________________
કાર
શાસનપ્રભાવક
હાલારમાં ધર્મજાગૃતિ લાવનારા અને જીવદયાના જ્યોતિર્ધર પૂ. મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ
હાલારના ઇતિહાસમાં નવું સર્જન કરી, અનેકેને ધર્મમાર્ગમાં જોડનારા માણેકલાલમાંથી મુનિશ્રી મહાસેનવિજયજી બનનારા આ મહાત્માને જન્મ મોટા માંઢા (હાલાર) મુકામે પિતા પુંજાભાઈને ઘેર માતા માંકાબેનની કુક્ષીએ સં. ૧૯૭૧ના બેસતા વર્ષે થયે હતે. સંપૂર્ણ બત્રીશ દાંતથી યુક્ત એવા આ બાળકનું જીવન કંઈક જુદું જ તરી આવતું હતું. એવામાં સં. ૧૯૯૬માં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજને ભેટે થયો અને ધર્મના રંગે રંગાવા લાગ્યા. સૌ પ્રથમ ભરયુવાન વયે પતિ-પત્નીએ ચતુર્થવ્રત ગ્રહણ કર્યું. પૂ. પંન્યાસજી મહારાજની ભક્તિ માટે ચાતુર્માસમાં એમની સાથે જ રહેતા અને આરાધના કરતા. ધર્મ સમજ્યા પછી અમુક મૂડી કાયમી કરીને ધંધે છેડી દીધે એ સ્વભાવ સંતોષી હતે. પછી ધર્મમાર્ગે આગળ વધતા ગયા અને પિતાનાં જ્ઞાતિજને આગળ કેમ વધે તે માટે સક્રિય પ્રયત્ન કરતા રહ્યા. વળી, પૂ. પંન્યાસજી મહારાજ પાસે દર્શન-વંદન કરાવવા ભાવિકને પિતાને ખર્ચ સાથે લઈ જતા. એક વાર પૂજ્યશ્રીની નિશ્રામાં માંડવગઢ તીર્થને સંઘ નીકળે, તેમાં પિતે જોડાયા અને યાત્રિકનું સોનાની ગીનીથી સંઘપૂજન કરી લ્હાવો લીધે. પાટણમાં જ્યારે પૂજ્યશ્રીની નિશ્રામાં સહકુટુંબ ચાતુર્માસની આરાધના કરતા હતા, ત્યારે પાટણમાં રહેતા સર્વ ચતુર્થવ્રતધારી ભાવિકને સેનાની ગીનીની પ્રભાવના કરી હતી. આમ, સાધર્મિક ભક્તિ માટે તેમને અનહદ પ્રેમ હતું. એવી જ રીતે, દુઃખી જીવો પ્રત્યે તેમની કરુણા તીવ્ર હતી. એક વાર તેમના ગામ બાજુનાં ગામનાં લોકેને વરસાદને લીધે તેમના ગામ આવી જવું પડ્યું, ત્યારે ત્રણ દિવસ સુધી લેકેને જમાડ્યાં અને હેરેને પણ સાચવ્યાં.
સંસારચકના આવા ચકરાવામાં આગળ વધતાં તેમને ત્યાં પૂર્વભવના સંસ્કારોથી સુસંસ્કૃત એવા બાળકને જન્મ થયે. ધર્મ માટે તૈયાર થાય એવી દેખરેખથી ઊછરેલા આ એકના એક બાળકને ૧૩ વર્ષની ઉંમરે દીક્ષા અપાવી મુનિશ્રી વાસેનવિજયજી નામે ચારિત્રધર બનાવ્યા. પોતે પણ ૪૨ વર્ષની પ્રૌઢ વયે, પિતાના સંસારી લઘુબંધુ અને વડીલ ગુરુબંધુ પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરિજી મહારાજની પ્રેરણાથી સં. ૨૦૧૩ના વૈશાખ સુદ ૩ના દીક્ષિત થયા, અને મુનિશ્રી મહાસેનવિજ્યજી નામે પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી મહારાજના શિષ્ય જાહેર થયા. દીક્ષા બાદ મુનિશ્રી મહાસેનવિજયજી મહારાજે સંયમની ઉત્કૃષ્ટ સાધના સાથે શ્રી નમસ્કાર મહામંત્રને એ જોરદાર પ્રચાર આરંભ્ય કે અને કેને નવકારના કરોડપતિ બનાવી દીધા. દાદા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ફેટાઓને પણ દર્શન માટે પ્રચાર કર્યો. છેલે ગુરુ આજ્ઞાથી આઠ વર્ષ સુધી હાલારમાં જે જાગૃતિ લાવ્યા, તે ખરેખર અવર્ણનીય છે. હજારો ભાવિ કેને આયંબિલ, ઉપધાન, અઠ્ઠમ, એકાસણું વગેરે સામુદાયિક આરાધના કરાવી છે. તે ઉપરાંત, દુષ્કાળમાં પાંજરાપોળને જીવદયાની જમ્બર સહાય, ગરીબોને કપડાં, અનાજ, રેકડ વગેરેની સહાય માટે ઉપદેશ આપીને ગરીબોના બેલી બન્યા. હૈયામાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org