરતિ ચારિત્રધર્મ-સંયમને સ્વીકાર કર્યો છે. આજે પણ ત્યાં એ જ પ્રવજ્યાને પ્રવાહ અવિરત ચાલુ છે. આવી ધન્ય ધરતી પર સં. ૧૯૯૪ના વૈશાખ સુદ ૮ના પર્વ દિને ધર્મપરાયણ પિતા શ્રીયુત મણિલાલભાઈને કુળમાં અને ધર્મશ્રદ્ધાળુ માતા લીલાવતીબેનની કુક્ષીથી એક પુત્રરત્નનો જન્મ થયો. ભાવિના ગૂઢ સંકેત રૂપ પુત્રનું નામ હીરાલાલ રાખ્યું. કાચા હીરને જેમ પાસા પાડીને પાણીદાર બનાવવામાં આવે અને સ્વયંના તેજપુંજ દ્વારા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org