________________
૬૫૭
શ્રમણભગવંતો-૨ દીક્ષિત થનાર મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ સૌમ્ય, શાંત, સરળ, ઉદાર અને નિખાલસ સ્વભાવના છે. સતત જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાનરુચિ અને તીવ્ર ગ્રહણશક્તિના કારણે તેઓશ્રીએ જૈનધર્મનું તેમ જ ઈતર ધર્મનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું છે. તેમની આ અગાધ જ્ઞાનપ્રાપ્તિથી તેમના ઉચ્ચતમ વિચારે વાડાબંધીથી હંમેશાં દૂર દૂર દૂર સુધી વિસ્તર્યા કર્યા છે.
પૂજ્યશ્રી ઉત્તમ કક્ષાના વિચારક અને લેખક છે. તેઓશ્રી વિશે જાણીતા તત્વચિંતક શ્રી માવજીભાઈ કે. સાવલા એક પુસ્તકમાં લખે છે કે, “લેખક મુનિશ્રી ભુવનચંદ્રજી એક લબ્ધપ્રતિષ્ઠિત જૈન મુનિ છે. તેઓ વાડાબંધીથી અલિપ્ત છે. ગુણગ્રાહી અને સારગ્રાહી છે. ઉદાર દષ્ટિકોણ ધરાવે છે. આધુનિક અને પ્રશિષ્ટ ઉત્તમોત્તમ ગ્રંથને એમને સ્વાધ્યાય કશા પણ પૂર્વગ્રહોથી મુક્ત રહીને સતતપણે ચાલતે રહ્યો છે. લેખકશ્રીની સંશોધક દૃષ્ટિ, ચોકસાઈ અને ચીવટ સજ્જતાને પ્રતિબિંબિત કરે છે. એ જ રીતે, શ્રી ગુલાબભાઈ દેઢિયા પણ મુક્તકંઠે પ્રશંસા કરી એક જગ્યાએ બેંધે છે કે, “સાધનાવંતા સાધુ, સરળતાના ઉપાસક, ચિંતનના ચાહક, અધ્યાત્મમાં અભિરુચિ રાખનાર એવા નિગ્રંથ મુનિ તે શ્રી ભુવનચંદ્રજી મહારાજ, સંકલ્પ” જેવા એક વિશિષ્ટ જેન સામયિકના પ્રેરક, “ધર્મક્ષેત્રનું અંતરંગ એડિટ “શ્રાવકને નિત્યકમ” અને “વિવાદવલેણું'ના લેખક, જેની દષ્ટિએ વિપશ્યના પુસ્તકના સંપાદક તથા સ્તવન-મંજૂષા જેવી નેંધપાત્ર સ્તવન કેસેટના પ્રેરક છે. એમની નિશ્રામાં ઊજવાયેલા મહત્સએ એક જુદી જ ગરિમા પ્રાપ્ત કરી છે. બસ, એક જ વાક્યમાં કહેવું હોય તે, આ સમયમાં એક મળવા જેવા મુનિ છે. અને શમણુસંઘને પણ સાચે જ પૂજ્યશ્રીનું ભારેભાર ગૌરવ છે ! એવા સાધુવરને શતશઃ વંદના !
સમર્થ સાહિત્યકાર અને પ્રખર પ્રવચનકાર પૂ. ગણિવર્યશ્રી મણિપ્રભસાગરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના મોકલસર ગામમાં લૂંકડગોત્રીય શ્રી પારસમલજીના ઘેર માતા રોહિણીદેવીની રત્નકુક્ષીએ સં. ૨૦૧૬ના ફાગણ સુદ ૧૪ને શુભ દિને થયે. તેમનું જન્મનામ મીઠાલાલ હતું. પાલીતાણા મહાતીર્થમાં માતા રહિણદેવી તથા બહેન વિમલાકુમારી સાથે મીઠાલાલે પણ ૧૪ વર્ષની વયે પૂ. આ. શ્રી વિજ્યકાંતિસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે સંયમ ગ્રહણ કર્યું. તે ધન્ય દિવસ સં. ૨૦૩૦ના અષાઢ વદ ૭ને હતે. માતા રેહિણદેવીનું નામ સાધ્વી શ્રી રતનમાલાશ્રીજી, બહેનનું નામ સાધ્વીશ્રી વિદ્યુપ્રભાશ્રીજી ( M. A. ) અને મીઠાલાલનું નામ મુનિશ્રી મણિપ્રભસાગરજી રાખી પૂ. આચાર્યશ્રીના પ્રથમ શિષ્ય ઘોષિત કરવામાં આવ્યા. પ્રભાવક ગુરુદેવના ૧૩ વર્ષના સત સાંનિધ્યે યુવામુનિની તેજસ્વી પ્રતિભાને વધુ ને વધુ ઉદ્યોત કરી અને એ યોગ્યતાના કારણે તેઓશ્રી ગુરુદેવના વિશેષ પ્રીતિપાત્ર બન્યા. શ્ર. ૮૩
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org