________________
શ્રમણભગવંતે-૨ પૂજ્યશ્રીએ પિતાના સૌ પ્રથમ શિષ્ય પૂ. પં. શ્રી વિજયસાગરજી મહારાજ ( સંસારપણે કાકા)ના શિષ્ય પૂ. પં. શ્રી પ્રબોધસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી પ્રમોદસાગરજી નામે ઘોષિત કર્યા. ત્યાર પછી કપડવંજથી સંસારી ફેજ આવી. પન્નાલાલને પાછા લઈ જવા ખૂબ જ કેશિશ કરી, પણ ફાવ્યા નહીં.
પૂ. આ. શ્રી સાગરજી મહારાજના મીઠા-મધુરા સ્નેહ સાથે રહી મુનિશ્રી પ્રમોદસાગરજીએ જ્ઞાન સંપાદન કર્યું. ત્યાર બાદ પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજના આજીવન સેવી બન્યા. મુનિશ્રી પ્રમોદસાગરજી મહારાજને બે શિષ્ય થયા. બાદ ગ્યતા જાણી, ભગવતીજીના યેગ કરાવી પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજે સં. ૨૦૪૧ના આસો વદ ૬ના દિવસે પાલીતાણું-આગમમંદિરના પ્રાંગણમાં ગણિ–પંન્યાસપદથી વિભૂષિત કર્યા. અને આગળ જતાં, તેઓશ્રીની વિશેષ યોગ્યતા જાણી ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદપૂર્વક પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ને દિવસે ઉપાધ્યાયપદે આરૂઢ કરવામાં આવ્યા.
પૂ. ઉપાધ્યાયશ્રી પ્રમોદસાગરજી મહારાજમાં સરળતા, સૌમ્યતા અને વૈયાવચ્ચને ગુણ વિશેષ જોવા મળે છે. તેઓશ્રી પૂ. આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજની સેવામાં રત રહી. જ્ઞાનપ્રાપ્તિમાં પણ આગળ વધ્યા છે. પૂ. આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજે અમદાવાદસાબરમતીમાં શત્રુંજય તીર્થની રચના કરાવી તેમ જ શાસનનાં અનેક કાર્યો કરાવ્યાં, તે દરેકમાં પૂજ્યશ્રી સહાયભૂત બન્યા છે. હાલ તેઓશ્રી સાત્વિક જીવન જીવી, સંયમની સુંદર સાધના સાધતા સ્વ પર કલ્યાણમાં લીન છે. તેઓશ્રીની પ્રેરણાથી અમદાવાદ–સાબરમતી સ્થિત વસેડાની ચાલીમાં નવનિર્મિત શ્રી શત્રુંજય ગિરિરાજની રચનાની બાજુમાં સ્વ. પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજના અમૃતિસ્વરૂપ ફેટ, પગલાં અને દેરીનું નિર્માણ થયું છે. પૂજ્યશ્રીના હસ્તે ઉત્તરોત્તર ઉત્તમોત્તમ શાસનપ્રભાવના થતી રહે એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કેટ કેટિ વંદના!
(સંકલન : શ્રી દિનેશચંદ્ર શાંતિલાલ, કપડવંજ)
પૂ. ઉપાધ્યાયશ્રી નવરત્નસાગરજી મહારાજ
નેહર માલવે દેશમાં આવેલા રાજગઢ શહેરની પુણ્યધરામાં જન્મ લઈને માલવાનું નામ ગૌરવાન્વિત કરી આત્મકલ્યાણના માર્ગે આગળ વધનારે મારા પરમપકારી પૂ. ગુરુદેવશ્રી નવરત્નસાગરજી મહારાજને પરિચય આમ તે મને વર્ષોથી હતું, પણ જ્યારથી મારા નાનાભાઈ અશોકે (હાલ મુનિશ્રી અપૂર્વ રત્નસાગરજીએ) પૂજ્યશ્રીનાં ચરણોમાં પિતાનું જીવન સમર્પિત કરી દિક્ષા લીધી ત્યારથી પૂજ્યશ્રી સાથે મારે ઘનિષ્ઠ સંસર્ગ થયે, અને ત્યાર પછી તે દિનપ્રતિદિન વધતો જ રહ્યો. પૂજ્યશ્રીનું જન્મનામ રતન હતું. તેમનામાં જેવું નામ તેવા ગુણ હતા. તેઓશ્રી ખરેખર માણેકબેનની કૂખને અજવાળનારા રત્ન હતા. માત્ર ૧૧ વર્ષની ઉંમરના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org