________________
શાસનપ્રભાવક
રસનાના ત્યાગી, ગુર્વાણાના રાગી અને સ્વાધ્યાયના રસી
પૂ. પંન્યાસશ્રી રવિપ્રભવિજયજી મહારાજ
જેમની જન્મભૂમિ, કર્મભૂમિ અને સ્વર્ગવાસભૂમિ અમદાવાદ રહી, એવા પૂ. પંન્યાસશ્રી રવિપ્રવિજયજી મહારાજ સદાય ગુરુચરણના ઉપાસક, નવકાર મહામંત્રના આરાધક અને સ્વાધ્યાયના સાધક હતા. તેમને જન્મ સં. ૧૯૮૬ના ફાગણ વદ ૩ ને દિવસે અમદાવાદમાં, અનેક જિનમંદિરે અને ઉપાયોથી મંડિત એવી દેશીવાડાની પિળમાં થયો હતો. પિતા ત્રિકમલાલ અને માતા હીરાબહેનના એ ચોથા સંતાનનું નામ રજનીકાંત હતું. નામ તેવા ગુણ પ્રમાણે તેમના મુખ પર સદાય ચંદ્ર જેવી શીતળ કાંતિ ચમકતી હતી. ધર્મપરાયણ માતાપિતાની સતત ખેવનાએ રજનીકાંતમાં બાલ્યવયે ધર્મસંસ્કારોનું સિંચન થયું. ધાર્મિક અભ્યાસ સાથે વ્યાવહારિક અભ્યાસ ચાલતો રહ્યો. એસ. એસ. સી. સુધી ભણ્યા, પણ ધાર્મિક શિક્ષણ લેવાનું ચાલુ જ રહ્યું. જિનભક્તિ અને પ્રવચન શ્રવણ – એ તેમનો નિત્યક્રમ બની ગયે. આગળ જતાં એ ધાર્મિક સંસ્કારે વૈરાગ્યભાવમાં પરિણમ્યા અને ૨૫ વર્ષની ભરયુવાન વયે ત્યાગમાર્ગે જવા તત્પર બનતાં, સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે અમદાવાદમાં જ, ટંકશાળની પળના ઉપાશ્રયે સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના વરદ હસ્તે તેમને દીક્ષા આપવામાં આવી, અને ચારિત્રચૂડામણિ પૂ. આ. શ્રી વિજ્યભદ્રકરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી રવિપ્રવિજયજી નામે જાહેર કરવામાં આવ્યા.
મુનિશ્રી રવિપ્રવિજયજી મહારાજ ચારિત્રધર્મને સ્વીકાર કરી ઉત્કૃષ્ટ સંયમસાધના, જ્ઞાને પાસના સાથે પૂ. ગુરુદેવને સમર્પિત બની ગયા. તે, તેમના વિનય વિવેક, સરળતા, ભદ્રિકતા, વૈયાવચ્ચ-સેવાપરાયણતા આદિ ગુણે એવા ઘનિષ્ટ હતા કે તેઓશ્રી પર ગુરુદેવની પણ અનન્ય કૃપા વરસતી રહી. તેમની વિષય-કષાયની પરિણતિઓ એટલી પાતળી હતી કે તેમનું સમગ્ર જીવન સમતા અને પ્રસન્નતાથી ભર્યું ભર્યું બની ગયું. નવકારમંત્રની આરાધના અને સ્વાધ્યાયની સાધના પણ તેમના જીવન સાથે જ વણાઈ ગઈ હતી, જ્યારે ગુર્વારા તેમના જીવનનો મુદ્રાલેખ બની ગયું હતું. આવી ઉચ્ચ પરિણતિઓ વચ્ચે સારા દેખાવાને જરા પણ પ્રયત્ન ૩૫ વર્ષના દીક્ષા પર્યાયમાં તેમણે કયારેય કર્યો નહિ, એટલું જ નહિ, પિતાની જાતને ગોપાવીને ત્યાગવૈરાગ્યના માર્ગને દીપાવી જાણે. શરીરની નબળાઈ છતાં એક વખત ગુરુદેવની ઈચ્છા જાણી આયંબિલતપ શરૂ કર્યું અને શારીરિક પ્રતિકૂળતા વચ્ચે પણ ૬૦ આયંબિલતપ કર્યા. એ જ રીતે, ઈચ્છા નહિ છતાં, ગુરુઆજ્ઞા શિરોધાર્ય કરીને પિતાનાં સંસારી બહેનનાં પુત્રીના પુત્ર નેમિકુમારને મુનિશ્રી નરરત્નવિજ્યજી નામે શિષ્ય બનાવ્યા. વળી એ જ રીતે, ગુરુમહારાજની આજ્ઞા માત્રથી ૩૫ વર્ષમાં ૪ માસાં અનિચ્છાએ પણ જુદાં કર્યા હતાં. ગુરુમહારાજથી દૂર રહેવું ગમતું નહોતું. સાથેસાથ ગુરુમહારાજની આજ્ઞાથી પણ દૂર રહેવાનું ગમતું નહોતું.
સં. ૨૦૪૩ના કારતક વદ પાંચમે અમદાવાદ સ્થિત ઓપેરા સોસાયટીમાં પૂ. ગુરુદેવે તેમને ગણિપદ અને પંન્યાસપદથી અલંકૃત કર્યા હતા. જોગ પ્રવેશદિનથી સળંગ સવા વર્ષ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org