________________
૬૩
શ્રમણભગવત-૨
મેતીલાલ મેટ્રિક સુધી દેશમાં ભણ્યા. બબુબહેન નિશાળમાં ભણેલાં નહિ, તેથી દીકરા પાસે એક એક પદ લઈ પંચપ્રતિક્રમણ, સ્તવને, સખા ભણ્યા. પિતે ભણ્યા ને દીકરાને ભણાવ્યું. મેટ્રિક પછી મોતીલાલે કેલ્હાપુર અને મુંબઈમાં રહીને કેલેજનાં બે વર્ષ કર્યો. બાપાની ઈચ્છા ડોકટર બનાવવાની હતી, પણ ઈન્ટર સાયન્સ કરીને કેલેજ છોડી દીધી. પછી જૂના ડીસા રેડ મંગલજી દેલજીના સુપુત્રી વિમળાબેન સાથે લગ્ન થયાં. લગ્ન પછી બે વર્ષે સં. ૨૦૦૦માં શ્રાવણ સુદ તેરસે એમને ત્યાં એક પુત્રને જન્મ થયો. નામ રાખ્યું ધીરુભાઈ એ અરસામાં પૂ. શ્રી ભુવનવિજયજી મહારાજ તથા પૂ. શ્રી જંબૂવિજ્યજી મહારાજ કેલ્હાપુર પધાર્યા. સાધુ અને સાધર્મિક ભક્તિના શોખીન મોતીલાલ થોડા દિવસમાં જ તેઓના પરિચયમાં આવ્યા. રોજના આઠ–દસ સામાયિક કરે અને પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજના દ્વાદશાર નયચક્રના કાર્યમાં સહગ કરે. એ દરમિયાન કેઈ શુભ પળે પૂ. શ્રી જબુવિજયજી મહારાજે મોતીલાલને નવકારની આરાધનામાં જોડવા. રજની પાંચ માળા કરવાની પ્રતિજ્ઞા આપી. મેતીલાલના આત્મવિકાસને અહીંથી પ્રારંભ થયે. માતા બબુબહેન, નાની બહેન બચીબહેન અને મોતીલાલના હૃદયમાં સંયમની ભાવનાના અંકુર ફૂટયા. મેંતીલાલે તેવીસ વર્ષની ઉંમરથી બ્રહ્મચર્યનું પાલન અને એકાસણું શરૂ કર્યા. રોજ ત્રણ કલાક પ્રભુભક્તિ કરે, બાળ પુત્રને સાથે રાખે. પુત્રને બે વર્ષની ઉંમરથી ઉકાળેલું પાણી પાય. રાતે ચેવિહાર કરાવે. કંદમૂળ કે ચા કદી ચાખવા દીધી નહીં. સં. ૨૦૦૫માં પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુવ્રતાશ્રી બચીબહેનની દીક્ષા થઈ, સં. ૨૦૦૬માં માતા બબુબહેનની દીક્ષા થઈ, બંનેનાં નામ અનુક્રમે સાધ્વીશ્રી સુતાશ્રીજી અને સાધ્વીશ્રી દિવ્યપ્રભાશ્રીજી રાખવામાં આવ્યાં.
આ જ અરસમાં મોતીલાલ સુવિહિતશિરોમણિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવ્યા. સંયમના સોદાગર એ દિવ્ય પુરુષની કરુણાદષ્ટિ મોતીલાલ અને એમના બાળશિશ પર પડી. બંનેનું જીવન ધન્ય બની ગયું. સં. ૨૦૦૮ના મહા સુદ ૧૦ના દિવસે બાળપુત્ર છ વર્ષને થતાં જ એ પુણ્યપ્રતાપી પુરુષની આજ્ઞાથી પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના શિષ્ય થવાનું સૌભાગ્ય મોતીલાલને સાંપડ્યું. નમસ્કાર મહામંત્રના પરમ પ્રેમી મોતીલાલને પંન્યાસજી મહારાજ જેવા નમસ્કાર મહામંત્રના સાધક ગુરુ સહજભાવે મળ્યા એ નવકારને જ ચમત્કાર હતો ! ૨૮ વર્ષની ભરયુવાન વયે પુત્ર અને પત્ની સાથે ઝગડિયા તીર્થમાં આદીશ્વરદાદાની પુનિત છાયામાં મેતીલાલ સંયમી બન્યા. મોતીલાલનું નામ મુનિશ્રી મહાયશવિજયજી, ધીરુભાઈનું નામ મુનિશ્રી ધુરંધરવિજયજી અને વિમળાબહેનનું નામ સાધ્વીશ્રી વિમલપ્રભાશ્રીજી પાડવામાં આવ્યું.
| મુનિશ્રીએ સંયમ ગ્રહણ કર્યા પછી વર્ષો સુધી એકાસણાં કર્યા. વર્ધમાન તપની એળીઓ, માસક્ષમણ આદિ તપ કર્યા. ભક્તિ-વૈયાવચ્ચના જબરા ગુણને કારણે ઘણા મુનિભગવંતની સેવામાં રહ્યા. સુવિશુદ્ધ ત્યાગી-વૈરાગી અને ગોચરીના લબ્ધિધર હોવાથી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા સમુદાયને ખૂબ જ પ્રેમ–વિશ્વાસ પ્રાપ્ત કર્યો. નૂતન દીક્ષિત હોવા છતાં વડીલે તેમને સ્થવિરની જેમ આદર આપતા. તપ-ત્યાગ સાથે તેમની
Jain Education International 2010_04 ,
For Private & Personal Use Only
www.jainelibrary.org