________________
શાસનપ્રભાવક
સાથેસાથ અવસ્થાની દુઃખદ અસર ઊભી થવાથી પૂજ્યશ્રીને એ ચિંતા પણ છે કે હવે સમાજને નવું પીરસી શકાશે કે કેમ ?
હાલમાં તેઓશ્રી પિતાના ગુરુદેવ પૂ. આ. શ્રી યશદેવસૂરિજી મહારાજ, જેમણે શારીરિક તથા ખાસ કરીને ગ્રંથસંશોધન આદિ કાર્યો માટે પાલીતાણ રહેવું અનિવાર્ય છે તેઓશ્રી સાથે લાંબા સમયથી ભક્તિભાવપૂર્વક રહે છે. વરસેથી લીવરની તકલીફ અને ઘસાયેલા મણકાને કારણે તંદુરસ્તીને ઘણું હાનિ પહોંચી છે. વધુ પડતે શ્રમ કરી શકતા નથી, પરંતુ મને બળ સારું હોવાથી આરાધના-ભક્તિ યથાશક્તિ કરતા રહે છે. પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ સાથે વિહારમાં ઘણીવાર ગયા છે. પૂ. આર્ચયશ્રીને પણ તેમના પર ખૂબ પ્રેમ હતું. મુનિશ્રીને શિષ્યોને મેહ ન હતું, છતાં દાદાગુરુ પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજને તેમને એક શિષ્ય કરી દેવાની ભાવના બેઠી હતી તેથી અમરેલીના વતની અને પૂનામાં રહેતા એક ભાઈને પ્રતિબંધી, પૂનામાં જ દીક્ષા આપી, મુનિશ્રી વાચસ્પતિવિજ્યજીના શિષ્ય મુનિશ્રી વિનયવિજ્યજી બનાવ્યા. મુનિશ્રી વિનયવિજ્યજીની ઉંમર મોટી હોવાથી દીક્ષા પછી નિત્યકર્મ કરવા પૂરત જ્ઞાનાભ્યાસ કર્યો. સાથે સાથે ગુરુ અને સંઘાડાની સેવામાં પડી ગયા અને વરસો સુધી ભક્તિ કરતા રહ્યા. આમ, તેઓશ્રીનું સંયમજીવન સર્વ પ્રકારે સર્વોત્તમ રહ્યું છે.
પૂ. પંન્યાસપ્રવરશ્રી મહાયશવિજયજી મહારાજ
રમણીય બનાસ નદીને કાંઠે વસેલું ડીસા નગર, જેને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિચરીને અને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ ચાતુર્માસ કરીને પાવન કરેલું, તેમાં શ્રેષ્ટિવર્ય નાથાલાલભાઈ અને એમનાં સુશીલ ધર્મપત્ની બબુબહેન રહે. સુશ્રાવક નાથાલાલભાઈ જ્ઞાનપિપાસુ અને પ્રબુદ્ધ હતા. “ધર્મબિંદુ” એમને પ્રિય ગ્રંથ. એના જ આધારે એમનું જીવનઘડતર થયું હતું. કેલ્હાપુરમાં એમની ગેળની પેઢી હતી. પેઢીની નીતિમત્તા એવી કે સરકારી ઓફિસરે એના ચેપડા તપાસે નહીં. બજારમાં એમના માર્કના ગોળને ભાવ બજાર કરતાં રૂપિયે વધારે પણ એમના આડતિયા બીજે જાય નહિ. વરસમાં છ મહિના ધંધા માટે કેલ્હાપુર જાય, છ મહિના કુટુંબ સાથે દેશમાં રહે. ધર્મક્રિયા કરે, તીર્થયાત્રા કરે, ગરીબોની સેવા કરે. સુશ્રાવિકા બબુબહેન ગામડે પિયર હતાં, ત્યાં એમના દાદા ઉવસગ્ગહરના જબર આરાધક હતા. દાદાએ નમાયાં બબુબહેનને વારસામાં ઉવસગ્ગહરં આપ્યું. બબુબહેનને એના પર અપૂર્વ શ્રદ્ધા સાથે શીલની શુદ્ધિ. તેથી એમનાં ન ધારેલાં કાર્યો સિદ્ધ થતાં ગમે તેવાં સંકટ દૂર થતાં. એ કહેતાં કે, આપણા કુટુંબમાં સાત પેઢીથી માત્ર એક જ છોકરે તે. ઉવસગ્ગહરની આરાધના કરતાં મને ધરણેન્દ્ર સ્વપ્નમાં આવી કહ્યું કે, “બેટી ! તારે ચાર દીકરા અને બે દીકરી થશે.” અને એ જ પ્રમાણે થયું. તેમાં સં. ૧૯૭૯ ના ભાદરવા વદ ૧૩ના દિવસે સૌથી મોટા પુત્ર મોતીલાલને જન્મ થયે. મોતીલાલનું નસીબ તેજ હતું, તેથી પિતાશ્રીએ એના નામથી કેલ્હાપુરમાં મોતીલાલ નાથાલાલની પેઢી કરી, જે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પ્રખ્યાત બની.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org