________________
૬૫૨
શાસનપ્રભાવક
શાસ્ત્ર-સાહિત્યમાં નિપુણ અને શાસનકાર્યોમાં અગ્રેસર
પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ
પદવી અને ઉમરમાં નાના હોવા છતાં વર્તમાન તપાગચ્છ શ્રીસંઘમાં-પૂજ્ય આચાર્ય ભગવંતાદિ વિદ્વ૬ શ્રમણભગવંતેમાં તેમ જ જૈન સમાજના વિદ્ધ તથા શ્રેષ્ઠીવર્યોમાં ગૌરવભર્યું સ્થાન શોભાવી રહ્યા છે, એવા પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજને જન્મ બેંગલેર શહેરમાં ઘોઘારી પરિવારમાં થયું હતું. બાળવયમાં જ ધર્મના ઊંડા સંસ્કારોથી અને પૂજ્ય સાધુમહારાજાઓના સમાગમથી વૈરાગ્યની ભાવના જાગી. અને તેમની એ ભાવના બારેક વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરતાં સાકાર બની હતી. પૂ. આ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્ય બની, મુનિશ્રી શીલચંદ્રવિજયજી નામ પામી, તેઓ દીક્ષાના પ્રારંભથી જ સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાને પાસનામાં એકાગ્ર બની ગયા. વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણે વડે તથા તેજસ્વી પ્રજ્ઞાબળે તેમ જ પૂજ્ય ગુરુદેવેની અમેઘ કૃપાદૃષ્ટિથી તેમણે જ્ઞાને પાસનામાં ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહી શાઆદિ વિવિધ વિષયેનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની આ ગ્યતા પૂ. ગુરુદેવે તેમને સં. ૨૦૪૨ માં કપડવંજ મધ્યે ગણિપદ અને સં૨૦૪૪માં અમદાવાદ શહેર મધ્યે પંન્યાસપદથી વિભૂષિત કર્યા.
પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજની જ્ઞાનપ્રાપ્તિનો ઈતિહાસ, ખરેખર, અદ્ભુત છે. તેમના સંયમજીવનનું ઘડતર પૂજ્ય ગુરુદેવશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે કર્યું, જ્યારે તેમના જ્ઞાન સંપાદનના ભણતર-ગણતર–ચણતરમાં પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને ફાળો મુખ્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર ઝંખના અને સતત જાગૃતિને લીધે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં પહોંચીને જે તે વિષયનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શકયા છે. અમદાવાદની સ્થિરતા દરમિયાન તેઓશ્રીએ પ્રખર વિદ્વાન પંડિત શ્રી બેચરદાસભાઈ પાસે પણ ઊંડે અભ્યાસ કર્યો છે. ભિન્ન ભિન્ન વિચારધારા ધરાવતા મહારથીઓ પાસેથી તેમણે જ્ઞાન સંપાદન કર્યું. એટલું જ નહિ, એ સૌનાં હદયમાં તેઓશ્રીએ વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું. પરમ પ્રભાવી અને સમર્થ શાસ્ત્રવેત્તા પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તેમના વિશે એક ગ્રંથમાં લખે છે કે, “શીલચંદ્રવિજયની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્યકુશળતા, પ્રતિભાસંપન્નતા સાથે તેમના હૃદયને ઉમળકે, ઉલ્લાસ ને ઉત્સાહ, આ પુણ્યકાર્ય (પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવનકથા લખવાનું કાર્ય ) માટે મને ખૂબ દેખાયે. તેથી મેં તેને આ મંગલ કાર્ય કરવાનું એંપ્યું. તેમણે આ મહાન કાર્ય પૂર્ણ કર્યું અને મારી ભાવના, મારી ઉત્કંઠા પૂર્ણ કરી, સાકાર કરી.” આ વિધાનથી જાણી શકાય છે કે પૂ. પં. શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ નાની ઉંમરમાં જ જવાબદારીભર્યા કાર્યને વહન કરવાની અને સફળ બનાવવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની જીવનકથા આલેખતાં એ ગ્રંથનું પ્રકાશન આજથી ૨૦ વર્ષ પહેલાં, ઈ. સ. ૧૯૭૨માં થયું. પૂજ્યશ્રીની આ કૃતિ સાહિત્યસર્જનક્ષેત્રે પ્રાયઃ પ્રથમ હવા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org