________________
શ્રમણભગવંતે-૨ અશુદ્ધ છપાયેલું હતું તેને અન્ય પ્રતે સાથે મેળવીને, શુદ્ધ સ્વરૂપે પ્રેસ કેપી તૈયાર કરી.
નવસ્મરણસ્તોત્ર, નિત્ય સ્વાધ્યાયસ્તત્ર વગેરે છપાતાં, ગુજરાતી પુસ્તકનાં પ્રો જેવાં અને જરૂર પડે ત્યાં તેના મેટરને વ્યવસ્થિત કરવાનું કાર્ય પણ તેઓશ્રી કરતા રહ્યા. ઉપધાન વખતે ઉપધાનની ક્રિયાઓ કરાવવામાં, પિતાની પાસે આવતાં લેકેને ધર્મમાર્ગે જોડવાની સારી પ્રેરણા કરી છે અને લેકેની ચાહના મેળવી છે. ભકિક-વિનમ્ર સ્વભાવને કારણે તેમ જ સીધું. સાદું જીવન અને નિઃસ્પૃહતા-નિઃસ્વાર્થતાને લીધે પૂ. ગુરુદેવની સારી કૃપા મેળવી છે. સમુદાયમાં થતા ઓચ્છવ-મહોત્સવમાં પણ યથાશક્તિ ભાગ લેતા રહ્યા છે. પૂ. ગુરુદેવની પહેલેથી જ ભક્તિભાવપૂર્વક સેવા કરતા રહ્યા છે અને આજે પણ તેઓશ્રીનાં કેટલાંક કાર્યોને બેજે વહન કરી રહ્યા છે. સીધા-સાદા જીવનને લીધે કયારેય પદવી કે માન-સન્માનની અપેક્ષા દર્શાવી નથી. સૌ ગુરુદેવે મુંબઈ હતા તે વખતની વાત છે. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજીએ પૂ. આ. શ્રી પ્રતાપસૂરિજી મહારાજની ઉંમર વધતી જોઈ ને ગુરુદેવને વિનંતી કરી કે, આપશ્રી પંચાંગના ક્ષેત્રમાં આપણા એક સાધુને તૈયાર કરી દે, જેથી પંચાંગની પરંપરા વ્યવસ્થિત રીતે ચાલુ રહી શકે. એ માટેની પસંદગી વિનયી મુનિશ્રી વાચસ્પતિવિજયજી ઉપર ઊતરી. મોટાં પંચાંગ ઉપરથી જેન તિથિઓ કેવી રીતે ગોઠવવી એ રીતે એમણે બરાબર સમજાવી દીધી. પછી તેઓશ્રી દર સાલ મુનિશ્રી પાસે પંચાંગ તૈયાર કરાવતા રહ્યા. બે-ચાર વર્ષમાં આ ક્ષેત્રની જાણકારી મેળવી લીધી. છેલ્લાં પચીસેક વરસથી બહાર પડતાં બુકલેટ પંચાંગે અને ભીતિયાં પંચગેની તિથિ-વ્યવસ્થા પોતાના ગુરુદેવની નજર તળે પિતે જ તૈયાર કરે છે. જેનસમાજનું આ એક ઉપકારક અને અતિ ઉપયોગી કાર્ય છે. પંચાંગ ન હોય તે ભારતભરના સંઘની આરાધનાની ગાડી ખટવાઈ પડે. પરંતુ મુનિશ્રી સમયસર પંચાંગ તૈયાર કરતા હોવાથી કદી આવી મુશ્કેલી ઊભી થઈ નથી. છેલ્લાં આઠ–દસ વર્ષથી તે પંચાંગની અંદર મુનિજીના ગુરુદેવ આચાર્યશ્રી યશોદેવસૂરિજી જેનસમાજને ઘેર બેઠાં નવું નવું જ્ઞાન અને જાણકારી કેમ પ્રાપ્ત થાય એ માટે નવી નવી ડિઝાઈન આપવા દ્વારા ખૂબ પ્રશંસનીય ચિત્રો પણ આપતા રહ્યા છે. પિતાની બુદ્ધિના ખજાનામાંથી જેનસમાજને નવી નવી આઈટમો આપવાની ધગશના કારણે આ એક અભિનવ પ્રયોગ અમલમાં મૂક્યો છે. પંચાંગમાં ચિત્ર મૂકવાથી એ પંચાંગ વધુ આકર્ષક બન્યું અને ઘરાકી પણ ખૂબ વધી. મૂળ પંચાંગ અને ભીંતિયાં પંચાંગ તૈયાર કરવા પાછળ મુનિશ્રી વાચસ્પતિ વિજયજીને પ્રધાન ફાળે અને પરિશ્રમ છે. પૂજ્ય આચાર્યશ્રીની ઈચ્છા હજુ પણ પંચાંગમાં નવા આકાર-પ્રકાર અને વિદેશી રીતના સુઘડ મુદ્રણ દ્વારા શિલ્પ–સ્થાપત્ય-મૂર્તિકલા વગેરેનાં જેન કલાનાં વધુ ચિત્ર આપવાની છે. આવું પંચાંગ ઘણું મોંઘું પડી જાય, તેથી તેમાંથી માર્ગ કાઢવાની વિચારણા ચાલે છે. છેલ્લાં દસ વર્ષથી પૂજ્યશ્રી હસ્તક બુકલેટ પંચાંગે બહાર પડ્યાં તે જોઈને અનેક બૌદ્ધિકે, આચાર્યો, કલાકારો તરફથી તેઓશ્રીને ખૂબ ખૂબ અભિનંદને મળતાં રહ્યાં છે. કહ્યાગરા ચિત્રકાર હોય અને જે રૂબરૂમાં બેસીને કામ કરવા તૈયાર હોય તેમ જ આર્થિક સહકાર પૂરતે હોય તે આચાર્ય શ્રી જૈન સમાજને કલાની દષ્ટિએ હજુ ઘણું ઘણું આપવાની ઉમેદ ધરાવે છે. અ. ૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org