________________
१४८
શાસનપ્રભાવક
સારોદ્ધાર, સિદ્ધહેમ વ્યાકરણ (છ હજારી), અભિધાન ચિંતામણિ કેશ આદિ ગ્રંથ કંઠસ્થ કરવા ઉપરાંત સ્તવન–સજઝાય આદિ હજારો ગાથાઓ મુખપાઠ કરી લીધી.
પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સાધના-આરાધના-સ્વાધ્યાય આદિ કરવા દ્વારા મુનિશ્રીને પિતાની એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. ગુરુનિશ્રાને લાભ ૧૦ વર્ષ સુધી લઈને મુનિશ્રીએ ગુરુસેવા તથા અંતિમ માંદગીમાં નિર્માણ આદિને અપૂર્વ લાભ લીધે. પૂજ્ય ગુરુદેવના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ બાદ તેઓશ્રી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને પિતાના સંયમજીવનના ક્ષેમકુશળ માટે શિરોધાર્ય ગણીને સંયમસાધનામાં આગળ વધવા માંડ્યા અને થોડા જ સમયમાં પૂજ્ય ગચ્છાધિપતિની સેવામાં એવી રીતે સમર્પિત બની ગયા કે પૂજ્યશ્રીના શિરે રહેલી અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં તેમને સફળતા મળી. પૂજ્યશ્રીને પત્રવ્યવહાર આદિ અનેકવિધ જવાબદારીઓ વહન કરવા પૂજ્ય મુનિશ્રી ગચ્છાધિપતિશ્રીને એવી રીતે સમર્પિત થઈ ગયા કે, પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની કાયાની છાયા બનીને ૧૫-૧૫ વર્ષ સુધી વિહરવાનું ભાગ્ય એમને સાંપડ્યું.
સં. ૨૦૩૨ સુધી ગુનિશ્રા મેળવીને અપૂર્વ ગુરુકૃપા પામનારા પૂ. મુનિશ્રી સં. ૨૦૩૨થી પૂ. ગચ્છાધિપતિની સેવામાં ઉપસ્થિત થયા. ત્યારબાદ ધીમે ધીમે નાની-મોટી જવાબદારીઓ વહન કરીને વધુ ને વધુ ગુરુકૃપા પામવા ભાગ્યશાળી બન્યા. “જિનવાણી’ પાક્ષિક માટે પ્રવચને તૈયાર કરવાની જવાબદારીથી પ્રારંભાયેલી એ સેવાસરિતા ધીમે ધીમે એટલી ઘેઘૂર બનીને વહેવા લાગી કે, જેનાથી થયેલા ઉપકારનાં લેખાં જ ન લગાવી શકાય. પ્રવચનનું અવતરણ, પત્રવ્યવહાર, નાનામોટા પ્રશ્નોની ચર્ચાવિચારણામાં પૂ. ગચ્છાધિપતિ સાથે સહભાગીતા, આશ્રિતના ગક્ષેમની કાળજી, પૂજ્યશ્રીની સેવામાં દત્તચિત્તતા આદિ અનેક સેવાગની આરાધના ૧૫-૧૫ વર્ષ સુધી અખંડપણે કરનારા તેઓશ્રી પૂ. ગચ્છાધિપતિના વરદ હસ્તે પાલીતાણામાં ગણિપદારૂઢ બન્યા હતા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદમાં પંન્યાસપદે પ્રતિષ્ઠિત કરાયા. સદવ પ્રસન્નતા, ગંભીરતા, સરળતા, પ્રતિષ્ઠાનામનાની કામનાથી પરા-મુખતા આદિ વિરલ ગુણ ધરાવતા પૂજ્યશ્રીના લઘુબંધુ પણ પૂજ્યશ્રીના શિષ્ય તરીકે પૂ. શ્રી દિવ્યભૂષણવિજયજી મહારાજના નામે પ્રસિદ્ધ છે. પદપ્રાપ્તિની કામનાથી દૂર રહેનારા અને છતાં ગુર્વાસાને શિરોધાર્ય ગણીને પંન્યાસપદ સુધી પહોંચેલા પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવર હવે વહેલી તકે આચાર્યપદે પ્રતિષ્ઠિત થાય અને ૧૫-૧૫ વર્ષ સુધી આત્યંતર સેવાના વેગે પૂ. ગચ્છાધિપતિ પાસેથી જે મેળવ્યું છે તેની વધુ પ્રમાણમાં પ્રભાવના કરનારા બને એવી કલ્યાણકામના સાથે પૂજ્યશ્રીને ભાવભીની વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org