________________
પૂ. ઉપાધ્યાયશ્રી નરદેવસાગરજી મહારાજ
પૂ. આગમેદ્ધારકશ્રીના શિષ્યરત્ન માલવદેશોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વાત્સલ્યસિંધુ, પ્રશાંત ચારિત્રમૂર્તિ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન અને સરળહૃદયી શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાય શ્રી નરદેવસાગરજી મહારાજનો જન્મ બનાસકાંઠાના વાવ ગામે સ. ૧૯૯૮માં થયા હતા. પિતાનુ નામ ભૂધરભાઇ, માતાનું નામ મણિબહેન અને તેમનું જન્મનામ સેવતીલાલ હતુ. સ. ૨૦૧૦માં પૂ. સાધ્વીશ્રી મહેદયશ્રીજીના સૌહાદ પૂર્ણ સૂચનથી સેવંતીલાલ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના પરિચયમાં આવ્યા; અને પૂર્વભવના પુણ્યાયે સ. ૨૦૧૨ના વૈશાખ સુદ ૩ના દિવસે શ્રી શત્રુંજય તીની છત્રછાયામાં સયમમાગ ના સ્વીકાર કર્યો. દીક્ષા પછી થોડા જ સમયમાં ક્ષયેાપશમની તીવ્રતાથી વ્યાકરણ, ન્યાય, કમ ગ્રંથ આદિને પૂ. ગુરુદેવની નિશ્રામાં સુ ંદરતમ અને તલસ્પશી અભ્યાસ કર્યાં. ત્યારથી સ્વ-પર સમુદાયના સાધુ-સાધ્વીઓને વાચનાની વિશિષ્ટ શૈલી દ્વારા આગમના અનુપાન કરાવવા નિમિત્તભૂત બન્યા છે.
અત્યાર સુધીની ૩૬ વષૅની સંયમયાત્રામાં, અનેકવિધ શાસનપ્રભાવનાનાં પ્રસ`ગામાં લગભગ ૧૮ ઉપરાંત સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી છે. ખાપર તથા પાંડુરના – આ બે સ્થળેા પર અંજનશલાકા-પ્રતિષ્ઠા ૧૦૮ છેડનાં ઉજમણાં સહુ થયેલ છે. ૧૫ થી વધુ ઉદ્યાપન મહેાત્સવ ઉજવાયા છે. સુરત, કતારગામ, વિસનગર, ઉવસગ્ગહર' તી, કલકત્તા, ખારડોલી, નાગપુરા, યેવલા, શિરપુર આદિ સ્થળામાં ઉપધાનતપની આરાધનાએ થયેલ છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી અનેક પુણ્યાત્માઓએ દીક્ષા પ્રાપ્ત કરી છે. પૂનાના ૧૭૫ વર્ષ પ્રાચીન શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલયના જીર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીની એક માત્ર પ્રેરણા પામી શિલ્પકળા સમૃદ્ધ જિનાલય થયેલ છે, જેની પ્રતિષ્ઠા સ. ૨૦૪૭માં થઈ. આવું જિનાલય આખા મહારાષ્ટ્રમાં ખીજું' નથી. છેલ્લા છ વર્ષોંથી તાત્ત્વિક રીતે પ્રશ્નોત્તરી શૈલીથી ‘ શ્રી ભગવતીજી સૂત્ર ’ તથા · શ્રીમલયસુંદરી ચરિત્ર ’ ઉપર આગવા પ્રકાશ પાથરી રહ્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ઘણા છ’રીપાલિત સ`ઘે નીકળ્યા છે. નાની-મેાટી અનેક શાસનપ્રભાવના કરતાં-કરાવતાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, બ’ગાળ, ઓરિસ્સા અગ્નિ પ્રદેશમાં વિચર્યાં છે. પૂજ્યશ્રીની ઉત્તમ પ્રભાવનાનું મુખ્ય અંગ કાઈ પણ હોય તે તે એ છે કે, દરેક શ્રીસંઘમાં પૂર્ણ એકત્ર અને પૂર્ણ સહકાર તથા પ્રેમસ`પાદન કરીને જ કાય કરે છે. નિ:સ્પૃહતાથી થયેલાં આવા ભવ્ય કાર્ય સ્વ–પરની સાધનાનાં સુંદર દૃષ્ટાંત બની રહે છે. પૂજ્યશ્રીના ત્રણ શિષ્યા પૈકી મુખ્ય વયેવૃદ્ધ શિષ્ય મુનિશ્રી નરરત્નસાગરજી ખેડા ચાતુર્માસમાં સં. ૨૦૪૧ના આસો સુદ ૧૩ ને દિવસે સુંદરતમ આરાધના કરી કાળધર્મ પામ્યા. બીજા શિષ્યા-મુનિશ્રી ચંદ્રકીતિ સાગરજી અને મુનિશ્રી પાર્શ્વ કીતિ સાગરજી સુંદર પ્રભાવના કરતાં જયવતા વતી રહે છે. એવા એ વિદ્વન્દ્વય સાવરને શતશઃ વંદના !
Jain Education International 2010_04
શાસનપ્રભાવક
--૭
For Private & Personal Use Only
www.jainelibrary.org