________________
૬૩૬
શાસનપ્રભાવક
પૂ. તપસ્વી મુનિરાજશ્રી સદ્ગણુનંદવિજયજી મહારાજ
ઇતિહાસમાં જેને સોનાની મૂરત કહેવાય છે એ સુરત શહેર જેમની જન્મભૂમિ. પિતાશ્રી વજેચંદભાઈ –માતા શ્રી જશેકેરબેન, સ્વ-નામ ગુલાબચંદભાઈ. તેઓશ્રી ખૂબ જ ધર્મપ્રેમી-આનંદી અને નિખાલસ સ્વભાવવાળા હતા. તેઓશ્રીને ગૃહસ્થપણામાં બે પુત્રી તથા એક પુત્ર પરિવાર રૂપે હતાં. તેમાં પુત્રનું નામ અમર હતું અને પુત્રીઓનાં નામ કાન્તા તથા ચંદ્રકળા હતું. જેમાંથી માત-પિતાના ઉચ્ચ ધાર્મિક સંસ્કાર દ્વારા અમે બંને પુત્રીઓએ સં. ૨૦૦૪ અને ૨૦૦૭માં સંયમ ગ્રહણ કરેલ હતું અને માતપિતાએ આનાકાની કર્યા વગર સંયમની અનુમતિ આપેલ હતી. અમે બને સાવીએ પૂ. આ. મેહનસૂરીશ્વરજી મહારાજ, પૂ આ. પ્રતાપસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી યદેવસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી પૂ. સાધ્વીજી મંગળશ્રીજી મ.નાં શિષ્યા પૂ. સાધ્વીજી દમયન્તીશ્રીજી મ.નાં શિષ્યા છીએ. ચંદ્રપ્રભાશ્રી તથા કનકપ્રભાશ્રી હાલ સુંદર સંયમજીવનની આરાધના કરી રહ્યાં છે. તેમની દીક્ષા બાદ શ્રી ગુલાબચંદભાઈને એક ભવ્ય-સુવર્ણ પ્રસંગ સાંપડ્યો. અને તે હવે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવને. નિશ્રા હતી પૂ. આચાર્ય પ્રતાપસૂરીશ્વરજી મહારાજની, સ્થળ હતું પ્રાંગધ્રા. શ્રી સુરતના વતની પ્રતિષ્ઠિત વિધિકાર બાલુભાઈ કાપડિયા સાથે તેમને વિધિવિધાન માટે જવાનું થયું. મહોત્સવમાં પ્રભુજીના દીક્ષા કલ્યાણકને દિવસે પ્રભુના લેચના સમયે તે વિધિ જોતાં એકાએક સંયમ લેવાની ભાવના જાગૃત થઈ અને ત્યાં ને ત્યાં જ, તે જ સમયે માનવમેદની પ હજાર જેટલી હતી તે વચ્ચે ઊભા થઈને આચાર્ય મ.ને વિનંતિ કરી કે મને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું દીક્ષા ન લઉં ત્યાં સુધી મારે મૂળમાંથી ઘી ન વાપરવું. અને પૂજ્યશ્રીએ પણ હર્ષોલ્લાસ પૂર્વક તેમને પ્રતિજ્ઞા કરાવી. સભાનાં લેકે સ્તબ્ધ થઈ ગયાં. ગુરુદેવે આશીર્વાદપૂર્વક વાસક્ષેપ નાખે. મહત્સવ પૂર્ણ થયા બાદ સુરત આવી પિતાના ઘરમાં પિતાનાં ધર્મપત્ની મદનબેન તથા પુત્રને તેમ જ કુટુંબીજનને વાત કરી. સર્વને આનંદ થયે. ત્યાર બાદ પાલીતાણા પાસે ભદ્રાવલ ગામે પણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂ. આચાર્યદેવશ્રી પ્રતાપસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જ હતા.
સં. ૨૦૧૦ની સાલમાં વૈશાખ સુદિ ૧૦ના શુભ દિને ચાલતા મહત્સવમાં જ પૂ. આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે હજારોની માનવમેદની વચ્ચે દીક્ષા અંગીકાર કરી અને પૂ. આચાર્યદેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ.ના જ શિષ્ય તરીકે જાહેર થયા. તેઓશ્રીનું શુભ નામ મુનિ શ્રી સગુણાનંદ વિ. મ. પાડવામાં આવ્યું. પ્રતિષ્ઠા મહોત્સવમાં સુવર્ણમાં સુગંધની જેમ દીક્ષા મહોત્સવ પણ ધામધૂમથી થઈ ગયે. સંયમ ગ્રહણ કરવા સમયે તેમની ઉંમર વર્ષ ૫૦ હતી. સંયમ લીધા બાદ ઘણાં વર્ષો સુધી વિહાર કરી યાત્રાઓ કરી હતી. તેમ જ દીક્ષા લીધા બાદ ક્યારે પણ છૂટે મેઢે વાપર્યું નથી. ગૃહસ્થાવાસમાં કદી કઈ તપશ્ચર્યા કરી નથી પરંતુ દીક્ષા લીધા પછી તુર્ત તપ ઉદયમાં આવ્યું જેથી તેઓએ ૬ વષીતપ–વર્ધમાનતપની ઓળી-૨૨ નવપદજીની ઓળી-સહસકૂટનાં એક હજાર ચેવીશ એકાસણાં, વીશસ્થાનક તપની ઓળી વિ. તપશ્ચર્યા કરેલ. અને જીવ્યા ત્યાં સુધી કાયમ એકાસણું ચાલુ હતાં. પૂજ્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org