________________
૬૪૪
શાસનપ્રભાવક નમસ્કાર મંત્રની આરાધના પણ દિનપ્રતિદિન વધતી ચાલી. વાચનને અતિયશ શેખ, એમાંયે
ગગ્રંથે એમને અતિ પ્રિય. સૂરિમંત્ર, વર્ધમાનવિદ્યા વગેરેના પણ સ્વ-પશમથી ઊંડા જ્ઞાતા બન્યા. દીક્ષાના ચોથા વર્ષથી જ વ્યાખ્યાન કરવાનું આવ્યું. પયુંષણની આરાધના કરાવવા વડીલે તેમને એકલા પણ મેકલે. ૭-૮ વર્ષના દીક્ષા પર્યાયે સ્વતંત્ર ચોમાસાં પણ થવા લાગ્યાં.
જ્યાં જાય ત્યાં તેઓશ્રી સરળતા અને પ્રેમથી સૌનાં હૃદય જીતી લે. નમસ્કાર મહામંત્રની આરાધના કરવી-કરાવવી એ તે તેમને જીવનરસ. તેઓશ્રીએ હજારો આરાધકને નવકારમાં જેડ્યા હશે. વળી, કેઈ પશુ-પંખીને બીમાર કે મરતાં જુએ તે ત્યાં જ નવકાર સંભળાવવા કલાક સુધી બેસી જાય. સેંકડો પશુઓને અને માનવને તેમણે છેલ્લે નવકાર આપ્યા હશે! નવકારમંત્ર દ્વારા કંઈક કુટુંબ તેમના દ્વારા સન્માગે આવી ગયાં હશે !
મેટાઈ અને પદવી આદિમાં નિઃસ્પૃહી અને અતિ સરળ પ્રકૃતિના આ મહાત્માને સં. ૨૦૪૧માં પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરિજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયપ્રદ્યોતનસૂરિજી મહારાજે ગણિ-પંન્યાસપદ આપ્યું. પદપ્રાપ્તિ પછી પણ તેઓશ્રી એ જ સરળ જીવન જીવી રહ્યા છે. આ ઉંમરે અને પદસ્થ હોવા છતાં ગમે તેવા નાના સાધુને ગોચરી–પાણી પ્રેમથી લાવી આપે. આજે સિત્તેરેક વર્ષની વયે યુવાનની જેમ આરાધના કરે છે. નમસ્કાર મંત્ર એમના પ્રમાણમાં વણાઈ ગયેલ છે. તેઓશ્રીની એક જ તમન્ના રહે છે કે જે આવે તેને નવકારને આરાધક બનાવી દઉં, એવા પુણ્યાનુબંધી પુણ્યને સ્વામી બનાવું કે એને સહજ રીતે મેક્ષ મળે. બહેન મહારાજ સાધ્વીશ્રી સુત્રતાશ્રીજી પૂ. શ્રી 3ૐકારસૂરિજી મહારાજના સમુદાયના અગ્રણી સાથ્વી છે અને મેટો પરિવાર ધરાવે છે. બામહારાજ શ્રી દિવ્યપ્રભાશ્રીજી ૮-૧૦ વર્ષ સંયમ પાળી સં. ૨૦૧૬માં સ્વર્ગસ્થ બન્યાં. એમની આરાધના ને અનુમોદનાથે મહત્સવ કરવામાં આવ્યું, મહેસવની પૂર્ણાહુતિ થઈ અને પ્રભાતે એમણે સહજ સમાધિ સાથે પ્રાણ છેડ્યા. સંસારી અવસ્થાનાં ધર્મપત્ની સાથ્વીશ્રી વિમલપ્રભાશ્રીજી પણ જબરદસ્ત આરાધક છે. ૧૦૦ એળી, માસક્ષમણ આદિ અનેક તપ કર્યા છે. નવકારના પણ એ જબરા આરાધક છે. મારવાડથી મદ્રાસ સુધી વિચરણ કર્યું છે. સાધ્વીશ્રી દિવ્યપ્રભાશ્રીજી (બામહારાજ)નાં શિષ્યા છે. નાની બહેન કીતિપૂર્ણાશ્રીજી સં. ૨૦૧૫માં દીક્ષિત થયાં. જ્ઞાનને જબરદસ્ત ક્ષોપશમ છે. ન્યાય, વ્યાકરણ આદિના અભ્યાસી છે. અત્યંત પ્રેમાળ અને ખૂબ સારા શિબિરસંચાલક છે. જ્યાં જાય ત્યાં મોટા મહાત્માની જેમ ચાતુર્માસ જામે છે. તેઓશ્રી શ્રી વિમળપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા છે. એમને સાત શિષ્યા-પ્રશિષ્યા છે. પૂ. આ. શ્રી યશદેવસૂરિજી મહારાજના સમુદાયમાં છે. પુત્રશિષ્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજ પ. પૂ. ગુરુભગવંત આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને ખૂબ જ વહાલા હતા. પૂ. પંન્યાસજી મહારાજના પણ લાડલા હતા. તેઓશ્રી વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિનું અધ્યયન કરી, સંસ્કૃત-ગુજરાતી કાવ્યરચનામાં પણ રસ ધરાવે છે. સાથે સાથે આગમપ્રભાકર પૂ. મુનિપ્રવરશ્રી પુણ્યવિજયજી મહારાજને અતિ નિકટને સંપર્ક તથા પરમ પ્રીતિ સંપાદન કરી પ્રાચીન ગ્રંથના સંશોધનકાર્યના રસિક બન્યા. કાવ્યરચના તથા સંશોધનકાર્યમાં વ્યસ્ત રહી સંયમજીવનને ધન્ય બનાવી રહ્યા છે. નાનાભાઈ બાબુલાલ નાથાલાલની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org