________________
શ્રમણભગવંતે-૨
શક્તિઓ વિકાસ સાધી શકે એમ હોવા છતાં એની ખીલવટની ખેવનાને ખતમ કરી દઈને ગુરુની સેવામાં રાતદિવસ સમર્પિત થઈ જવું એ તે ખૂબ જ કઠિન છે. આ સંદર્ભમાં પૂ. પંન્યાસજી મહારાજને મૂલવવા જઈ એ તે તેઓશ્રીએ જે કર્યું છે તે ખાંડાના ખેલ ખેલવા જેવું છે. પાટને ગજાવી શકાય એવી પ્રવચનપટુતા, ભક્તમંડળ ઊભું થઈ શકે એવી પુણ્યા, આજ્ઞાંકિત આશ્રિતે – આવી બાહ્ય પુણ્યાઈ હોવા છતાં પોતાની વ્યક્તિગત જમાવટના વિચારને જરા પણ વશ બન્યા વિના પૂ. ગચ્છાધિપતિની સેવામાં જ બધું ન્યોછાવર કરી ચૂકેલા પૂજ્યશ્રી છેલ્લાં પંદરેક વર્ષથી ગુરુકાયાની છાયા બનીને જ જીવન જીવ્યા છે. મેળવવા જે એમને પરિચય : વતન વાપી. પિતાનું નામ છગનલાલ ઉમેદચંદ. માતાનું નામ મણિબહેન. જન્મદિન સં. ૨૦૦૩ના આસો વદ આઠમ. નામ હરીનકુમાર. પૂર્વની કેઈ સાધનાના યોગે હરીનકુમારને સાધુસહવાસ શૈશવથી જ ગમતું. ઘરના સંસ્કાર ઘણું જ ઉત્તમ. વળી માતાપિતા પણ સાચા શ્રાવક હોવાથી એ સંસ્કાર વધતા રહ્યા. સાત ધોરણના શિક્ષણ બાદ માતાપિતાને લાગ્યું કે, હરીનના સંસ્કારે એવા છે કે તેને સુગ્ય ઘડતર મળે તે જૈનશાસનને દીપાવનાર સાધુ થઈ શકે. આ વખતે પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે પંન્યાસશ્રી)ના પરિચયથી છગનભાઈ સવિશેષ ધર્માભિમુખ બન્યા હતા. તેથી હરીનના હૈયામાં રહેલી સાધુત્વના સ્વીકારની ભાવનાને વિકસિત બનાવવા તેમણે પોતાનાથી બનતે બધે જ પુરુષાર્થ કર્યો.
સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજ, કવિકુલકિરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજશ્રી રોહિતવિજ્યજી મહારાજ આદિને પરિચય વધતો ગયો, એમ હરીનકુમારની સંયમભાવના પુષ્ટ બનતી ગઈ. એમાં ૧૦ અને ૧૧ વર્ષની વયે પૂ. પં. શ્રી હિતવિજયજી ગણિવરની નિશ્રામાં ક્રમશ: રાજકેટ અને રાધનપુરમાં ચાતુર્માસ રહીને હરીનકુમારે સંયમજીવનની તાલીમ લેવાને શુભારંભ કર્યો અને એ ભાવના ઉત્તરોત્તર વધુ દઢ થતી ગઈ. એમાં વળી સં. ૨૦૧૫ના માગશર મહિને પૂ. આ. શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજને પુણ્યપરિચય એવી શુભ ઘડીએ થયે કે, સવા વર્ષ એમની નિશ્રામાં ગાળીને સંયમ સ્વીકારવા માટે બધી રીતે સજજ બની ગયા અને સં. ૨૦૧૬ના વૈશાખ સુદ ૧૨ના મંગલ દિવસે માત્ર સાડાબાર વર્ષની વયે હરીનકુમાર ૫. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના શિષ્યરત્ન શ્રી હેમભૂષણવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. વાપીના આંગણે પુરુષની અને તેમાંયે બાળકની આ પ્રથમ દીક્ષા હેવાથી જૈન-જૈનેતરેએ અપૂર્વ ઉત્સાહ સાથે એ દીક્ષા પ્રસંગ ઊજવી જાણે.
પૂપં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના જીવનમાં ભીમકાંત ગુણ એ સુંદર વિકસેલો હતું કે, જેના પ્રભાવે પૂ. શ્રી હેમભૂષણવિજ્યજી મહારાજનું સુંદરમાં સુંદર ચારિત્રઘડતર થવા પામ્યું. ૧૦ થી ય વધુ રેજની નવી ગાથાઓ, ૧૦૦૦ ગાથાથી ય વધુ સ્વાધ્યાય આદિ વિશેષતાઓ સાથે પ્રારંભાયેલી એ જ્ઞાનયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી. થેડાં જ વર્ષોમાં પૂ. મુનિશ્રીએ સાધુવિધિ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, બૃહસંગ્રહણ, દશવૈકાલિક, વીતરાગ તેત્ર, તત્વાર્થ, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, શાંતસુધારસ, ઉત્તરાધ્યયન, પ્રવચન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org