________________
શ્રમણભગવંતે-૨
વિરાગીને ત્યાગને ઓપ આપવામાં ખૂબ જ કૌશલ્ય દાખવ્યું. ૨૫ વર્ષની ભરયુવાન વયે છનાભાઈએ અંતરમાં વૈરાગ્યરંગને ઘૂંટીને મહાભિનિષ્ક્રમણ કરવાને સંકલ્પ કરી લીધું. અને મોહજન્ય સંસારી વિટંબણામાં અડગ રહી સં. ૧૯૯૬ના કારતક વદ પાંચમને દિવસે રાજનગરની ધન્ય ધરા પર પૂ. પં. શ્રી ચંદ્રસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત બની પૂ. પ્રશાંતમૂતિ શ્રી હીરસાગરજી મહારાજના શિષ્ય મુનિશ્રી હિમાંશુસાગરજીના નામે ઘોષિત થયા.
જ્યણાપાલનના ચુસ્ત હિમાયતી અને આત્મસાધનાની અપૂર્વ જાગૃતિ ધરાવતા પૂ. ગુરુવરની નિશ્રામાં મુનિશ્રી હિમાંશુસાગરજી મહારાજને સંયમના પ્રારંભથી જ જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગના સંસ્કાર મળી ગયા. તેમાં શાસનપ્રભાવક પૂજ્યના અંતરંગ આશીર્વાદનું અમેઘ બળ સાથે હતું. સં. ૧૯૬ના મહા સુદ ૬ના દિવસે ભદ્રસ્વભાવી પૂ. આ. શ્રી વિજયકુમુદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહુધા મુકામે વડી દીક્ષા થઈ. પ્રથમ ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય દાદાગુરુદેવ સાથે સિદ્ધાચલની છત્રછાયામાં પાલીતાણા થયું. અને પ્રથમ વર્ષે જ સિદ્ધિતપ, બાર ઉપવાસ, છક્કાઈ, ધર્મ માનતપને પાયે તથા પ્રાય: નિત્ય એકાસણુ જેવી અનુમોદનીય તપશ્ચર્યા કરવાપૂર્વક જ્ઞાને પાસના, વૈયાવચ્ચભક્તિ દ્વારા સંયમ-આરાધનામાં મગ્ન બન્યા. સંયમસાધક પૂ. મુનિશ્રીએ જીવનમાં અન્ય પણ સેળ-બાર, છક્કાઈ, સિદ્ધિતપ, ચાત્તારિઅઠ્ઠદસદોય, વીશસ્થાનકતપ, વરસીતપ, નવપદની ઓળી જેવી અનેક તાપારાધના કરી. તપસ્વી મુનિના જ્ઞાનને ક્ષયોપશમ પરિમિત હોવા છતાં તપને પશમ અનુમોદનીય હતે. તેમ છતાં, જ્ઞાનભક્તિ પણ પ્રશંસનીય છે. સ્વહસ્તે અનેક ગ્રંથનું આલેખન કર્યું છે. તેમની હસ્તલિખિત કૃતિઓ આ પ્રમાણે છે : દશવૈકાલિકમૂળ, સૂયડાંગસૂત્ર સટીક, ઉત્તરાધ્યયનસૂત્ર સટીક, ઠાણાંગસૂત્ર સટીક, આચારાંગસૂત્ર સટીક, ભગવતીસૂત્ર સટીક, નંદીસૂત્ર સટીક, છતકલ્પ, સાધુકિયાનાં સૂત્રે, સ્તવને-સજ્જા તથા અન્ય ઉપયોગી સંગ્રહ પ્રકાશિત થયા છે, આ સાથે તેમના સંયમજીવનમાં ત્રિકાળ દેવવંદન, રોજ બે કલાક જાપ, ૨૦ બાંધી નવકારવાળી વગેરે અનમેદનીય આરાધના પણ ખરી. તેઓશ્રીના જીવનની બે બાબતે મહત્વની છે એક, વૈયાવચ્ચ અને બીજી વર્ધમાન તપની આરાધના. પૂજ્યપાદ આગમેદ્વારકશ્રીના સમુદાયનું ગૌરવ આવા તપસ્વી મુનિવરોથી વધતાં વડીલેએ તેમની યોગ્યતા સમજી ગણિપદ અને પંન્યાસપદ તથા ક્રમશઃ ઉપાધ્યાયપદે આરૂઢ કર્યા. વડીલેને આગ્રહ હોવા છતાં આચાર્ય પદ માટે સ્પષ્ટપણે ના પાડી રહ્યા છે. આ છે તેમની નિઃસ્પૃહતા અને મહાનતા!
પૂજ્યશ્રીની વર્ધમાન તપની ૧૦૦ એળીની પૂર્ણતાને પ્રસંગ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના સાંનિધ્યમાં શંખેશ્વરજી મહાતીથે આગમમંદિરના અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે સં. ૨૦૩૯ના વૈશાખ સુદ ૩ના દિવસે સંપન્ન થયે. સાગરસમુદાયના ઇતિહાસમાં આ પ્રસંગ સુવર્ણ ક્ષરે લખાય તે છે. આ પ્રસંગે ૧૦૮ છોડનું ભવ્ય ઉદ્યાપન થયેલ. તપસ્વીરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી હિમાંશુસાગરજી મહારાજ ૧૦૦ એળીની પૂર્ણતા બાદ આ તપની સાથે એકાકાર બનવા પુનઃ પાયો નાંખી ૨૧ એળી સુધી પહોંચ્યા છે. પ્રત્યેક ઓળીની આરાધનામાં અવનવે ત્યાગ કરી જીવન સુવાસિત બનાવી રહ્યા છે. પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org